SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Chauswasserwowowowowstorstadossadesso sostibossadaxshassonson એટલે મંગલ યાવત ફળવિશેષોના અભાવના કૂટવાળું (સમૂહ) છે. તેથી તે નિષ્ફળ એટલે કે ફળસામાન્યાભાવવાળું છે. જેનું એકપણ ફળવિશેષ ન હોય તે ફળ વિનાનું = ફળસામાન્યાભાવવાળું કહેવાય. આસ્તિક : તમે મંગલમાં નિષ્ફળતા સિદ્ધ કરવા જે હેતુ આપ્યો છે તે પણ અસિદ્ધ | છે, કેમકે ભલે મંગલમાં સ્વર્ગાદિ ફળવિશેષો ન હોય પણ મંગલના વિદનધ્વંસ કે | મતાંતરે સમાપ્તિ એ ફળવિશેષ તો છે જ. માટે મંગલમાં ફળવિશેષાભાવ હોવા છતાં | ફળવિશેષાભાવકૂટ તો નથી જ, કેમકે એકપણ ફળવિશેષનો સદ્ભાવ હોય તો ત્યાં | | ફળવિશેષાભાવકૂટ તો ન જ કહેવાય. આ હકીકતનું અનુમાન આ રીતે થાય કે : “ર્ત ન પhવશોષામાવત, | विघ्नध्वंससमाप्तिफलवत्त्वात् ।' બસ, આ જ વાત મુક્તાવલીકાર નાસ્તિક તરફથી કહે છે કે તેનું મહત્ન ન | વિનä પ્રતિ ર વી સમાપ્તિ પ્રતિ પામ્ નવ્ય અને પ્રાચીન એ બે ય નૈયાયિકોની | માન્યતાને તોડી પાડવા માટે નાસ્તિક બે ય ફળોનો નિષેધ કરે છે. જો કે અહીં નાસ્તિક ફાવે તેમ નથી, તે વાત આપણે મુક્તાવલીમાં જોઈશું. પણ જો બે ય ફળ મંગલમાં અસિદ્ધ થઈ જાય તો ફળવિશેષાભાવકૂટ હેતુ સિદ્ધ થઈ જાય, તેથી તે હેતુ દ્વારા મંગલની | નિષ્ફળતા સિદ્ધ થઈ જાય. અને નિષ્ફળતા સિદ્ધ થાય એટલે નિષ્ફળતાહતુક મંગલમાં | | અકર્તવ્યતાનું અનુમાન પણ સિદ્ધ થઈ જાય છે. मुक्तावली : ननु मङ्गलं न विघ्नध्वंसं प्रति न वा समाप्तिं प्रति कारणं, | विनाऽपि मङ्गलं नास्तिकादीनां ग्रन्थेषु निर्विघ्नपरिसमाप्तिदर्शनादिति चेत् ?| મુક્તાવલી : નાસ્તિક : મંગલ અને સમાપ્તિનો કાર્યકારણભાવ બનતો નથી, કેમકે જે બે વચ્ચે કાર્યકારણભાવ બને તે બે નો અન્વયસહચાર અને વ્યતિરેકસહચાર હોવો જોઈએ. તે અહીં નથી. અહીં તો અન્વયવ્યભિચાર અને વ્યતિરેકવ્યભિચાર છે. માટે મંગલનું ફળ વિપ્નધ્વંસ કે સમાપ્તિ એકેય નથી. કાદંબરીને લઈને અન્વયવ્યભિચાર છે તથા નાસ્તિક ગ્રન્થને લઈને વ્યતિરેક વ્યભિચાર છે. યત્વે યત્વે અર્થાત્ કારણસર્વે કાર્યસત્ત્વ = અન્વયસહચાર. સર્વે થર્વ અર્થાત્ કારણસર્વે કાર્યાસત્ત્વ = વ્યતિરેકસહચાર. * ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૧)
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy