SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ kulutu s taba todo borbe destackdoot wastoboscostosa dostostot વત્સત્વે સર્વ અર્થાત્ કારણસર્વે કાર્યાસત્ત્વ = અન્વયવ્યભિચાર. યત્વે યત્સવં અર્થાત્ કારણસર્વે કાર્યસત્ત્વ = વ્યતિરેક વ્યભિચાર. પ્રસ્તુતમાં મંગલ કારણ હોય અને સમાપ્તિ કાર્ય હોય તો મરત્વે સમાપ્તિસર્વ અન્વયસહચાર અને પ્રશ્નાર્વે સમાપર્વ વ્યતિરેકસહચાર હોવા જોઈએ, પણ એવું તો છે નહિ. કાદંબરી ગ્રન્થમાં મંગલ છે પણ સમાપ્તિ નથી એટલે અન્વયવ્યભિચાર દોષ આવી ગયો. તેમજ નાસ્તિકના ગ્રન્થમાં મંગલ તો હોય નહિ છતાં નિર્વિદને સમાપ્તિ થઈ જાય છે એટલે ત્યાં વ્યતિરેક વ્યભિચાર દોષ આવી જાય છે. માટે મંગલનું ફળ નથી તો વિપ્નધ્વંસ કે નથી તો સમાપ્તિ : મફત્ન ને વિનáસપન. ૧ વા સમાપ્તિનૉં અવયવ્યતિરા-મવારના એટલે હવે જે બે ફળવિશેષને લીધે તમે કહ્યું હતું કે મંગલમાં ફળવિશેષાભાવકૂટ છે જ નહિ માટે તે નિષ્ફળ નથી તે વાત હવે તે બે ફળવિશેષને મંગલના કાર્ય તરીકે દૂર કરવાથી ઊડી જાય છે એટલે મ નિષ્પન્ન વિશેષામાવટવાત્ આ અનુમાન સાચું બને છે, કેમકે અહીં સ્વરૂપાસિદ્ધિ દોષ રહેતો નથી. એથી આ અનુમાનથી મંગલમાં નિષ્ફળતા સાબિત થઈ જાય છે. | मुक्तावली : अविगीतशिष्टाचारविषयत्वेन मङ्गलस्य सफलत्वे सिद्धे तत्र च | फलजिज्ञासायां सम्भवति दृष्टफलकत्वे अदृष्टफलकल्पनाया अन्याय्यत्वात् उपस्थितत्वाच्च समाप्तिरेव तत्फलं कल्प्यते । મુક્તાવલી : આની સામે નૈયાયિક કહે છે કે અહીં મંગલ સફળ છે, કેમકે તે અવિગીતશિષ્ટાચારનો વિષય છે, અર્થાત શિષ્ટ પુરુષોના અવિગીત (અનિન્દિત) આચારનો વિષય છે. જે જે અવિગીતશિષ્ટાચાર વિષય હોય તે તે સફળ હોય. મંગલ પણ તેવું જ છે માટે તે સફળ છે. આ રીતે અનુમાનથી મંગલમાં સફળત્વ સિદ્ધ થઈ જાય છે. - હવે પ્રશ્ન થાય છે કે મંગલ જો સફળ છે તો તેનું ફળ શું? એના ઉત્તરમાં એ જ કહેવાનું કે જો ઉપસ્થિત અને દષ્ટ ફળ તરીકે સમાપ્તિને કહી શકાય તેમ હોય તો અનુપસ્થિત અને અદષ્ટ એવા સ્વર્ગફળની કલ્પના શા માટે કરવી જોઈએ ? તેમાં ગૌરવ છે. માટે મંગલનું ફળ સમાપ્તિ નક્કી થાય છે. આ રીતે મંગલ-સમાપ્તિનો કાર્યકારણભાવ સ્થિર થઈ જાય છે. દીદીએ દીદીદીદીએ દીદીદીદીદી વગગગગગગગ ન્યાયસિદ્ધાટનમુક્તાવલી ભાગ-૧૦
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy