SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ પ. ૨ સૂ.૩૧] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૨૪૩ કહેવાતી એટલે ઉચ્ચારાતી. બાકીનું સરળ છે. સ્તયમ્ અશાસ્ત્રપૂર્વકમ્” વગેરેથી અભાવનું નિરૂપણ ભાવને આધીન હોવાથી (અસ્તેય સમજાવવા માટે પહેલાં) તેયનું લક્ષણ કહે છે. વિશેષથી સામાન્ય લક્ષિત થાય છે, એવો અર્થ છે. “અસ્પૃહારૂપમ્”થી શરીર અને વાણીનો વ્યાપાર મનોવ્યાપાર પર આશ્રિત હોવાથી, મુખ્યત્વે અસ્પૃહારૂપ મનનો વ્યાપાર કહ્યો. ગુણેન્દ્રિય” વગેરેથી બ્રહ્મચર્યનું લક્ષણ કહે છે. ઉપસ્થ ઇન્દ્રિય સંયમમાં રાખી હોય, પણ સ્ત્રીને જોવી, એની સાથે વાત કરવી, કામસ્થાન વગેરે અંગોને સ્પર્શ કરવો વગેરેમાં આસક્ત પુરુષ બ્રહ્મચર્યવાળો નથી. એ બધાનો સંયમ પણ કરવો જોઈએ, એમ સૂચવવા માટે “ગુપ્ત” શબ્દ પ્રયોજ્યો. ગુપ્ત રીતે કાર્ય કરતી બધી ઇન્દ્રિયોનો સંયમ બ્રહ્મચર્ય છે, એમ કહ્યું. એ રીતે લોલુપ એવી બધી ઇન્દ્રિયોનું પણ રક્ષણ કરવું જોઈએ, એ “ગુપ્ત” શબ્દનો ભાવ છે. વિષયાણામર્જનરક્ષણ” વગેરેથી અપરિગ્રહનું સ્વરૂપ કહે છે. અગાઉ ૨.૧૫માં સંગદોષ વર્ણવતાં કહ્યું હતું કે ભોગાભ્યાસથી રાગ અને ઇન્દ્રિયોની કુશળતા વધે છે, અને પ્રાણીઓની હિંસા કર્યા વિના ઉપભોગ સંભવતો નથી. એમાં હિંસારૂપી દોષ પણ દર્શાવ્યો હતો. અશાસ્ત્રીય અને યત્ન વિના મળી આવેલા વિષયોનો પરિગ્રહ નિંદનીય છે, એમ અર્જનનો દોષ જોઈને, શાસ્ત્રીય રીતે મેળવેલા વિષયોમાં એમના રક્ષણ વગેરે માટે થતા દોષો જોઈને, એમનો પણ અસ્વીકાર કરવો એને અપરિગ્રહ કહે છે. ૩૦ તે તુ- એ બધા પણजातिदेशकालसमयानवच्छिन्नाः सार्वभौमा महाव्रतम् ॥३१॥ જાતિ, દેશ, કાળ, અને પરિસ્થિતિની મર્યાદા વિના સાર્વભોમ (બધા દેશકાળમાં અને સ્થિતિઓમાં પાળવાના હોઈ) મહાવ્રત છે. ૩૧ भाष्य तत्राहिंसा जात्यवच्छिन्ना-मत्स्यवधकस्य मत्स्येष्वेव नान्यत्र हिंसा। सैव देशावच्छिन्ना-न तीर्थे हनिष्यामीति । सैव कालावच्छिन्ना-न चतुर्दश्यां न पुण्येऽहनि हनिष्यामीति । सैव त्रिभिरुपरतस्य समयावच्छिन्नादेव ब्राह्मणार्थे नान्यथा हनिष्यामीति । यथा च क्षत्रियाणां युद्ध एव हिंसा नान्यत्रेति । एभिर्जातिदेशकालसमयैरनवच्छिन्ना अहिंसादयः सर्वथैव
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy