SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ પા. ૧ સૂ. ૪૮] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [ ૧૨૧ પ્રકાશ થાય છે, જેથી એની પ્રજ્ઞા અસ્તિત્વ ધરાવતા બધા પદાર્થોનું ક્રમવિના સ્પષ્ટ દર્શન કરે છે. આ વિષે કહ્યું પણ છે :- “શોકરહિત પ્રાજ્ઞ પુરુષ પર્વતના શિખર પર રહેલો મનુષ્ય જેમ ભૂમિપર રહેલાઓને જુએ, એમ પ્રજ્ઞાના પ્રાસાદ પર ચઢીને શોક કરતાં બધાં પ્રાણીઓને જુએ છે.” ૪૭ तत्त्व वैशारदी चतुसृष्वपि समापत्तिषु ग्राह्यविषयासु निर्विचारायाः शोभनत्वमाहनिर्विचारवैशारद्येऽध्यात्मप्रसादः । वैशारद्यपदार्थमाह- अशुद्धीति । रजस्तमसोरुपचयोऽशुद्धिः सैवावरणलक्षणो मलस्तस्मादपेतस्य प्रकाशात्मनः प्रकाशस्वभावस्य बुद्धिसत्त्वस्य । अतएवानभिभूत इति । स्यादेतत्-ग्राह्यविषया चेत्समापत्तिः कथमात्मविषय: प्रसाद इत्यत आह-भूतार्थविषय इति । नात्मविषयः किं तु तदाधार इत्यर्थः । क्रमाननुरोधी । युगपदित्यर्थः । अत्रैव परमर्षिगाथामुदाहरति-त -તથા નૈતિ। ज्ञानालोकप्रकर्षेणात्मानं सर्वेषामुपरि पश्यन्दुखत्रयपरीताशोचतो जनाञ्जानाति ||४७॥ ગ્રાહ્યવિષયક ચાર સમાપત્તિઓમાં નિર્વિચારનું શુભપણું જણાવે છે. નિર્વિચારમાં વિશારદ થવાથી યોગીની અંદર પ્રકાશ થાય છે. “અશુદ્ધયાવરણમલાપેતસ્ય”... વગેરેથી વૈશારઘ શબ્દનો અર્થ કહે છે. રજોગુણ અને તમોગુણ વધે એ અશુદ્ધિ છે. એ જ આવરણ કરનાર મળ છે. એ બે વિનાનું બુદ્ધિસત્ત્વ સ્વભાવે જ પ્રકાશરૂપ છે. તેથી એ મળથી અભિભૂત થતું નથી. પણ સમાપત્તિ બાહ્યવિષયક હોય, તો આત્મવિષયક પ્રકાશ કેવી રીતે થાય ? એના જવાબમાં “ભૂતાર્થ વિષયઃ”...... થી કહે છે કે ભલે આત્મા એનો વિષય ન હોય, પણ આત્મા જેમનો આશ્રય છે, એવા હકીકતમાં અસ્તિત્વ ધરાવતા પદાર્થો એનો વિષય છે. “ક્રમાનનુરોધી” એટલે ક્રમની અપેક્ષાવિના એકી સાથે બધા પદાર્થોને પ્રકાશિત કરે છે. “તથા ચ” વગેરેથી આ વિષે મહાન્ ઋિષની ગાથાનો ઉલ્લેખ કરે છે. પોતે બધાથી ઉપર જ્ઞાન-પ્રકાશના સર્વોચ્ચ બિન્દુએ સ્થિર થઈને ત્રિવિધ દુઃખોથી ઘેરાયેલા, શોક કરતા લોકોને જુએ છે- જાણે છે. ૪૭ ऋतम्भरा तत्र प्रज्ञा ॥ ४८ ॥ ત્યાં ઋતંભરા પ્રજ્ઞા છે. ૪૮ भाष्य तस्मिन्समाहितचित्तस्य या प्रज्ञा जायते तस्या ऋतम्भरेति संज्ञा
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy