SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ = = = = ==== ===== == == = ====== ==== ====== = = = = kkkkkkkkkkkMkkMkkMkkuMkkdodkodkk0660606 (૩) અન્યતાર્કિક (સાંખ્યયોગ) પ્રત્યક્ષ, અનુમાન અને ઉપમાન એમ ત્રણ જ પ્રમાણ માને છે. (૪) ગૌતમ (નૈયાયિક) ઉપરોક્ત ત્રણ + શબ્દ = ચાર જ પ્રમાણ માને છે. (૫) પ્રભાકર (મીમાંસક) ચાર + અર્થપત્તિ = પાંચ પ્રમાણ માને છે. (૬) કુમારિલ ભટ્ટ (મીમાંસક તથા વેદાન્તી) પાંચ + અનુપલબ્ધિ = છ પ્રમાણ | માને છે. (૭) પૌરાણિક છ + સંભવ અને ઐતિહ્ય = આઠ પ્રમાણ માને છે. આગળ ન્યાયસૂત્રનું પ્રત્યક્ષનું લક્ષણ આપ્યું છે. ન્યાયદર્શન અને તેની ઉપર રચાયેલા ભાષ્ય વગેરેના રચયિતાઓ આ પ્રમાણે છે : (૧) ન્યાયદર્શન – ગૌતમ મુનિ. (૨) ન્યાયભાષ્ય - વાત્સ્યાયન. (૩) ન્યાયવાર્તિક - ઉદ્યોતકર. (૪) ન્યાયતાત્પર્ય ટીકા - વાચસ્પતિમિશ્ર. (૫) ન્યાયપરિશુદ્ધ - ઉદયનાચાર્ય. (૬) મુક્તાવલિ (પ્રસ્તુત) - વિશ્વનાથ પંચાનન. (ન્યાયસૂત્ર ઉપર વૃત્તિરૂપે) कारिकावली : प्रत्यक्षमप्यनुमितिस्तथोपमितिशब्दजे । | मुक्तावली : प्रत्यक्षेति इन्द्रियजन्यं ज्ञानं प्रत्यक्षम् । यद्यपि मनोरूपेन्द्रियजन्यं सर्वमेव ज्ञानं, तथाऽपीन्द्रियत्वेन रूपेणेन्द्रियाणां यत्र ज्ञाने करणत्वं | तत्प्रत्यक्षमिति विवक्षितम् । મુક્તાવલી : ઈન્દ્રિયથી ઉત્પન્ન થતું જ્ઞાન એ પ્રત્યક્ષ કહેવાય છે. પ્રશ્ન : અનુમિત્યાદિ જ્ઞાન પણ હવે તો પ્રત્યક્ષાત્મક બની જવાની આપત્તિ આવશે, કેમકે તે અનુમિત્યાદિ જ્ઞાન પણ મનરૂપી ઈન્દ્રિયથી જ ઉત્પન્ન થાય છે, કેમકે જ્ઞાનાવચ્છિન્નજ્ઞાન એ આત્મમનઃસંયોગ વિના તો આત્મામાં ઉત્પન્ન થઈ શકે જ નહિ. એટલે અનુમિત્યાદિ જ્ઞાનમાં પણ મનસ્વરૂપ ઈન્દ્રિય કારણ બને જ છે તેથી તે પણ ઈન્દ્રિયજન્ય જ્ઞાન બની જ જાય છે. નૈયાયિક : તમારી વાત બરોબર છે. એટલે હવે અમે એમ કહીશું કે ઈન્દ્રિયત્વેન swqqqqq ચાયસિદ્ધાન્તકતાવલી ભાગ-૧૦ (૨૦૧૪). W
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy