SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ હા, હવે જે પ્રમાત્મક બાધ-જ્ઞાન છે ત્યાં જોઈએ. એક માણસ હૂઁવો વદ્ઘિમાન્ ધૂમાત્ એવી અનુમિતિ કરવા માંગે છે તે વખતે છૂટો વધ્યમાવવાનું એવું પક્ષ = હૃદમાં સાધ્ય = વહિના બાધનું જ્ઞાન થયું. હવે આ બાધજ્ઞાન તો પ્રમાત્મક છે, કેમકે હૃદ વન્યભાવવાન્ છે જ. માટે આ જ્ઞાન યાદશવિશિષ્ટવિષયક જ્ઞાન બને. અહીં વર્જ્યભાવવત્ હૃદત્વથી વિશિષ્ટ વર્જ્યભાવવદ્ હૂદ છે જ, અર્થાત્ વન્યભાવવછૂંદાવચ્છિન્નવભાવવદ્ હૃદ પ્રસિદ્ધ છે. માટે તદ્નપાવચ્છિન્ન = વર્જ્યભાવવછૂંદાવચ્છિન્નવત્ત્વભાવવદ્ હૃદ એ બાધ દોષ બન્યો અને તેથી પૂરો વહ્વિમાન્ ધૂમાવ્ સ્થલીય ધૂમ હેતુ બાધિત અસદ્વેતુ = દુષ્ટ બન્યો. પ્રાચીનો સત્પ્રતિપક્ષ દોષને અનિત્ય માને છે, અર્થાત્ કોઈ ભ્રાન્ત સત્પ્રતિપક્ષ ઊભો કરી દે તો સદ્વેતુ પણ સત્પ્રતિપક્ષિત થઈ જાય એમ તેમનું કહેવું છે. જ્યારે એ ભ્રમ નિવૃત્ત થઈ જાય ત્યારે હેતુ સદ્ઘતિપક્ષિત ન રહે કિન્તુ સદ્વેતુ બની જાય. આ જ પ્રાચીનો બાધ-દોષમાં આવું માનતા નથી કે ભ્રાન્ત બાધ ઊભો થાય તો સદ્વેતુ બાધિત (બાધ-દોષથી દુષ્ટ) બની જાય અને ભ્રમ દૂર થતાં તે હેતુ નિર્દષ્ટ બની જાય. આમ પ્રાચીનો સત્પ્રતિપક્ષને અનિત્ય દોષ માને છે જ્યારે બાધને નિત્ય દોષ માને છે. જ્યારે નવ્યો તો આ બે ય દોષને નિત્ય માને છે, અર્થાત્ ભ્રાન્ત સત્પ્રતિપક્ષ ઊભો થાય ત્યારે જે સદ્વેતુ છે તે દુષ્ટ થાય અને પછી ભ્રમ ચાલ્યો જાય એટલે તે સદ્વેતુ નિર્દષ્ટ થઈ જાય એવું નવ્યો માનતા નથી. તેઓ તો કહે છે કે સદ્વેતુ કદી પણ દુષ્ટ બની શકે નહિ અને જે દુષ્ટ હેતુ છે તે કદી સદ્વેતુ બની શકે નહિ. = હવે પ્રાચીનો પોતાના મતાનુસાર વિચાર મૂકે છે અને નવ્યો ઇષ્ટાપત્તિથી તેનો જવાબ કેવી રીતે વાળે છે ? તે જોઈએ. मुक्तावली : न च वन्यभावव्याप्यपाषाणमयत्ववानिति परामर्शकाले वह्निव्याप्यधूमस्याभासत्वं न स्यात्, तत्र वह्न्यभावव्याप्यवान् पक्ष इति विशिष्टस्याप्रसिद्धत्वादिति वाच्यम्, इष्टापत्तेः, अन्यथा बाधस्याप्यनित्यदोषत्वापत्तेः । મુક્તાવલી : પ્રાચીનો : પર્વતો વદ્ધિમાન્ ધૂમાન્ । આ અનુમિતિ સામે પર્વતો વદ્યમાવવાનું પાષાળમયાત્ અનુમિતિ ઊભી કરી. હવે યકૂપાવચ્છિન્નવિષયજ્ઞાનમ્ અનુમિતિવ્રુત્તિનન્યન્ત તનૂપાવચ્છિન્નવિષયો રોષઃ એવું તમે કહ્યું એટલે અહીં ધૂમ હેતુ દુષ્ટ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૦૨)
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy