SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Chooscosocos tosos astostarostassoostudoscoccostosasoodsado dostoso આ હકીકત છે માટે જ “કીડીની હત્યારૂપ પાપ મારાથી થયું છે' એવા ભ્રમથી કોઈ તેનું પ્રાયશ્ચિત્ત કરે તો ત્યાં યદ્યપિ હત્યા ન થઈ હોય તો પ્રાયશ્ચિત્ત નિષ્ફળ જાય. છતાં પ્રાયશ્ચિત્તથી પાપનાશ થાય તેવો પાપનાશ-પ્રાયશ્ચિત્તનો કાર્ય-કારણભાવ કહેનાર | વેદપંક્તિ કાંઈ અપ્રમાણ ન થાય, કેમકે અહીં પાપનાશ પ્રત્યે પ્રાયશ્ચિત્તની સ્વરૂપયોગ્યતારૂપ કારણતા છે. જો પાપ હોત તો પ્રાયશ્ચિત્ત તેનો નાશ કરી દેત. | मुक्तावली : मङ्गलं च विघ्नध्वंसविशेषे कारणम्, विघ्नध्वंसविशेषे च विनायकस्तवपाठादिः । મુક્તાવલી : પ્રશ્ન : તમે મંગલ-વિજ્ઞધ્વંસનો જે કાર્ય-કારણભાવ બનાવ્યો તેમાં વ્યતિરેક વ્યભિચાર દોષ આવે છે, અર્થાત્ મંગલ વિના પણ વિધ્વધ્વંસ થઈ જાય છે. તે આ રીતે : એક માણસ વિનાયકસ્તવપાઠ કરે છે અને તેના વિઘ્નોનો ધ્વંસ થાય છે. બીજો એક માણસ પ્રાયશ્ચિત્ત ધર્મ કરે છે અને તેના વિઘ્નોનો ધ્વંસ થાય છે. આ બે ય સ્થળે મંગલ વિના જ વિજ્ઞસ્વંસ થાય છે. આ બે ય સ્થળે મંગલ વિના જ વિપ્નધ્વસ | થયો માટે વ્યતિરેક વ્યભિચાર દોષ આવ્યો. ઉત્તર : અમે કહીશું કે જે વિપ્નધ્વસ મંગલથી થયા હોય તે બધા વિપ્નäસવિશેષ પ્રત્યે જ મંગલ કારણ, જે વિજ્ઞવૅસ વિનાયકસ્તવપાઠથી થયા હોય તે બધા વિધ્વધ્વંસવિશેષ પ્રત્યે વિનાયકસ્તવપાઠ કારણ, અને જે વિપ્નધ્વંસ પ્રાયશ્ચિત્તથી થયા હોય તે વિજ્ઞવૅસવિશેષ પ્રત્યે પ્રાયશ્ચિત્ત કારણ માનવું. એટલે હવે વ્યતિરેકવ્યભિચાર દોષ નહિ | આવે, કેમકે મંગલથી થનારા વિજ્ઞäસવિશેષ પ્રત્યે જ અમે મંગલને કારણે માનીએ છીએ. મન્નોત્તરગાયમાનવનäવિશેષ પ્રત્યે અન્ને રિમ્ | પ્રશ્ન : વિનાયકસ્તવપાઠ પણ એક પ્રકારનું મંગલ જ છે ને ? ઉત્તર : ના, મંગલ તો શબ્દાત્મક છે. વિનાયકસ્તવપાઠ એ જરૂર મંગલ છે, પણ વિનાયકસ્તવના પાઠની ક્રિયા તે મંગલ નથી, કેમકે મંગલ ક્રિયાત્મક ન હોય. मुक्तावली : क्वचिच्च विघ्नात्यन्ताभाव एव समाप्तिसाधनं, प्रतिबन्धकसंसर्गाभावस्यैव कार्यजनकत्वात् । મુક્તાવલી : પ્રશ્ન : મંગલ અને વિજ્ઞધ્વસનો કાર્ય-કારણભાવ તો થયો પણ તમે કહ્યું કે સમાપ્તિ મંગલથી થતી નથી પરંતુ બુદ્ધિ, પ્રતિભા, વિષ્નવ્વસાદિ કારણસમૂહથી SEE Oાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૯) EEEEEEEE
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy