SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮] પતંજલિનાં યોગસૂત્રો [પા. ૧ સૂ. ૨૪ નિપજાવે છે. એનું સદશ પરિણામ પ્રલયકાળમાં એની સામ્યવસ્થા છે. તેથી, મંત્રો અને આયુર્વેદનું પ્રણયન કરનાર ભગવાનનું રજ-તમસના મળોના આવરણ વિનાનું, ચોતરફ પ્રકાશનું બુદ્ધિસત્વ અવશ્ય સ્વીકારવું જોઈએ. અભ્યદય (લૌકિક પ્રગતિ) અને નિઃશ્રેયસ (મોક્ષ)નો ઉપદેશ કરનાર વેદરાશિ ભગવાને રચ્યો છે, એ એમની બુદ્ધિમાં સત્ત્વના પ્રકર્ષથી જ શક્ય બને. અને સત્ત્વના પ્રકર્ષમાં રજન્સતમસથી પ્રગટતા ભ્રમ અને છેતરપિંડી રહી શકે નહીં. તેથી શાસ્ત્ર પ્રકૃષ્ટ સત્ત્વના કારણે ઉત્પન્ન થાય છે, એમ સિદ્ધ થયું. ભલે. પ્રકૃષ્ટ સત્ત્વનું કાર્ય હોવાથી પ્રકૃષ્ટ જ્ઞાનવાળું શાસ્ત્ર સાચો વ્યવહાર ઉપદેશી શકે. પરંતુ એ શેષવત્ (બાકી રહેલા ચિન્હથી વસ્તુનું) અનુમાન છે, આગમ (શબ્દ) પ્રમાણ નથી. આના જવાબમાં કહે છે કે ઈશ્વરમાં રહેલા પ્રકૃષ્ટ સત્ત્વ અને શાસ્ત્રનો સંબંધ અનાદિ છે. શાસ્ત્ર પ્રકૃ સત્તાનું કાર્ય છે, માટે પ્રકૃષ્ટ જ્ઞાનનો ઉપદેશ આપે છે, એવું નથી, પણ અનાદિ વા-વાચક સંબંધથી બોધ આપે છે. ઈશ્વરના દિવ્ય ચિત્તસત્ત્વમાં પ્રકર્ષ છે, અને એ પ્રકર્ષને દર્શાવતું શાસ્ત્ર પણ ત્યાં જ રહે છે. - આ ચર્ચા પૂરી કરતાં ભાષ્યકાર કહે છે કે ઈશ્વરની દિવ્ય જ્ઞાનશક્તિના પ્રકર્ષને જણાવતું શાસ્ત્ર એક બીજી વાત પણ કહે છે કે વિષયીના આશ્રયવિના વિષય ટકી શકે નહીં. તેથી વિષયરૂપ શાસ્ત્રથી પ્રકાશિત લક્ષણવાળા એ વિષયી ઈશ્વર સદૈવ ઈશ્વર છે, સદૈવ મુક્ત છે. “તચ્ચ તસ્વૈશ્વર્ય સામ્યાતિશયોનિમુક્તમ્” વગેરેથી કહે છે કે ઈશ્વર જેમ બીજા સાધારણ પુરુષોથી ભિન્ન છે, એમ બીજા ઈશ્વરથી પણ જુદો છે. “ન તાવત” વગેરેથી એનાથી અધિક ઐશ્વર્યયુક્ત કોઈ નથી, એમ કહે છે. કારણ કે બીજાના ઐશ્વર્યની અતિશયતાથી રહિત હોય એને જ ઐશ્વર્યયુક્ત કહેવાય. “તમાઘત્ર”... વગેરેથી અતિશયની પરાકાષ્ઠા ન પામ્યા હોય, એવાઓનું ઐશ્વર્ય ઔપચારિક (ગૌણ) છે, એમ કહે છે. “ન ચ તસમાનમ્” વગેરેથી કહે છે :- એના જેવું ઐશ્વર્ય બીજામાં નથી, એમ કહે છે. “યોશ્ચ”.... વગેરેથી કહે છે : પ્રાકામ્ય કે અપ્રતિહત ઇચ્છાનો વિઘાત થાય, તો એકનું અલ્પ સામર્થ્ય પ્રગટ થાય અથવા કાર્ય ઉત્પન્ન ન થાય, તો બંનેની ઇચ્છાનો પ્રતિઘાત થાય. કદાચ કાર્ય ઉત્પન્ન થાય તો પણ વિરુદ્ધ ધર્મોના આશ્રયવાળું હોય. સરખા અભિપ્રાયવાળા બે ઈશ્વર છે, એમ માનવા કરતાં એક ઈશ્વર સર્વનું શાસન કરે છે, એમ માનવું વધારે યોગ્ય છે. દિવ્ય શાસનનો હેતુ એક ઈશ્વરથી પૂરો થાય છે. ઘણા ઈશ્વરો મતૈિક્યથી કાર્ય કરે છે, એમ માનીએ, તો એ (ગણતંત્રની)
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy