SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૨ સૂ. ૧૩ ફળવાળું મારું જે પાપમિશ્રિત કર્મ છે, એ મારા મોટા, મુખ્ય પુણ્યકર્મનો અપકર્ષ કરવા સમર્થ નથી. કારણ કે મારાં પુણ્ય કર્મનો સંચય એવડો મોટો છે કે એની સાથે ભળી જઈને મને સ્વર્ગમાં પણ થોડું દુઃખ આપશે.” - નિયતવિપાકવાળા મુખ્ય કર્મથી દબાયેલા રહીને લાંબા સમય સુધી રહેનારા કર્મોની શી વ્યવસ્થા છે? જે કર્મો નિયતવિપાકવાળાં હોય અને જેમનું ફળ અદષ્ટ (ભવિષ્ય) જન્મવેદનીય હોય, એ જ્યારે એકીસાથે ફળ આપવા પ્રવૃત્ત થાય ત્યારે એમની અભિવ્યક્તિના પરિણામે મરણ થાય છે. એમ કહ્યું છે પણ અદષ્ટ જન્મવેદનીય, અનિયતવિપાક કર્મથી મરણ થતું નથી. જે અદેખ જન્મવેદનીય અને અનિયતવિપાક કર્મ છે, એ અગાઉ કહ્યું એમ, નષ્ટ થાય, મુખ્ય સાથે ભળી જાય અથવા મુખ્ય કર્મથી દબાઈને લાંબા સમય સુધી ઉપાસના (તક મળે ફળ આપવાનો વિચાર) કરતું પડ્યું રહે. અથવા બળવાન કર્મ પાસે (ઉપ) બેસી રહે (આસીત), જ્યાં સુધી એની જાતિનું એને અભિવ્યક્ત કરે એવું, નિમિત્ત ભૂત કર્મ અને વિપાક માટે અભિમુખ ન કરે. વિપાક માટે સ્થળ, કાળ અને અભિવ્યક્તિના નિમિત્તનો નિશ્ચય ન હોવાથી, કર્મની ગતિ વિચિત્ર અને દુર્વિજ્ઞેય (મુશ્કેલીથી જાણી શકાય એવી) હોય છે. નિયમ અપવાદને કારણે બદલાતો નથી કે નિવૃત્ત થતો નથી, માટે કર્ભાશય એકભવિક છે, એમ બધા આ શાસ્ત્રના આચાર્યો સ્વીકારે છે. ૧૩ तत्त्व वैशारदी स्यादेतत्-अविद्यामूलत्वे कर्माशयस्य विद्योत्पादे सत्यविद्याविनाशान्मा नाम कर्माशयान्तरं चैषीत्, प्राचां तु कर्माशयानामनादिभवपरम्परासंचितानामसंख्यातानामनियतविपाककालानां भोगेन क्षपयितुमशक्यत्वादशक्योच्छेदः संसारः स्यादित्यत आह- सति मूले तद्विपाको जात्यायुर्भोगाः इति । एतदुक्तं भवतिसुखदुःखफलो हि कर्माशयस्तादर्थ्येन तन्त्रान्तरीकतया जन्मायुषी अपि प्रसूते । सुखदुःखे च रागद्वेषानुषक्ते तदविनिर्भागवर्तिनी तदभावे न भवतः । न चास्ति संभवो न च तत्र यस्तुष्यति वोद्विजते वा तच्च तस्य सुखं वा दुःखं वेति । तदियमात्मभूमिः क्लेशसलिलावसिक्ता कर्मफलप्रसवक्षेत्रमित्यस्ति क्लेशानां फलोपजननेऽपि कर्माशयसहकारितेति, क्लेशसमुच्छेदे सहकारिवैकल्यात्सनप्यनन्तोऽप्यनियतविपाककालोऽपि प्रसंख्यानदग्धबीजभावो न फलाय कल्पत इति । उक्तमर्थं भाष्यमेव द्योतयति
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy