SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ FFFFFFFFFFFFFFFFFやFFFFFFFFFFF, hustustest w a xwwwsawscoso escudessoascados casoscowowowosco 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 हरीतक्यामेव जलोष्मसंयोगाद्रसान्तरोत्पत्तिरिति वाच्यम्, कल्पनागौरवात् । | पृथिवीत्वस्याम्लादिजनकतावच्छेदकत्वाच्च जले नाम्लादिकम् । जम्बीर| रसादौ त्वाश्रयौपाधिकी तथा प्रतीतिः । एवं जन्यशीतस्पर्शजनकतावच्छेदकं जन्यजलत्वं तदवच्छिन्नजनकतावच्छेदकं जलत्वं बोध्यम् । મુક્તાવલી : ઉત્તર : હરડે ખાધા પછી જો પાણી પીવામાં આવે તો તે પાણીમાં માધુર્યની પ્રતીતિ થાય છે. આ માધુર્યને હરડે અભિવ્યક્ત કરે છે. વળી હરડે તો તૂરી છે, એટલે હરડેનું માધુર્ય પાણીમાં આવ્યું તેમ તો કહેવાશે નહિ. પ્રશ્ન : આ વાત તો બરાબર નથી. પરંતુ હરડે ખાધા પછી પાણી અને મોઢાની ઉષ્મા બે નો સંયોગ થવાથી હરડેમાં જ નવો મધુર રસ ઉત્પન્ન થાય છે. એટલે પાણીમાં | તો મધુર રસની સિદ્ધિ થતી જ નથી. નૈયાયિક : નહિ, આ કલ્પના તો ગૌરવગ્રસ્ત છે. એ કરતાં જલમાં જ મધુર રસ માની લેવામાં લાઘવ છે. પ્રશ્ન : તો પછી જલમાં લીંબુનો આસ્ફરસ પણ કેમ ન મનાય ? નૈયાયિક : આસ્ફરસનો જનક પૃથ્વી છે, અર્થાત્ આમ્યજનકતાવચ્છેદક પૃથ્વીત્વ છે. જ્યાં પૃથ્વીત્વ હોય ત્યાં જ આસ્ફરસ હોય. લીંબુમાં પૃથ્વીત્વ છે તો ત્યાં આસ્ફરસ પણ છે જ. જલમાં આમ્યજનકતાવચ્છેદક પૃથ્વીત્વ નથી માટે જલમાં આસ્ફરસ પણ નથી. લીંબુના જલમાં જે ખટાશ છે તે તેના આશ્રયરૂપ ઉપાધિથી જણાય છે, અર્થાત જલની પોતાની તે ખટાશ નથી. જેમ જ સ્નેહ સમાયિકારણતાવચ્છેદકતયા જ જલત્વની અને જન્યજલત્નાવચ્છિન્ન જન્યજલની સમવાયિકારણતાના અવચ્છેદક તરીકે જલત્વની સિદ્ધિ પૂર્વે કરી હતી તેમ અહીં પણ જન્યશીતસ્પર્શની સમવાયિકારણતાના અવચ્છેદક તરીકે જન્યજલત્વની અને જન્યજલત્નાવચ્છિન્ન જન્યજલની સમવાયિકારણતાના અવચ્છેદક તરીકે જલત્વની સિદ્ધિ જાણવી. मुक्तावली : घृष्टचन्दनादौ तु शैत्योपलब्धिश्चन्दनान्तर्वतिशीततरसलिलस्यैव। तेजःसंयोगाज्जले उष्णप्रतीतिरौपाधिकी स्फुटैव, तत्र पाकासम्भवात् । स्नेहस्तत्रेति । घृतादावपि तदन्तर्वर्तिजलस्यैव स्नेहः, जलस्य स्नेहसमवायि . હકી ન્યાસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૪)
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy