SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ *•*•*•*•* મુક્તાવલી : (૬) વાક્યશેષથી શક્તિગ્રહ : યવમય: જીરુ: મતિ । ચરૂ એટલે ચરૂ નામના પાત્રમાં રહેલું દેવોને આપવા યોગ્ય વિ. યવમય એટલે યવનો વિકાર. યવમાંથી યવનો ચરૂ (વિ) બને છે. હવે અહીં ‘યવ' પદની શક્તિ શેમાં સમજવી ? કેમકે આર્યો દીર્ઘશૂક(જવ)માં તેની શક્તિ કહે છે અને મ્લેચ્છો પ્રિયઙ્ગતડુલમાં તેની શક્તિ કહે છે એટલે સંદેહ પડી જાય છે. આ વખતે અહીં શ્રુતિનું અને સ્મૃતિનું એમ બે વાક્યશેષ મળે છે અને તે ઉ૫૨થી યવ-પદની શક્તિ દીર્ઘશૂકમાં છે એવો નિર્ણય થઈ જાય છે. તે વાક્યશેષ આ પ્રમાણે છે : (૧) વસંતઋતુમાં બીજા ધાન્યો પ્લાન બને છે ત્યારે આ યવ (દીર્ઘશૂક) આનંદ પામતા રહે છે. (૨) વસંતઋતુમાં બધા ધાન્યોના પાંદડાઓનો વિનાશ થાય, પણ કણિશ(બીજ)થી શોભતા જવ (દીર્ઘશૂક) આનંદ પામતા રહે છે. આ બંને વાક્યશેષથી ખબર પડે છે કે યવ-પદની શક્તિ દીર્ઘશૂકમાં છે. આવા સ્થાને કઙ્ગ(પ્રિયઙ્ગતડુલ)માં યવ-પદની શક્તિનો ગ્રહ કોઈ કરે તો તે ભ્રાન્ત સમજવો. પ્રશ્ન : ભલે ને, દીર્ઘશૂક અને કૐ બેયમાં યવ-પદની શક્તિ કેમ ન મનાય ? ઉત્તર : જુદી જુદી બે શક્તિ માનવામાં ગૌરવ છે. પ્રશ્ન : તો પછી કોશથી ‘હરિ' પદની શક્તિ સિંહ, વાનર, ઈન્દ્ર વિગેરે અનેકમાં કેમ માનો છો? ઉત્તર : હરિ-પદની શક્તિ સિંહમાં જ છે અને બીજા કોઈમાં નથી એમ કહેવામાં કોઈ વિનિગમક નથી, એટલે ત્યાં વિનિગમના-વિરહાત્ અનેકમાં શક્તિ માનવી પડે છે. જ્યારે યવ-પદની શક્તિ વાક્યશેષાત્મક પ્રમાણથી દીર્ઘશૂકમાં જ મનાય. કશુંમાં તેની શક્તિ માનવાનું કોઈ પ્રમાણ પણ નથી. मुक्तावली : एवं विवरणादपि शक्तिग्रहः । विवरणं तु तत्समानार्थकपदान्तरेण तदर्थकथनम्, यथा घटोऽस्तीत्यस्य कलशोऽस्तीत्यनेन विवरणाद्घटपदस्य कलशे शक्तिग्रहः । एवं पचतीत्यस्य पाकं करोतीत्यनेन विवरणादाख्यातस्य यत्नार्थकत्वं कल्प्यते । ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૧૪૩)
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy