SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Choostastaastadors destacadostosowatorstwooshdachachoddodd accordoso i th totes and started sostrestadores | નહિ, કેમકે અમારો સિદ્ધાંત છે કે ધ્વસ-પ્રાગભાવના અધિકરણમાં અત્યંતાભાવનો વિરોધ છે. જયારે નવ્યો તો કહે છે કે ધ્વંસ-પ્રાગભાવના અધિકરણમાં અત્યંતાભાવની પ્રતીતિ | સાક્ષાત થાય છે માટે ધ્વસાદિના અધિકરણમાં અત્યંતાભાવનો વિરોધ માનવામાં કોઈ પ્રમાણ નથી. | मुक्तावली : नन्वस्तु अभावानामधिकरणात्मकत्वं लाघवादिति चेत् ? न, | अनन्ताधिकरणात्मकत्वकल्पनापेक्षयाऽतिरिक्तकल्पनाया एव लघीयस्त्वात् ।। | एवं चाधाराधेयभावोऽप्युपपद्यते । एवं च तत्तच्छब्दगन्धरसाद्यभावानां | प्रत्यक्षत्वमप्युपपद्यते । अन्यथा तत्तदधिकरणानां तत्तदिन्द्रियाग्राह्यत्वात् | प्रत्यक्षत्वं न स्यात् । एतेन ज्ञानविशेषकालविशेषाद्यात्मकत्वमभावस्येति | प्रत्युक्तमप्रत्यक्षत्वापत्तेः। મુક્તાવલી : પ્રશ્ન : ભૂતલ ઉપર જે ઘટાભાવ છે તે ઘટાભાવને ભૂતલ સ્વરૂપ જ માની લેવામાં આવે તો શું વાંધો છે ? જો આ રીતે અભાવ એ ભૂતલાદિ અધિકરણ | સ્વરૂપ બની જાય તો અભાવ નામનો અલગ પદાર્થ માનવાની જરૂર ન રહે તે લાઘવ છે. ઉત્તર : આવું લાઘવ કરવા જતાં ઘણી આપત્તિઓ આવે છે. પહેલી આપત્તિ : જો ભૂતલાદિ અનંત અધિકરણો ઘટાભાવ, પટાભાવ, મઠાભાવ સ્વરૂપ બની જાય તો અનંત ભૂતલાદિમાં અનંત ઘટાભાવત્વ, પટાભાવત્વ, મઠાભાવત્વ | રહે. માટે આ તો મોટું ગૌરવ છે. તેના કરતાં એક જ અભાવ જુદો માની લઈએ તો એક જ અભાવમાં ઘટાભાવવાદિ રહે તો શું તેમાં લાઘવ નથી ? બીજી આપત્તિ : જો ભૂતલ જ ઘટાભાવ સ્વરૂપ હોય તો મૂતન: ટામાવએમ બોલવું જોઈએ, પણ વ્યવહારમાં તો ભૂતને થમાવ: એમ બોલાય છે, અર્થાત્ ભૂતલ એ આધાર છે અને ઘટાભાવ એ આધેય છે. હવે જો અભાવને ભૂતલાદિ અધિકરણસ્વરૂપ માનીએ તો જે આ આધાર-આધેયભાવ પ્રસિદ્ધ છે તે શી રીતે ઘટશે ? ભૂતલ અને , ઘટાભાવ એ બે જુદા હોય ત્યારે જ આવો આધાર-આધેયભાવ બની શકે. ત્રીજી આપત્તિ : એક નિયમ છે કે જે ઈન્દ્રિયથી જે વસ્તુનું પ્રત્યક્ષ થાય તે જ | ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (દર
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy