________________
૧૧૪]
પતંજલિનાં યોગસૂત્રો
[પા. ૧ સૂ. ૪૪
લોકોએ એના પ્રત્યક્ષ) વડે અનુભવાતી સ્થૂલતાનું વિકલ્પ વિનાનું અસ્તિત્વ-ભલે તેઓ (સ્થૂલ પદાર્થોની) કામના વિનાના નિષ્કામ પુરુષો હોય છતાં પણ-સ્વીકારવું જોઈએ. એની સત્તાને નકારતા લોકો પોતાને જ નકારે છે. અત્યંત સૂક્ષ્મ અને વિજાતીય (ભિન્ન જાતિના) પરમાણુઓથી અંતર વિનાના પરમાણુઓ અનુભવનો વિષય બને છે, એવું સ્વીકારતો મત પોતે જ વ્યાહત (પોતાની મેળે હણાયેલો) છે. આ વાત “યસ્ય પુનરવસ્તુકઃ સ પ્રચયવિશેષ:....”વગેરેથી કહી છે.
ભલે, તો પછી સૂક્ષ્મ પરમાણુઓ નિર્વિકલ્પ (પ્રત્યક્ષ)ના વિષય બનો. એના જવાબમાં “સૂક્ષ્મ ચ કારણમનુપલભ્યમવિકલ્પસ્ય...” વગેરેથી કહે છે કે અવયવીના અભાવના કારણે, અતદ્રુપપ્રતિષ્ઠ (વસ્તુના પોતાના રૂપમાં પ્રતિષ્ઠિત નથી એવું) જ્ઞાન મિથ્યા જ્ઞાન છે, એવું (મિથ્યાજ્ઞાનનું) લક્ષણ હોવાથી, બધું જ જ્ઞાન- ભલે સ્થૂલતાને અવલંબતું હોય કે એના અધિષ્ઠાનરૂપ સત્તાને અવલંબતું હોય-મિથ્યાજ્ઞાન છે, એવો અર્થ છે. આમ હોવા છતાં, અવયવી તરીકે અપ્રકાશિત રહેતું જ્ઞાન, સ્વયં જ્ઞાનરૂપ હોવાથી પોતાના સ્વરૂપમાં મિથ્યા નથી, તેથી ભાગ્યકાર “પ્રાયણ", મોટાભાગનું (બૌદ્ધોનું) જ્ઞાન મિથ્યા છે, એમ કહે છે.
આવું હોય તો પણ શી હાનિ છે ? એના જવાબમાં “તદા ચ...” વગેરેથી કહે છે કે (સ્થૂલ પદાર્થની) સત્તાનું જ્ઞાન જો મિથ્યા હોય તો સત્તા વગેરેના હેતુરૂપ નિરવયવત્વ વગેરે જ્ઞાન પણ મિથ્યા જ છે. કારણ કે એનો વિષય પણ | વિકલ્પરહિત (પ્રત્યક્ષ)થી જણાતો અને નિશ્ચિતરૂપે જાણવા ઇચ્છેલો પૂલ પદાર્થ જ
છે. અને એવો પદાર્થ તો એમના મતમાં નથી, એવું તાત્પર્ય છે. વિષયનો જ અભાવ કેવી રીતે કહેવાય ? એના જવાબમાં “યઘદુપલભ્યતે, તત્તદવયવિવેનાધ્રાતમ્” વગેરેથી કહે છે કે જે જે વિષય તરીકે ઉપલબ્ધ થાય છે, એ અવયવીપણાથી સંબદ્ધ છે. વિરોધનો પરિવાર પરિણામવૈચિત્ર્યથી, (કારણ અને કાર્યના) ભેદ અને અભેદથી અને કહેલી યુક્તિઓ અનુસાર કરવો જોઈએ. આમ બધું રમણીય છે. ૪૩
एतयैव सविचारा निर्विचारा च सूक्ष्मविषया व्याख्याता ॥४४॥
આનાથી જ સૂક્ષ્મવિષયવાળી સવિચાર અને નિર્વિચાર (સમાપત્તિ) સમજાવાઈ છે. ૪૪
भाष्य
तत्र भूतसूक्ष्मेष्वभिव्यक्तधर्मकेषु देशकालनिमित्तानुभवावच्छिन्नेषु