SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પા. ૧ સૂ. ૩૦] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્વવૈશારદી [૮૧ અનુષ્ઠાન ન કરવું. આળસ એટલે શરીર અને મનના ભારેપણાથી પ્રવૃત્તિનો અભાવ. અવિરતિ એટલે ચિત્તમાં વિષયોના સંયોગનો લોભ. ભ્રાન્તિ દર્શન એટલે મિથ્યાજ્ઞાન. અલબ્ધ ભૂમિકત્વ એટલે સમાધિની ભૂમિની અપ્રાપ્તિ. અનવસ્થિતત્વ એટલે ભૂમિલાભ થયા પછી એમાં ચિત્તની સ્થિરતાનો અભાવ. સમાધિ લાભ થતાં ચિત્ત અવસ્થિત (સ્થિર) થાય છે. આ નવ ચિત્તવિક્ષેપો યોગના મળ કે યોગના વિરોધી હોવાથી અંતરાયો કહેવાય છે. ૩૦ तत्त्व वैशारदी पृच्छति-अथ क इति । सामान्येनोत्तरम् - य इति । विशेषसंख्ये पृच्छतिके पुनः इति । उत्तरं व्याधीत्यादिसूत्रम् । अन्तराया नव । एताश्चित्तवृत्तयो योगान्तराया योगविरोधिनश्चित्तस्य विक्षेपाः । चित्तं खल्वमी व्याध्यादयो योगाद्विक्षिपन्त्यपनयन्तीति विक्षेपाः । योगप्रतिपक्षत्वे हेतुमाह-सहैत इति । संशयभ्रान्तिदर्शने तावद्वृत्तितया वृत्तिनिरोधप्रतिपक्षौ । येऽपि न वृत्तयो व्याधिप्रभृतयस्तेऽपि वृत्तिसाहचर्यात्तत्प्रतिपक्षा इत्यर्थः । पदार्थान्व्याचष्टे-व्याधिरिति । धातवो वातपित्तश्लेष्माणः, शरीरधारणात् । अशितपीताहारपरिणामविशेषो रस: । करणानीन्द्रियाणि । तेषां वैषम्यं न्यूनाधिकभाव इति । अकर्मण्यता कर्मानर्हता । संशय उभयकोटिस्पृग्विज्ञानम् । सत्यप्यतद्रूपप्रतिष्ठत्वेन संशयविपर्यासयोरभेदे उभयकोटिस्पर्शास्पर्शरूपावान्तरविशेषविवक्षयात्र भेदेनोपन्यासः । अभावनमकरणं तत्राप्रयत्न इति यावत् । कायस्य गुरुत्वं कफादिना । चित्तस्य गुरुत्वं तमसा । गर्धस्तृष्णा । मधुमत्यादयः समाधिभूमयः । लब्धभूमेर्यदि तावतैव सुस्थितंमन्यस्य समाधिभ्रेषः स्यात्ततस्तस्या अपि भूमेरपाय: स्यात् । यस्मात्समाधिप्रतिलम्भे तदवस्थितं स्यात्तस्मात्तत्र प्रयतितव्यमिति ॥३०॥ “અથ કે અન્તરાયા ?”થી પ્રશ્ન કરે છે, અને “યે ચિત્તસ્ય વિલેપાર્ગથી સામાન્ય ઉત્તર આપે છે. “કે પુનઃ?'થી નિશ્ચિત સંખ્યા પૂછે છે. અને “વ્યાધિસ્યાન” વગેરે સૂત્રથી જવાબ આપે છે. આ નવ ચિત્તવૃત્તિઓ યોગના અંતરાયો છે, કે યોગના વિરોધી ચિત્તવિક્ષેપો છે. આ વ્યાધિ વગેરે ચિત્તને યોગથી દૂર ફેંકે છે કે લઈ જાય છે, તેથી વિક્ષેપ કહેવાય છે. “સëતે ચિત્તવૃત્તિભિઃ ભવન્તિ”થી યોગ વિરોધી કેમ છે એનો હેતુ દર્શાવે છે. સંશય અને ભ્રાન્તિદર્શન વૃત્તિઓ હોવાથી વૃત્તિનિરોધરૂપ યોગની પ્રતિપક્ષી (વિરોધી) છે. વ્યાધિ વગેરે વૃત્તિઓ નથી, છતાં વૃત્તિના સહભાવી હોવાથી યોગના પ્રતિપક્ષી છે, એવો અર્થ છે. “વ્યાધિર્ધાતુરસકરણવૈષમ્યમ્” વગેરેથી સૂત્રના શબ્દોના અર્થની સ્પષ્ટતા કરે છે. વાત, પિત્ત, અને કફ ધાતુઓ છે, કારણ
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy