SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ मुक्तावली : न च तेन कर्मणैव कथं देशान्तरविभागो न जन्यत इति वाच्यम्, एकस्य कर्मण आरम्भकसंयोगप्रतिद्वन्द्विविभागजनकत्वस्यानारम्भकसंयोगप्रतिद्वन्द्विविभागजनकत्वस्य च विरोधात् । अन्यथा विकसत्कमलकुड्मलभङ्गप्रसङ्गात् । तस्माद्यदीदमनारम्भकसंयोगप्रतिद्वन्द्विविभागं जनयेत्तदारम्भकसंयोगप्रतिद्वन्द्विविभागं न जनयेत् । મુક્તાવલી : શંકાકાર : કપાલના વિભાગથી કપાલ-આકાશનો વિભાગ થાય છે તેમ શા માટે કહો છો ? કપાલમાં ઉત્પન્ન થયેલી ક્રિયાથી જ આકાશ-કપાલવિભાગ થાય છે તેમ માનો ને ? કેમકે તેમ માનવાથી અન્યતર કર્મજન્ય વિભાગ માનેલો હોવાથી વિભાગજન્ય વિભાગ નામના ત્રીજા પ્રકારના વિભાગને માનવાનું ગૌરવ કરવું નહીં પડે. નૈયાયિક : ના, તે રીતે કર્મને કપાલ-આકાશના વિભાગનો હેતુ માની શકાય નહીં, કેમકે કપાલમાં ઉત્પન્ન થયેલી ક્રિયાથી જે વિભાગ ઉત્પન્ન થાય છે તે ઘટ દ્રવ્યના આરંભક કપાલહ્રયસંયોગનો વિરોધી છે, કેમકે આ વિભાગ કપાલદ્વયના સંયોગનો નાશ કરીને ઘટનો નાશ કરે છે, અર્થાત્ કપાલમાં જે કર્મ ઉત્પન્ન થયું છે તે અવયવનો જે સંયોગ છે તેના વિરોધી એવા વિભાગનું જનક = ઉત્પાદક છે. તેથી તે ક્રિયા દ્રવ્યના અનારંભક સંયોગ કપાલ-આકાશસંયોગવિરોધી વિભાગની જનક બની શકે નહીં. = બીજી રીતે કહીએ તો જે ક્રિયા અનારંભક સંયોગવિરોધી વિભાગની જનક હોય તે જ ક્રિયા આરંભક સંયોગવિરોધી વિભાગની જનક ન જ બને. તેથી કપાલમાં ઉત્પન્ન થયેલા કર્મથી કપાલ-આકાશનો વિભાગ માની શકાય નહીં. પણ કપાલ-આકાશનો પણ વિભાગ તો થયો જ છે, તેથી પૂર્વે થયેલા કપાલદ્વયના વિભાગે આ વિભાગને ઉત્પન્ન કર્યો છે તેમ માનવું જ પડે. તેથી કપાલના વિભાગથી જન્ય કપાલ-આકાશ વિભાગ છે તેમ કહ્યું છે. શંકાકાર : દ્રવ્ય-આરંભક સંયોગવિરોધી વિભાગ-જનક કર્મ દ્રવ્ય-અનારંભક સંયોગ-વિરોધી વિભાગ-જનક ન જ બની શકે તેવો તમારો નિયમ શી રીતે માની શકાય? :: નૈયાયિક : જો ઉપરોક્ત નિયમ ન માનો તો વિકસેલા કમળની કળીઓના વિકાસ સાથે જ તેનો ભંગ થઈ જવાની આપત્તિ આવે. જુઓ; સૂર્યનો ઉદય થતાંની સાથે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૭૧)
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy