________________
૩૦૪]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૩ સૂ. ૧૩
થાય છે. હંમેશાં હોવું નિત્યતા છે. ધર્મી, ધર્મ, લક્ષણ અને અવસ્થા ચારેય હંમેશ રહેતાં હોવાથી ઉત્પન્ન થતાં નથી. ન હોય તો પણ ઉત્પન્ન થાય નહીં. ફૂટસ્થનિત્યતાનું આ લક્ષણ છે. ચિતિશક્તિની કૂટસ્થ નિત્યતામાં પણ આનાથી વધુ કોઈ વિશેષતા નથી, એમ કહેવાનો ભાવ છે. “નાસૌ દોષ” વગેરેથી આ આશંકાનું નિવારણ કરે છે કે આ દોષ નથી. કેવી રીતે ? ગુણી (પ્રકૃતિ) નિત્ય છે, છતાં ગુણોના વિમર્દ (સંઘર્ષ)ને લીધે-બળવાન ગુણ નબળાને દબાવી દે એને લીધે પરિણામોમાં વિચિત્રતા (વિભિન્નતા) થાય છે. આશય એ છે કે ગુણી અને ત્રણ ગુણો ચારેયનું સર્વદા અસ્તિત્વ છે. છતાં ગુણોના વિમર્દની વિચિત્રતાથી-ગુણોના સ્વરૂપભૂત વિકારો આવિર્ભાવ, તિરોભાવ પામતા હોવાથી-પરિણામી છે, કૂટસ્થનિત્ય નથી. ચિતિશક્તિમાં આમ વિકારોનો આવિર્ભાવ-તિરોભાવ થતો નથી, તેથી એ કૂસ્થનિત્ય છે. જેનો સ્વભાવ નષ્ટ ન થાય અને વિદ્વાનો નિત્ય કહે છે. “યથા સંસ્થાનમ્” વગેરેથી પ્રકૃતિ અને એના વિકારોમાં વિમર્દ-વૈચિત્ર્ય વિકારોની વિચિત્રતાનો હેતુ છે, એમ કહે છે. પોતાનાં કાર્યોની અપેક્ષાએ અવિનાશી એવી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધની તન્માત્રાઓનું પૃથ્વી વગેરે સંસ્થાઓના રૂપે થતું પરિણામ આદિવાળું, ધર્મમાત્ર અને નશ્વર છે. આ રીતે લિંગ (મહત્તત્વ) પણ નશ્વર છે. આવાં નશ્વર તત્ત્વો વિકારના નામે ઓળખાય છે. ચિતિશક્તિ આવા વિકારવાળી નથી, એવો ભાવ છે.
તત્રેદમુદાહરણમુ” વગેરેથી પરીક્ષકોના તર્કથી સિદ્ધ પ્રકૃતિ અને વિકૃતિ વર્ણવ્યા પછી, લોકસિદ્ધ વિકૃતિમાં જ ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ પરિણામોના ભેદને કારણે જણાતા ગુણોના વિમઈ-વૈરિવ્યને દર્શાવવા માટીના પિંડમાંથી ઘડાનો આકાર પરિણમે છે એ ઉદાહરણ આપે છે. લક્ષણોનું જ અવસ્થા પરિણામ થાય એવો નિયમ નથી. કારણ કે બધા ધર્મ, લક્ષણ અને અવસ્થાના ભેદો માટે અવસ્થા શબ્દ પ્રયોજ્યો છે, તેથી એક અવસ્થા પરિણામ સર્વ માટે સાધારણ છે. એમ “ધર્મિણોપિ” વગેરેથી કહે છે. “અવસ્થિતસ્ય દ્રવ્યસ્ય”... વગેરેથી વ્યાપક (બધે લાગુ પડે એવું) પરિણામનું લક્ષણ કહે છે : “સ્થિર રહેતા દ્રવ્યમાં પહેલાંના ધર્મની નિવૃત્તિ થતાં, બીજા નવા ધર્મની ઉત્પત્તિ થાય, એ પરિણામ છે. ધર્મ લક્ષણ અને અવસ્થાનો આશ્રય હોવાથી, ધર્મ-શબ્દ એ ત્રણેનો વાચક છે. ૧૩