SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શુક્લત્વાદિ જાતિઓ જ છે. આમ જે પ્રતિયોગિતાવચ્છેદક બને છે તે જ સાધ્યતાવચ્છેદક છે જ બને છે. એટલે પ્રતિયોગિતાનવચ્છેદક એવું સાધ્યતાવચ્છેદક ન બનવાથી તાદશ જ એ સાધ્યસામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિ પણ પૃથ્વીત્વ હેતુમાં ન જતાં લક્ષણની અવ્યાપ્તિ થઈ. આ જ ઉત્તરપક્ષ: તો હજી પણ આ લક્ષણમાં અમે પરિષ્કાર કરીશું. પ્રતિયોગિતાવચ્છેદક જ એ જ સાધ્યતાવચ્છેદક બની જવાથી લક્ષણની અવ્યાપ્તિ થઈ એટલે અહીં અમે હવે એમ જ કહીશું કે સાધ્યતાનો જે અવચ્છેદક લેવાનો તે સાધ્યતાનો સાક્ષાત્ અવચ્છેદક નહિ લેવાનો કિન્તુ જે પરંપરયા સાધ્યતાવચ્છેદક હોય તેને સાધ્યતાવચ્છેદક તરીકે લેવાનો. - સાધ્ય = રૂત્વવ્યાપ્યજાતિમદ્ શુક્લાદિ રૂપો છે, તેમાં સાધ્યતા રહી, એ સાધ્યતાનો સાક્ષાત્ અવચ્છેદક શુક્લત્વાદિ જાતિ થયો. આ શુક્લત્વાદિ જાતિ એ છે સાધ્યતાવચ્છેદક બને માટે આ શુક્લત્વાદિ જાતિમાં સાધ્યતાવચ્છેદકતા રહી. આ જ - સાધ્યતાવચ્છેદકતાનો અવચ્છેદક શુક્લત્વાદિજાતિત્વ બન્યો. હવે સાધ્યતાવચ્છેદકતાનો જ અવચ્છેદક જાતિત્વ એ સાધ્યતાનો પરંપરયાવચ્છેદક કહેવાય. (સાધ્યમાં રહે તે જ સાધ્યતાવચ્છેદક કહેવાય. જાતિત્વ એ સ્વાશ્રયસમવાયસંબંધથી સાધ્યમાં રહી જાય છે છે માટે તે સાધ્યતાવછેદક કહેવાય. સ્વ = જાતિત્વ, તદાશ્રય = જાતિ, એનો સમવાય છે શુક્લાદિ રૂપાત્મક સાધ્યમાં છે જ.) જ આમ એ વાત નક્કી થઈ કે પ્રકૃતિ અનુમાનમાં (પરંપરયા) સાધ્યતાવચ્છેદક જાતિત્વ કી છે. હવે પ્રતિયોગિતાવચ્છેદક તો સાક્ષાત્ જ લેવાનો છે. હત્યધિકરણ નીલાદિ ઘટમાં જ શુક્લાદિ રૂપના અભાવ મળે છે માટે એ અભાવની પ્રતિયોગિતાનો અવચ્છેદક જ જ શુક્લત્વાદિ જાતિઓ બને. આમ પ્રતિયોગિતાવચ્છેદક શુક્લત્વાદિ જાતિ બની અને તે છે (પરંપરયા) સાધ્યતાવચ્છેદક જાતિત્વ બન્યું એટલે પ્રતિયોગિતાનવચ્છેદક એવો આ તિ છે. સાધ્યતાવાદક બની ગયો. નીલઘટમાં રૂપત્વવ્યાપ્યશુક્લત્વાદિજાતિમનો અભાવ છે મળી શકે માટે પ્રતિયોગિતાવચ્છેદક શુક્લત્વાદિ જાતિ બને. પણ નીલ ઘટમાં છે રૂપત્વવ્યાપ્યજાતિમનો અભાવ તો ન જ મળે, કેમકે ઘટમાં રૂપત્વવ્યાપ્યનીલત્વજાતિમત્તે છે તો નીલરૂપ છે જ. એ તો ઘટ રૂપરહિત હોય તો જ તેમાં આવો અભાવ મળે. જો કે નીલઘટમાં રૂપત્વવ્યાપ્યજાતિમનો અભાવ = રૂપત્વવ્યાપ્યશુક્લત્વાદિજાતિમદ્ શુક્લાદિ પર બધા રૂપોનો અભાવ મળી જાત તો તે અભાવનો પ્રતિયોગી જાતિ બનત અને આ પ્રતિયોગિતાવચ્છેદક જાતિત્વ બનત અને આ જાતિત્વ જ પરંપરયા સાધ્યતાવચ્છેદક છે છે એટલે પ્રતિયોગિતાનવચ્છેદક એવું સાધ્યતા વચ્છેદક ન બનત. પણ આવું બનતું નથી માટે પ્રતિયોગિતાવચ્છેદક શુક્લત્વાદિ જાતિ બની અને સાધ્યતાવચ્છેદક જાતિત્વ બન્યું - ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ ૦ (૩૦) એ છે કે
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy