SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ “ભરતાદિનું કલ્યાણ થાઓ. તમારે અમારી ચિંતાનું શું કામ છે ? આ ભગવાન પાસેથી અમને જે મળવાનું હોય એ મળો. બીજાઓનું અમારે કામ નથી.' કેવો સરસ ઉત્તર ! જો નમિ-વિનમિમાં આટલી સૂઝ હોય, તો એમનો જવાબ વાંચ્યા પછી પ્રબુદ્ધ શ્રાવકો શું એટલું ન સમજે કે ‘દા.ત. કદાચ મારે દેવું કરવું પડે એવી સ્થિતિ આવી હોય તો બીજા પાસે શું કરવા માગવા જવું ? મારા ભગવાન પાસે જ ન માગું ?' શું નમિ-વિનમિને આવી માંગણીથી નુકશાન થયું ? શું એમના ભવના ફેરા વધ્યા ? અરે ! એ તો એ જ ભવમાં દીક્ષા લઈ બે ક્રોડ મુનિઓ સાથે શ્રી સિદ્ધગિરિ પર અનશન કરી મોક્ષમાં ગયા ! ભગવાનને વિશ્વના સ્વામી, કલ્પવૃક્ષ, ને બીજા બધા કરતાં શ્રેષ્ઠ, એવું સમજનારા અને ભગવાનની પાસે રાજ્ય માંગનારા તદ્ભવ મુક્તિગામી નમિ-વિનમિ શું સાવ મુગ્ધ હશે ? ભગવાન પાસે જ માંગવાનો નિર્ધારવાળા શ્રાવકોને આડકતરી રીતે ‘માગણીઆ’ કે ‘ભિખારી’ શબ્દથી નવાજવા એ શ્રાવકોની આશાતના કરવા જેવું છે. સાધુને શ્રાવક-શ્રાવિકાની પણ આશાતના કરવાની મનાઈ છે, સાધુ રોજ બેવાર પ્રતિક્રમણમાં શ્રમણસૂત્રમાં ‘સાવયાણું આસાયણાએ, સાવિયાણું આસાયણાએ' બોલીને શ્રાવકની ને શ્રાવિકાની આશાતના કરી હોય એનો મિચ્છામિ દુક્કડં દે છે, વળી આપણે કોઈ મુગ્ધ આદિ જીવને સમજાવીએ કે ‘જો મોક્ષ માટે જ ધર્મ કરાય’ તો શું એટલા માત્રથી ‘પેલો સમજી જ જાય એમ ? ને આગ્રહ ન છોડે તો તે અયોગ્ય જ હોય ?' એવો કદાગ્રહ કોઈ પણ શાસ્ત્રકારોએ રાખ્યો નથી. બધા જ મુગ્ધ જડ જીવો કાંઈ એક સરખા થોડા જ હોય ? કોઈ તાત્કાલિક સમજે પણ ખરો, તો કોઈ ન પણ સમજે, અર્થાત્ કષ્ટસાધ્ય હોય. એટલા માત્રથી ‘એ મુગ્ધ નથી’ – એમ કેમ માની લેવાય ? ઉપમિતિ પહેલો પ્રસ્તાવ શું કહે છે : ઉપદેશકનું પણ ભાગ્ય એમાં કામ કરે કે નહીં ? ભગવાન શ્રી મહાવીરને જોવા માત્રથી ભડકીને ભાગી જનારો ખેડૂત ગૌતમસ્વામીથી પ્રતિબોધ પામેલો (૧૩૮) જાય. એ રીતે અસત્ પાપાનુબંધી દયાદિજન્ય ધર્મ કરીને રમણીય મનુષ્ય ભવમાંથી અરમણીય હલકા ભવમાં જાય છે. જે ખરેખર શુભ મનુષ્ય ભવવાળા જીવને માટે પૂર્વભવમાં ઉપાર્જિત શુભ કર્મ, મનુષ્યત્વાદિ શુભ ભાવના અનુભવનો હેતુ બને પણ પછી નરકાદિ ભવોની પરમ્પરાનું સર્જન થાય. તે પાપાનુબંધી પુણ્ય કહેવાય. તે નિદાન અને અજ્ઞાન કષ્ટથી દૂષિત ધર્માનુષ્ઠાનથી બંધાય, દા.ત. બ્રહ્મદત્ત વગેરેને. બરાબર ધ્યાનપૂર્વક વિચારો કે અહીં ક્યાંય સંસારની કામના હોવા માત્રથી થતા જિનેશ્વર ભગવાને કહેલા ધર્માનુષ્ઠાનોને પાપાનુબંધી પુણ્ય બંધાવનારા તરીકે કહ્યા છે ? કે નિદાનપૂર્વકના અને અજ્ઞાન કષ્ટ (અજ્ઞાન ગર્ભિત દયા વગેરે) થી થતા ધર્માનુષ્ઠાનને બ્રહ્મદત્તાદિના ઉદાહરણથી પાપાનુબંધી પુણ્યવાળા કહ્યા છે ? કેવળ વિષયસુખ-સંપટતાથી નિદાન કરનારને તો પાપાનુબંધી પુણ્યવાળા કહેવામાં કોઈને ક્યાં વિવાદ જ છે ? પૂછો - પ્ર૦- પણ અહીં ‘અજ્ઞાન' શબ્દથી ‘અજ્ઞાન કષ્ટ' કયા આધારે કહો છો ? ઉ0 – ‘શ્રાદ્ધવિધિ’ ગ્રન્થમાં આ વ્યાખ્યા મળે છે. ‘શ્રાદ્ધવિધિ’ શાસ્ત્રમાં પાપાનુબંધી પુણ્યની વ્યાખ્યા : (૨૬) શ્રી શ્રાદ્ધવિધિ ગ્રન્થમાં શ્રી ધર્મઘોષસૂરિ મહારાજના નામથી કહ્યું છે કે 'निरोगाइ गुण जुआ, महिड्डिआ कोणिउब पावरया । पावाणुबंध पुण्णा हवंति अन्नाणकट्टेण ॥' અર્થ :- પૂર્વના તાપસભવમાં અજ્ઞાન કષ્ટ કરવા વડે જીવો, કોણિક રાજાની પેઠે, મોટી ઋદ્ધિ તથા નિરોગી કાયા આદિ ગુણવાળા થાય, છતાં પણ ધર્મકૃત્ય કરે નહિ અને પાપકર્મમાં આસક્ત થાય, તેઓને પાપાનુબંધી પુણ્ય જાણવું. ધન્યચરિત્ર’ શાસ્ત્રવાણી : તદુપરાંત - પૂ. જ્ઞાનસાગરસૂરિજીકૃત ‘ધન્યચરિત્ર'માં પણ પ્રારંભમાં પાપાનુબંધી પુણ્યના ઉદાહરણમાં પૂર્વભવમાં અજ્ઞાનકષ્ટગર્ભિત લૌકિક (૧૫૫)
SR No.008878
Book TitleIshtafal Siddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2008
Total Pages91
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy