SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ २७४] પતંજલિનાં યોગસૂત્રો [.. 3 सू. १ मूर्त भगवतो रूपं सर्वोपाश्रयनिस्पृहम् । एषा वै धारणा ज्ञेया यच्चित्तं तत्र धार्यते ॥७७|| तच्च मूर्तं हरे रूपं यद्विचिन्त्यं नराधिप । तच्छ्रयतामनाधारा धारणा नोपपद्यते ॥७८॥ प्रसन्नवदनं चारुपद्मपत्रनिभेक्षणम् । सुकपोलं सुविस्तीर्णललाटफलकोज्ज्वलम् ॥७९॥ समकर्णान्तविन्यस्तचारुकुण्डलभूषणम् । कम्बुग्रीवं सुविस्तीर्णश्रीवत्साङ्कितवक्षसम् ॥८०॥ वलीविभङ्गिना मग्ननाभिना चोदरेण च । प्रलम्बाष्टभुजं विष्णुमथ वापि चतुर्भुजम् ॥८१।। समस्थितोरुजवं च स्वस्तिकाघिकराम्बुजम् । चिन्तयेद्ब्रह्मभूतं तं पीतनिर्मलवाससम् ॥८२॥ किरीटचारुकेयूरकटकादिविभूषितम् । शार्ङ्गचक्रगदाखड्गशङ्खाक्षवलयान्वितम् ॥८३॥ चिन्तयेत्तन्मयो योगी समाधायात्ममानसम् । तावद्यावद् दृढीभूता तत्रैव नृप धारणा ॥८॥ एतदातिष्ठतोऽन्यद्वा स्वेच्छया कर्म कुर्वतः । नापयाति यदा चित्तं सिद्धां मन्येत तां तदा ॥८५॥ __ (विष्णु पु. ६७७७-८५) इति ॥१॥ પહેલા અને બીજા પાદમાં સમાધિ અને એનાં સાધનો કહ્યાં. આ ત્રીજા પાદમાં યોગના અભ્યાસને અનુરૂપ શ્રદ્ધા ઉત્પન્ન થાય, એ માટે વિભૂતિઓ કહેવી જોઈએ. વિભૂતિઓ સંયમથી સિદ્ધ થાય છે. ધારણા, ધ્યાન અને સમાધિના સમુદાયને સંયમ કહે છે. વિભૂતિનું સાધન હોવાના કારણે, પાંચ બહિરંગ યોગાંગોની અપેક્ષાએ આ ત્રણ અંતરંગ છે, એવી એમની વિશેષતા પણ દર્શાવવા અહીં એમની રજૂઆત કરવામાં આવે છે. ધારણા, ધ્યાન અને સમાધિમાં કાર્યકારણભાવ અને નિશ્ચિત પૂર્વાપર ક્રમ હોવાના કારણે, એ ક્રમ પ્રમાણે રજૂઆતનો ક્રમ પણ થાય, માટે “ઉક્તાનિ બહિરંગાણિ.” વગેરેથી સૌ પ્રથમ ધારણાનું લક્ષણ કહે છે. ધારણા એટલે ચિત્તનો સ્થાન સાથે બંધ એટલે સંબંધ. “નાભિચકે” વગેરેથી આધ્યાત્મિક સ્થાનો કહે છે.
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy