________________
પા. ૨ સૂ. ૨૪] વ્યાસ રચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૨૨૩
ઇયેતે શાસ્ત્રગતા વિકલ્પા” વગેરેથી ચોથા વિકલ્પને સ્વીકારવા માટે સાંખ્યશાસ્ત્રમાં વર્ણવેલા બીજા બધા વિકલ્પો બધા પુરુષો માટે સમાન હોવાથી, ભોગોની ભિન્નતાની સમજૂતી ન આપી શકતા હોવાથી, દોષવાળા ગણીને ત્યજે छ. २३
__ यस्तु प्रत्यक्चेतनस्य स्वबुद्धिसंयोगः- प्रत्य (wit२) यैतन्यनो पोतानी બુદ્ધિ સાથે જે સંયોગ છે
तस्य हेतुरविद्या ॥२४॥ એનો હેતુ અવિદ્યા છે. ૨૪
भाष्य
विपर्ययज्ञानवासनेत्यर्थः । विपर्ययज्ञानवासनावासिता च न कार्यनिष्ठां पुरुषख्याति बुद्धिः प्राप्नोति, साधिकारा पुनरावर्तते । सा तु पुरुषख्यातिपर्यवसाना कार्यनिष्ठां प्राप्नोति, चरिताधिकारा निवृत्तादर्शना बन्धकारणाभावान्न पुनरावर्तते ।।
अत्र कश्चित्षण्डकोपाख्यानेनोद्धाटयति- मुग्धया भार्ययाभिधीयते षण्डकः । आर्यपुत्र, अपत्यवती मे भगिनी किमर्थं नाहमिति । स तामाहमृतस्तेऽहमपत्यमुत्पादयिष्यामीति । तथेदं विद्यमानं ज्ञानं चित्तनिवृत्ति न करोति, विनष्टं करिष्यतीति का प्रत्यशा । तत्राचार्यदेशीयो वक्ति-नन बुद्धिनिवृत्तिरेव मोक्षः, अदर्शनकारणाभावाद् बुद्धिनिवृत्तिः । तच्चादर्शनं बन्धकारणं दर्शनानिवर्तते । तत्र चित्तनिवृत्तिरेव मोक्षः । किमर्थमस्थान एवास्य मतिविभ्रमः ॥२४॥
અવિદ્યાનો અર્થ વિપર્યય જ્ઞાન (મિથ્યાજ્ઞાન)ની વાસના છે. વિપર્યયજ્ઞાનની વાસનાથી વાસિત (રંગાયેલી) બુદ્ધિ પુરુષખ્યાતિરૂપ પોતાના કર્તવ્યને પૂરું કરતી નથી, અને સાધિકાર હોવાથી પાછી ફરે છે. પુરુષખ્યાતિ ઉત્પન્ન થાય ત્યાં સુધી એનો અંત થતો નથી. પરંતુ પોતાનું કાર્ય સમાપ્ત થતાં એ ચરિતાધિકાર (કૃતકૃત્ય) બનીને નિવૃત્ત થયેલા અજ્ઞાનવાળી, બંધના કારણના અભાવને લીધે ફરીથી પાછી ફરતી નથી.