SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૩ સૂ. ૧૧ સંસ્કારોની પક્વતા શા માટે અપેક્ષિત છે ? ફક્ત નિરોધસંસ્કારથી કામ ન ચાલે ? એના જવાબમાં “તસંસ્કારમાંથે...” વગેરેથી કહે છે કે નિરોધ સંસ્કારો મંદ પડે તો વ્યુત્થાનના સંસ્કારો એમને દબાવી દે છે. “ત”થી નિરોધનો નિર્દેશ કરે છે. જે લોકો “નાભિભૂયતે' એવો પાઠ સ્વીકારે છે, એ તત્થી વ્યુત્થાનનો નિર્દેશ સમજે છે.૧૦ सर्वार्थतैकाग्रतयोः क्षयोदयौ चित्तस्य समाधिपरिणामः ॥ ११ ॥ ચિત્તની વ્યગ્રતા અને એકાગ્રતાનો ક્ષય અને ઉદય સમાધિપરિણામ છે. ૧૧ भाष्य सर्वार्थता चित्तधर्मः । एकाग्रतापि चित्तधर्मः । सर्वार्थतायाः क्षयस्तिरोभाव इत्यर्थः । एकाग्रताया उदय आविर्भाव इत्यर्थः । तयोर्धर्मित्वेनानुगतं चित्तम् । तदिदं चित्तमपायोपजनयोः स्वात्मभूतयोधर्मयोरनुगतं समाधीयते स चित्तस्य समाधिपरिणामः ॥ ११ ॥ સર્વાર્થતા ચિત્તનો ધર્મ છે. એકાગ્રતા પણ ચિત્તનો ધર્મ છે. સર્વાર્થતાનો ક્ષય એટલે તિરોભાવ એવો અર્થ છે. એકાગ્રતાનો ઉદય એટલે આવિર્ભાવ એવો અર્થ છે. એ બંને ધર્મોના ધર્મી તરીકે ચિત્ત અનુગત રહે છે. પોતાના સ્વરૂપભૂત ક્ષય અને ઉદયરૂપ ધર્મોમાં અનુગત ચિત્ત સમાહિત બને, એ એનું સમાધિપરિણામ છે. ૧૧ तत्त्व वैशारदी संप्रज्ञातसमाधिपरिणामावस्थां चित्तस्य दर्शयति- सर्वार्थतैकाग्रतयोः क्षयोदयौ चित्तस्य समाधिपरिणामः । विक्षिप्तता सर्वार्थता । सन्न विनश्यतीति क्षयस्तिरोभावः । नासदुत्पद्यत इत्युदय आविर्भावः । आत्मभूतयोः सर्वार्थतैकाग्रतयोर्धर्मयोर्यावपायोपजनौ सर्वार्थताया अपाय एकाग्रताया उपजनस्तयोरनुगतं चित्तं समाधीयते पूर्वापरीभूतसाध्यमानसमाधिविशेषणं भवतीति ॥ ११ ॥ “સર્વાર્થતા...” વગેરેથી ચિત્તની સંપ્રજ્ઞાતસમાધિ પરિણામની અવસ્થા દર્શાવે છે. સર્વાર્થતા એટલે વિક્ષિપ્તતા. સત્નો નાશ ન હોવાથી ક્ષય એટલે તિરોભાવ. અસત્ની ઉત્પત્તિ ન હોવાથી ઉદય એટલે આવિર્ભાવ સમજવો જોઈએ. પોતાના
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy