________________
પા. ૨ સૂ. ૫૦] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વશારદી [ ર૬૩
તુ – એ પણ – बाह्याभ्यन्तरस्तम्भवृत्तिर्देशकालसंख्याभिः
પિ વીર્યસૂક્ષ્મ: પ૦ બાહ્યવૃત્તિ, આભ્યત્તરવૃત્તિ અને સ્તંભવૃત્તિ (એમ ત્રણ પ્રકારનો પ્રાણાયામ) દેશ, કાળ અને સંખ્યાથી પરીક્ષિત થતો, લાંબો અને સૂક્ષ્મ બને છે. ૫૦
भाष्य
यत्र प्रश्वासपूर्वको गत्यभावः स बाह्यः । यत्र श्वासपूर्वको गत्यभावः स आभ्यन्तरः । तृतीयः स्तम्भवृत्तिर्यत्रोभयाभावः सकृत्प्रयत्नाद्भवति । यथा तप्ते न्यस्तमुपले जलं सर्वतः संकोचमापद्यते तथा द्वयोर्युगपद्गत्यभाव इति । त्रयोऽप्येते देशेन परिदृष्टा इयानस्य विषयो देश इति । कालेन परिदृष्टाः क्षणानामियत्तावधारणेनावच्छिन्ना इत्यर्थः । संख्याभिः परिदृष्टा एतावद्भिः श्वासप्रश्वासैः प्रथम उद्धातस्तद्वन्निगृहीतस्यै-तावद्भिद्वितीय उद्धात एवं तृतीयः एवं मृदुरेवं मध्य एवं तीव्र इति संख्यापरिदृष्टः । स खल्वयमेवमभ्यस्तो વોઈસૂક્ષ્ય: પગા
ઉચ્છવાસપૂર્વક (સ્વાભાવિક) ગતિનો અભાવ બાહ્ય, શ્વાસપૂર્વક ગતિનો અભાવ આત્યંતર અને એક પ્રયત્નથી બંનેનો અભાવ ત્રીજો ખંભવૃત્તિ પ્રાણાયામ છે. જેમ તપી ગયેલા પત્થર પર પાણીનું ટીપું પડતાં, બધી તરફથી સંકુચિત થાય છે, એમ બંનેની ગતિનો એકીસાથે અભાવ થાય છે. એ ત્રણ દેશથી પરીક્ષિત થઈ શકે છે કે આટલા પ્રદેશ સુધી પહોંચે છે. કાળથી પણ આટલી ક્ષણો સુધી રોકાયો એવી મર્યાદા નક્કી કરીને પરીક્ષિત થઈ શકે છે, તેમજ અમુક સંખ્યાથી શ્વાસોચ્છવાસનો પહેલો ઉઘાત, એને જીત્યા પછી નિશ્ચિત સંખ્યાનો બીજો ઉદ્દાત અને એ મુજબ ત્રીજો ઉદ્દાત પણ જાણવો. વધારે કે ઓછી સંખ્યાને કારણે મૃદુ, મધ્ય અને તીવ્ર એવા એના ભેદો થાય છે. આ રીતે નિયમિત અભ્યાસ કરતાં ક્રમશઃ લાંબો અને સૂક્ષ્મ બને છે. ૫૦
तत्त्व वैशारदी प्राणायामविशेषत्रयलक्षणपरं सूत्रमवतारयति-स त्विति । बाह्याभ्यन्तरस्तम्भवृत्तिर्देशकालसंख्याभिः परिदृष्टो दीर्घसूक्ष्मः । वृत्तिशब्दः प्रत्येकं संबध्यते । रेचकमाहयत्र प्रश्वासेति । पूरकमाह-यत्र श्वासेति । कुम्भकमाह-तृतीय इति । तदेव स्फुटयति