SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૩૦ पुनरस्पृहारूपमस्तेयमिति । ब्रह्मचर्यं गुप्तेन्द्रियस्योपस्थस्य संयमः । विषयाणामर्जनरक्षणक्षयसङ्गहिंसादोषदर्शनादस्वीकरणमपरिग्रह इत्येते यमाः ॥३०॥ અહિંસા એટલે સર્વદા, સર્વ રીતે, સર્વ પ્રાણીઓનો અદ્રોહ. ત્યાર પછીના યમનિયમ અહિંસામૂલક છે. એની સિદ્ધિ માટે અને એના પ્રતિપાદન માટે એમનું નિરૂપણ કરવામાં આવે છે. અહિંસાના સ્વરૂપને વધુ શુદ્ધ બનાવવા માટે જ એમનો સ્વીકાર કરવામાં આવે છે. આ વિષે કહ્યું છે : “ખરેખર, બ્રાહ્મણ જેમ જેમ ઘણાં વ્રતો ધારણ કરે છે, તેમ તેમ પ્રમાદથી થતી હિંસાનાં કારણોથી નિવૃત્ત થઈને અહિંસાને વિશુદ્ધ સ્વરૂપની બનાવે છે.” - સત્ય એટલે યથાર્થ વાણી અને મન જેવું જોયું, વિચાર્યું, સાંભળ્યું હોય, એને અનુરૂપ મન અને વાણી રહે એ સત્ય છે. અન્યમાં પોતાના બોધને સંક્રાન્ત કરવા માટે વાણી પ્રયોજાય છે. તેથી એ છલવાળી, ભ્રાન્ત કે જ્ઞાન ઉત્પન્ન ન કરે એવી ન હોય, એનું ધ્યાન રાખીને બોલવું જોઈએ. કારણ કે વાણી બધાં પ્રાણીઓનો ઉપકાર કરવા માટે પ્રયોજાય છે, એમને હણવા માટે નહીં. આ રીતે પ્રયોજાતી વાણી પણ પ્રાણીઓનું અહિત કરનારી હોય, તો એ સત્ય નહીં પાપ જ છે. પુણ્ય જેવા જણાતા એ પુણ્યાભાસથી કષ્ટદાયક અંધકાર જ પ્રાપ્ત થાય છે. માટે પરીક્ષા કરીને, બધાં પ્રાણી માટે હિતકર હોય એવું જ સત્ય બોલવું જોઈએ. સ્તય (ચોરી) એટલે અશાસ્ત્રીય રીતે બીજા પાસેથી વસ્તુઓનો સ્વીકાર. એનાથી બચવા માટે વસ્તુઓની સ્પૃહા ન હોવી અસ્તેય છે. બ્રહ્મચર્ય એટલે ગુપ્ત, ઉપસ્થ ઇન્દ્રિયનો સંયમ. વિષયોની (વસ્તુઓની) પ્રાપ્તિ, રક્ષણ, ક્ષય, આસક્તિ, હિંસા વગેરે દોષો વિચારીને, એમનો અસ્વીકાર કરવો અપરિગ્રહ છે. આ બધા યમો છે. ૩૦ तत्त्व वैशारदी यमनियमाद्यङ्गान्युद्दिश्य यमनिर्देशकं सूत्रमवतारयति-तत्रेति । अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः । योगाङ्गमहिंसामाह-सर्वथेति । ईदृशीमहिंसां स्तौति - उत्तरे चेति । तन्मूला इति । अहिंसामपरिपाल्य कृता अप्यकृतकल्पा निष्फलत्वा
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy