SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ અસમવાધિકારણ તથા સમવાયિકારણ પણ હોવું જ જોઈએ. જ સુખ-દુઃખાદિનું સમવાયિકારણ તો આત્મા છે અને અસમવાયિકારણ સંયોગ છે. પણ સંયોગ તો દ્વિષ્ઠ હોય. તે સંયોગ જેમ આત્મામાં રહ્યો છે તેમ અન્ય પણ દ્રવ્યમાં જ રહ્યો હોવો જ જોઈએ, કેમકે દ્રવ્યદ્રવ્યોઃ સંયો તેથી સુખાદિના અસમવાયિકારણ આ સંયોગનો એક સંબંધી જો આત્મા હોય તો અન્ય સંબંધી કોઈ હોવું જોઈએ. પૃથ્યાદિ પર અન્ય કોઈ દ્રવ્ય સુખાદિના અસમવાયિકારણના સંબંધી ન હોવાથી તે સંયોગના સંબંધી કરે = આશ્રય તરીકે મનોદ્રવ્યની સિદ્ધિ થાય છે. मुक्तावली : तत्र मनसोऽणुत्वे प्रमाणमाह-अयोगपद्यादिति । ज्ञानानां चाक्षुषरासनादीनाम् अयोगपद्यमेककालोत्पत्तिर्नास्तीत्यनुभवसिद्धम् । तत्र *नानेन्द्रियाणां सत्यपि विषयसन्निधाने यत्सम्बन्धादेकेनेन्द्रियेण ज्ञानं जन्यते, * में यदसम्बन्धाच्च परैर्ज्ञानं नोत्पाद्यते तन्मनसो विभुत्वे चासन्निधानं न सम्भवतीति न विभु मनः । મુક્તાવલી : આત્મા, આકાશ, કાળ, દિશા દ્રવ્યો વિભુ અર્થાત્ સર્વવ્યાપક અને પરમમહત્પરિમાણવાળા છે, પણ મનોદ્રવ્ય વિભુ નથી પણ અણુ છે. શંકાકાર : મનોદ્રવ્ય અણુ છે તેમ માનવામાં શું પ્રમાણ છે ? નૈયાયિક : જ્યારે પાંચ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોનું સન્નિધાન હોય ત્યારે તે માં પણ પ્રત્યેક ક્ષણે એક જ ઈન્દ્રિયથી પ્રત્યક્ષ થાય છે, પણ તેથી વધારે ઈન્દ્રિયથી એકીસાથે આ પ્રત્યક્ષ થતું નથી તે વાત સૌ કોઈને અનુભવસિદ્ધ છે. છે જ્યારે આપણને ઘટનું ચાક્ષુષપ્રત્યક્ષ થતું હોય છે તે સમયે ઘટ હાથમાં હોવા છતાં , છે તેનું સ્માર્શન પ્રત્યક્ષ તો થતું નથી જ. છે. કોઈપણ ઈન્દ્રિયથી પ્રત્યક્ષ જ્ઞાન થવામાં ઈન્દ્રિય-વિષયસંયોગ, ઈન્દ્રિયમનઃસંયોગ અને આત્મ-મનઃસંયોગ જોઈએ. તે વિના કોઈનું પ્રત્યક્ષ ન થાય. હવે જ્યારે દેવદત્ત બરફી ખાઈ રહ્યો છે ત્યારે વિષય સાથે સ્પર્શનેન્દ્રિય, આ રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય-ચારેયનો સંબંધ છે, છતાં દેવદત્તને એક સમયે આ સ્પર્શનું અથવા તો મીઠાશનું અથવા તો સુગંધનું કે પછી તે બરફીના આકારનું, કોઈપણ એકનું જ પ્રત્યક્ષ થાય છે, પણ અન્યનું પ્રત્યક્ષ થતું નથી તેનું શું કારણ? જે સમયે તેને મીઠાશનું પ્રત્યક્ષ થતું હોય તે સમયે રસનેન્દ્રિયનો વિષય સાથે જ છે જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૯૨) નિ
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy