SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ક જે પરિમાણનો પણ નાશ થાય છે તેવી તમારી વાત માની શકાય તેમ નથી, કારણ કે જ્યારે આ આ ઘટ અવયવી વિદ્યમાન છે ત્યારે તેમાંથી ત્રણ-ચાર પરમાણુ કાઢી લઈએ કે તેમાં ત્રણછે. ચાર નવા પરમાણુ ઉમેરી દઈએ તો ઘટનું પરિમાણ ઓછું થતાં કે વધારે થતાં ઘટના છે. - પૂર્વ પરિમાણનો તો નાશ થયો જ, પરંતુ તે પરિમાણનો આશ્રય ઘટ હજુ વિદ્યમાન ન હોવાથી તે ઘટનો તો નાશ થયો નથી જ. આમ આશ્રયનાશ થયા વિના પરિમાણનાશ થતો જોવા મળવાથી તમારી વાતમાં વ્યતિરેક વ્યભિચાર આવ્યો. નૈયાયિક : ના, અમારી વાતમાં વ્યતિરેક વ્યભિચાર છે જ નહીં, કેમકે ત્યાં પણ આ ઘટનો નાશ થયો જ છે અને ઘટનો નાશ થવાથી જ પરિમાણનો નાશ થયો છે. જે છે ત્રણ-ચાર પરમાણુઓ કાઢી લીધા તેનો અર્થ એ થયો કે યણુકનો નાશ થયો. તે છે છે યણુકનો નાશ થવાથી ચણકનો નાશ થાય. એમ કરતાં કરતાં કપાલનો અને યાવત્ ઘટનો છે. નાશ પણ થાય જ છે અને તેથી ત્રણ-ચાર પરમાણુ વિનાનો નવો ઘડો ઉત્પન્ન થાય છે. આ મક શંકાકાર : પણ પૂર્વે જે ઘટ હતો તે જ ઘટ (ત્રણ-ચાર પરમાણુ કાઢી લીધા પછી જ જ પણ) આ છે તેવી પ્રત્યભિજ્ઞા તો થાય જ છે, તેથી જુનો ઘટ નાશ પામીને નવો ઘટ ઉત્પન્ન થયો છે તેમ શી રીતે માની શકાય ? નૈયાયિકઃ જુનો ઘટ નાશ પામ્યો નથી અને નવો ઘટ ઉત્પન્ન થયો નથી માટે “આ તે જ ઘટ છે તેવી પ્રત્યભિજ્ઞા થાય છે તેવું માનવાની જરાય જરૂર નથી, કેમકે પૂર્વે જણાવ્યા પ્રમાણે ત્રણ-ચાર પરમાણુ દૂર થતાં જ જુના મહાવયવી ઘટનો તો નાશ થઈ એ જ જાય છે અને પછી ત્રણ-ચાર પરમાણુ રહિતનો નવો ઘડો ઉત્પન્ન થાય છે. છે. ત્યાર પછી પણ “આ તે જ ઘટ છે' એવી પ્રત્યભિજ્ઞા સાજાત્યના કારણે થાય છે. પૂર્વઘટ અને નૂતન ઘટમાં ઘણું સાજાત્ય હોવાથી આપણને “આ ઘટ પણ તે જ ઘટ છે છે તેવી ભ્રાન્ત પ્રત્યભિજ્ઞા થાય છે. તેથી ઘટરૂપ મહાવયવીનો નાશ આપણી નજરમાં ન આવતો હોવા માત્રથી ઘટનો નાશ થતો જ નથી તેવો અપલાપ કરી શકાય નહીં. નિયમ છે કે અસમવાયિકારણ નાશ પામતાં કાર્યનો પણ અવશ્ય નાશ થાય જ. આ માં શરીર પણ ખોરાક ખાવાથી વધતું જ જાય છે ત્યાં પણ શરીરના અસમવાધિકારણ છે અવયવસંયોગનો નાશ થવાથી જુના શરીરનો નાશ થાય છે. જો તેમ ન માનો તો જુનું છે નાનું શરીર નાશ પામ્યા વિના જ નવું મોટું શરીર શી રીતે ઉત્પન્ન થઈ શકે ? અને આ પ્રસ્તુતમાં પણ ત્રણ-ચાર પરમાણુ ઓછા કરતાં ક્રમશઃ યણુકાદિનો નાશ થતાં જ , ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૨૫) કિ
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy