SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ આ પતનક્રિયા અને ઘટત્વ-સામાન્ય પણ રહે છે, તેથી ક્રિયા અને સામાન્યમાં પણ છે વ્યાશ્રિતત્વમ લક્ષણ ચાલ્યું જવાથી અતિવ્યાપ્તિ દોષ આવ્યો. નૈયાયિકઃ આ અતિવ્યાપ્તિ દૂર કરવા અમે કહીશું કે દ્રવ્યત્વવ્યાપીવછેરવાસત્તfમનનતિમત્તમ પુત્વમ્ ! જયાં જયાં દ્રવ્યત્વ હોય ત્યાં ત્યાં ગુણ તો હોય જ છે, એટલે ગુણ એ દ્રવ્યત્વને વ્યાપક છે, એમાં વ્યાપકતા આવી. એની અવચ્છેદક જ જ સત્તાભિન્ન એવી જાતિ ગુણત્વ મળે અને એ જાતિવાળા તમામ ગુણો હોવાથી છે લક્ષણસમન્વય થઈ જાય. હવે આ લક્ષણની દ્રવ્ય કે કર્મમાં પૂર્વોક્ત અતિવ્યાપ્તિ આવતી જ નથી, કારણ કે દ્રવ્યત્વ તો આકાશમાં પણ રહેલું છે પરંતુ આકાશમાં સમવાયેન દ્રવ્ય છે કે કર્મ રહ્યા જ નથી. તેથી જ્યાં જ્યાં દ્રવ્યત્વ છે ત્યાં ત્યાં ક્રિયા અને દ્રવ્ય છે એવી છે આ વ્યાપ્તિ નથી માટે ક્રિયા અને દ્રવ્ય એ દ્રવ્યત્વવ્યાપક છે જ નહિ, એટલે દ્રવ્યત્વ વ્યાપકતાની અવચ્છેદક એવી સત્તાભિન્ન જાતિ તરીકે દ્રવ્યત્વ કે ક્રિયાત્વ જાતિ ન જ છે જ આવે, તેથી દ્રવ્ય કે કર્મમાં આ લક્ષણ જતું ન હોવાથી અતિવ્યાપ્તિ આવતી નથી. આ આકાશમાં જેમ દ્રવ્યત્વ રહ્યું છે તેમ સંયોગાદિ ગુણો પણ રહ્યા છે, તેથી ગુણમાં લક્ષણ છે જતું હોવાથી અવ્યાપ્તિ પણ નથી. શંકાકાર : માત્ર “વ્યત્વવ્યાપdard વચ્છર્વમ્' જ લક્ષણ કર્યું હોત તો નથી જ ચાલત? “સત્તામિન્નનતિ પદનો નિવેશ કરીને ગૌરવ શા માટે ? જ નૈયાયિક : જ્યાં જ્યાં દ્રવ્યત્વ છે ત્યાં ત્યાં દ્રવ્યત્વ છે તેવું કહી શકાય છે. તેથી જ દ્રવ્યત્વ પોતે પોતાનો જ એટલે કે દ્રવ્યત્વનો વ્યાપક બન્યો. તેથી દ્રવ્યત્વમાં દ્રવ્યત્વજે વ્યાપકતા આવી. તેથી દ્રવ્યત્વવ્યાપકતાનો અવચ્છેદક દ્રવ્યત્વત્વ બન્યો. તેથી દ્રવ્યત્વ વ્યાપકતાવચ્છેદક દ્રવ્યતૃત્વવત્ દ્રવ્યત્વમાં લક્ષણ ચાલ્યું જવાથી અતિવ્યાપ્તિ આવી. છે તે જ રીતે દ્રવ્યમાં જેમ દ્રવ્યત્વ છે તેમ સત્તા વગેરે સામાન્ય પણ છે. તેથી પર દ્રવ્યત્વવ્યાપક સામાન્ય બન્યું. સામાન્યમાં દ્રવ્યત્વવ્યાપકતા આવી. તેથી જ આ દ્રવ્યત્વવ્યાપકતાવચ્છેદક સામાન્યત્વવત્ સત્તા વગેરે સામાન્યમાં લક્ષણ ચાલ્યું જવાથી આ અતિવ્યાપ્તિ આવી. આ બંને અતિવ્યાપ્તિને દૂર કરવા લક્ષણમાં “જાતિ' પદનો નિવેશ કરવો જરૂરી છે. હવે દ્રવ્યતત્વ કે સામાન્યત્વ ધર્મ દ્રવ્યત્વવ્યાપકતાવચ્છેદક હોવા છતાં ય જાતિ તો નથી છે જ. તેથી હવે દ્રવ્યત્વ કે સામાન્યમાં અતિવ્યાપ્તિ નહિ આવે. શંકાકાર : “જાતિ' પદનું ઉપાદાન કરવાથી જ અતિવ્યાપ્તિ દૂર થઈ જાય છે, તો છે “સત્તાભિન્ન' પદનો નિવેશ શા માટે કરો છો ? 0 0 ન્યાયસિદ્ધાનમુક્તાવલી ભાગ-૨ (૨૦૧) કાળા કાળા
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy