SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ન હોવાથી ન્યૂનવૃત્તિ થઈ, તેથી રૂપત્વાદિમાંથી કોઈને કારણતાવચ્છેદક ન મનાય. શંકાકાર : જો રૂપત્વાદિમાંથી કોઈને કારણતાવચ્છેદક તરીકે ન મનાય તો કાંઈ નહીં, પણ સત્તા જાતિ તો રૂપ, રસ, ગંધ વગેરે તમામ ગુણોમાં રહે છે ને ? તેથી સત્તા જાતિ તો ન્યૂનવૃત્તિ છે જ નહીં, તો પછી સત્તા જાતિને જ કારણતાવચ્છેદક માનો ને! નાહક ગુણત્વરૂપ નવી જાતિને માનવાનું ગૌરવ કેમ કરો છો ? નૈયાયિક : સત્તા જાતિ તમામ ગુણોમાં રહે છે તે તમારી વાત સાચી, પણ ગુણો સિવાય દ્રવ્ય અને કર્મમાં પણ સત્તા જાતિ રહે છે. આમ સત્તા જાતિ અધિકવૃત્તિ હોવાથી માત્ર ગુણોમાં જ રહેલી કારણતાના અવચ્છેદક તરીકે સત્તા જાતિને શી રીતે મનાય ? આમ રૂપાદિ કોઈપણ વિશેષ જાતિને અને સત્તારૂપ સામાન્ય જાતિને ગુણોમાં રહેલી કારણતાના અવચ્છેદક તરીકે માની શકાતી ન હોવાથી નવી ગુણત્વ જાતિ માનવી જ જોઈએ. આમ ચોવીસે ગુણોમાં હોય જ અને તે સિવાય અન્ય ક્યાંય ન જ હોય તેવા ગુણત્વ-ધર્મની કારણતાવચ્છેદક તરીકે સિદ્ધિ થવાથી ગુણત્વ જાતિની સિદ્ધિ થાય છે. છતાં પૂર્વે જણાવ્યા પ્રમાણે તમામ ગુણોમાં કોઈ એક સામાન્યકારણતા ન હોવાથી નવ્યોને આ રીતની ગુણત્વ-સિદ્ધિમાં અસ્વરસ છે. તેથી હવે ગુણત્વ જાતિનું અન્ય લક્ષણ જણાવે છે. मुक्तावली : द्रव्याश्रिता इति । यद्यपि द्रव्याश्रितत्वं न लक्षणं, कर्मादावतिव्याप्तेः, तथापि द्रव्यत्वव्यापकतावच्छेदकसत्ताभिन्नजातिमत्त्वं तदर्थः । भवति हि गुणत्वं द्रव्यत्वव्यापकतावच्छेदकं तद्वत्ता च गुणानामिति । द्रव्यत्वं कर्मत्वं वा न द्रव्यत्वव्यापकतावच्छेदकं, गगनादौ द्रव्यकर्मणोरभावात्, द्रव्यत्वत्वं सामान्यत्वादिकं वा न जातिरिति तद्व्युदासः । મુક્તાવલી : મુળત્વમ્ કવ્યાશ્રિતત્વમ્ । જે જે દ્રવ્યમાં આશ્રયીને રહે તે ગુણ હોય, જેમકે રૂપ ઘટમાં રહે છે માટે રૂપ ગુણ છે. શંકાકાર : તમારું લક્ષણ તો અતિવ્યાપ્તિ દોષથી દુષ્ટ છે. દ્રવ્યમાં જેમ ગુણ રહે છે તેમ દ્રવ્ય, કર્મ અને સામાન્ય પણ રહે છે. ઘટ-અવયવોરૂપ દ્રવ્યમાં ઘટ દ્રવ્ય પણ રહે છે, તેથી તમારા લક્ષણની દ્રવ્યમાં અતિવ્યાપ્તિ થઈ. તે જ રીતે ઘટદ્રવ્યમાં ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૨૦૦)
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy