SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૩૪ આવું, પાછળ પાછળ વહી આવતું ફળ હોય છે, એવું વિચારીને વિતર્કોમાં મનનું પ્રણિધાન ન કરવું. ૩૪ तत्त्ववैशारदी तत्र वितर्काणां स्वरूपप्रकारकारणधर्मफलभेदान्प्रतिपक्षभावनाविषयान्प्रतिपक्षभावनास्वरूपाभिधित्सया सूत्रेणाह - वितर्का हिंसादयः कृतकारितानुमोदिता लोभक्रोधमोहपूर्वका मृदुमध्याधिमात्रा दुःखाज्ञानानन्तफला इति प्रतिपक्षभावनम् । व्याचष्टेतत्र हिंसेति । प्राणभृत्भेदस्यापरिसंख्येयत्वान्नियमविकल्पसमुच्चयाः संभविनो हिंसादिषु । तत्राधर्मतस्तमःसमुद्रेके सति चतुर्विधविपर्ययलक्षणस्याज्ञानस्याप्युदय इत्यज्ञानफलत्वमप्येतेषामिति । दुःखाज्ञानन्तफलत्वमेव हि प्रतिपक्षभावनं तद्वशादेभ्यो निवृत्तेरिति तदेव प्रतिपक्षभावनं स्फोरयति- वध्यस्य । पश्वादेर्वीर्यं प्रयत्नं कायव्यापारहेतुं प्रथममाक्षिपति यूपनियोजनेन । तेन हि पशोरप्रागल्भ्यं भवति । शेषमतिस्फुटम् ||३४|| “વિતર્કો હિંસાદયઃ” વગેરે સૂત્રથી વિતર્કોના પ્રતિપક્ષો (સદ્ વિચારો)ની ભાવનાના વિષયો અને સ્વરૂપને કહેવા માટે વિતર્કોના પ્રકારો, કારણો, ધર્મો અને ફળોના ભેદો દર્શાવે છે. “તત્ર હિંસા તાવત્...” વગેરેથી ભાષ્યકાર સૂત્ર સમજાવે છે. પ્રાણધારી જીવોના ભેદો અસંખ્ય હોવાથી, હિંસા વગેરે પાપોમાં નિયમ, વિકલ્પ અને સમુચ્ચયનો સંભવ છે. અધર્મ તમોગુણને વધુ ગાઢ બનાવે છે, પછી એમાંથી ચાર પ્રકારના વિપર્યયજ્ઞાનરૂપ અવિદ્યાનો ઉદય થાય છે. આમ હિંસા વગેરે પાપકર્મોનું ફળ અજ્ઞાન પણ છે. પાપ દુઃખ અને અજ્ઞાનરૂપ અનંત ફળ આપનાર છે, એમ વિચારવું એ જ પ્રતિપક્ષ ભાવના (દુષ્ટ વિચારોના વિરોધી સદ્વિચારમાં મનને સ્થિર કરવાનો અભ્યાસ) છે. કારણ કે એનાથી મનુષ્ય પાપકર્મથી નિવૃત્ત થાય છે. “વધ્યા” વગેરેથી એને વધુ સ્પષ્ટ કરે છે. પશુ વગેરેનું બળ એટલે એના શરીરનો બંધનમાંથી છૂટવાનો પ્રયત્ન. એને સૌ પહેલાં ચૂપ (યજ્ઞના સ્તંભ) સાથે બાંધીને દબાવી દેવામાં આવે છે. આનાથી પશુની બધી હોશિયારી નષ્ટ થાય છે. બાકીનું અત્યંત સ્પષ્ટ છે. ૩૪ प्रतिपक्षभावनाहेतोर्हेया वितर्का यदास्य स्युरप्रसवधर्माणस्तदा तत्कृतमैश्वर्यं યોશિન: સિદ્ધિસૂનાં મવતિ । તદ્યા- પ્રતિપક્ષભાવનાના અભ્યાસથી ત્યજવાયોગ્ય વિતર્કો અપ્રસવધર્મવાળા (ફળ ઉત્પન્ન કરવાની શક્તિ વિનાના) બને છે. ત્યારે
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy