________________
[૮] ઇન્દ્રિયોને અને અવિકારી ચિતિશક્તિરૂપ ગ્રહીતા પુરુષના પોતાની અંદર પ્રતિબિંબિત થયેલા સ્વરૂપને પણ પોતાનાથી તદ્દન ભિન્ન એવા રૂપે વિવેકપૂર્વક આડકતરી રીતે જાણી શકે છે. પરવૈરાગ્યથી આવી વિવેકખ્યાતિને પણ ગુણાત્મક જાણી, સંસ્કારશેષ બનેલું ચિત્ત જ્યારે પોતાના કારણ-અવ્યક્ત પ્રકૃતિમાં વિલીન થઈ જાય, ત્યારે દ્ર પુરુષ કે આત્મા પોતાના શુદ્ધ, અપરિણામી ચિન્માત્ર સ્વરૂપમાં અવસ્થિત થાય એ કેવલ્ય- મોક્ષ છે, અને એ યોગદર્શનનું લક્ષ્ય છે.
પ્રસ્તુત ગ્રંથમાં શ્રી પતંજલિ મુનિનાં યોગસૂત્રો, એ યોગસૂત્રોપર શ્રી વ્યાસનું “સાંખ્યપ્રવચન ભાષ્ય” અને ભાષ્યપર શ્રી વાચસ્પતિ મિશ્રની “તત્ત્વ વૈશારદી” વ્યાખ્યાનો ગુજરાતી અનુવાદ રજૂ કરવામાં આવ્યો છે. મૂળ સૂત્રોને ચાર પાદોમાં વિભાજિત કરવામાં આવ્યાં છે. પહેલા સમાધિપાદમાં એકાવન, બીજા સાધનપાદમાં પંચાવન. ત્રીજા વિભૂતિવાદમાં પંચાવન અને ચોથા કૈવલ્યપાદમાં ચોત્રીસ સૂત્રો છે. બધાં મળીને એકસો પંચાણુ સૂત્રો છે.
અહીં યોગસૂત્રોની વિષયવસ્તુનું સંક્ષેપમાં નિરૂપણ કરવામાં આવશે, જેથી જનસાધારણને એના શાસ્ત્રીય સ્વરૂપનું આકલન કરવામાં સરળતા રહે. પરંતુ સૌ પ્રથમ એક વાત સમજવી આવશ્યક છે કે શ્રી પતંજલિમુનિ વેદનાં સૂક્તોમાં અને ઉપનિષદોમાં કહેલા પુરુષ કે આત્માની નિત્યમુક્ત અવસ્થા કે એનું નિત્યકૈવલ્ય સ્વીકારે છે. પણ સાથે સાથે જગતના વ્યવહારને મિથ્યા ગણી અવગણવાને બદલે ત્રણ ગુણોનો સિદ્ધાન્ત રજૂ કરી એની બુદ્ધિગમ્ય સમજૂતી આપે છે, અને આમ આદર્શવાદ અને વાસ્તવવાદ વચ્ચે સામંજસ્ય સ્થાપે છે. આ રીતે સર્વસ્પર્શી-અર્થાત્ બધી કક્ષાના મનુષ્યો માટે કલ્યાણનો-માર્ગ પ્રશસ્ત થાય છે. વિશ્વને સૌ સમજી શકે એ રીતે ગ્રહીતા, ગ્રહણ અને ગ્રાહ્ય-જ્ઞાતા, જ્ઞાન અને શેય - એ ત્રણ મૂળ ઘટકોના સંદર્ભમાં સમજાવી, એ દૃષ્ટિનો સંકોચ કરી, દ્રા અને દશ્ય એ બે તત્ત્વોનું બનેલું દર્શાવી, કૃતકૃત્ય પુરુષ પ્રત્યે જગતરૂપ દશ્યને અદશ્ય બની જતું કે હંમેશ માટે નષ્ટ થઈ જતું બતાવી, પુરુષની કેવલતા-એકતા-મનુષ્ય બુદ્ધિ સમજી શકે એ રીતે સિદ્ધ કરે છે. ચિત્તનના આ ત્રણ તબક્કાઓ પરસ્પર વિરોધી નથી. કારણ કે ત્રિગુણાત્મક ચિત્તમાં પ્રતિબિંબિત થતા જીવો અસંખ્ય છે, જેમને પતંજલિ ગ્રહીતાના વર્ગમાં મૂકે २. समाधिप्रज्ञायां प्रज्ञेयोऽर्थः प्रतिबिम्बीभूतस्यालंबनीभूतत्वादन्यः... तस्मात्प्रतिबिम्बी
પૂતોડW: પ્રજ્ઞાય વેરાવધાર્યત સ પુરુષ: I ૪. ૨૩ વ્યાસભાષ્ય. 3. कृतभोगापवर्गाणां पुरुषार्थशून्यानां गुणानां यः प्रतिप्रसवः तत्कैवल्यम् । स्वरूपप्रतिष्ठा
पुनर्बुद्धिसत्त्वानभिसम्बन्धात्पुरुषस्य चितिशक्तिरेव केवला, तस्याः तथैवावस्थानं વૈશવચમ્ | ૪.૩૪ વ્યાસભાષ્ય.