SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાધર્મની આરાધના કરીને પાપાનુબંધી પુણ્ય બાંધનાર વિશ્વભૂતિ બ્રાહ્મણનું ઉદાહરણ આપ્યું છે, નહીં કે આકાંક્ષાગર્ભિત જૈનધર્મની આરાધના કરનારનું. માટે જ સવાલ થાય ને કે – ભગવાનના ભાખેલા ધર્મ કે ધર્માનુષ્ઠાનોને કયાંય પણ અજ્ઞાનકષ્ટ રૂપે શાસ્ત્રકાર ભગવંતોએ વખાડ્યા છે ખરા ? (૨૭) જેને સમજવું હોય એ તો સમજી શકે તેમ છે કે સંસારમાં આપત્તિ વગેરે આવી હોય, અથવા કોઈક સુખ પોતે ઈચ્છવા છતાં ને પ્રયત્ન કરવા છતાં ન મળતું હોય ત્યારે જીવને અનીતિ - દુરાચારના માર્ગે જવાનું દિલ ન થતાં ભગવાનના ભાખેલા જિનપૂજા વગેરે ધર્માનુષ્ઠાનો કરવાનું દિલ જાગે, તો પુણ્યાનુબંધી પાપનો ઉદય ખરો કે નહીં ? ‘પુણ્યાનુબંધી પાપ' ના ઉદયે જીવને આપત્તિમાં કે રોગમાં ધર્મ કરવાનું મન થાય ત્યારે એને ‘પાપાનુબંધી પુણ્ય’નું લેબલ લગાવતા પહેલાં લાખ વાર વિચાર કરવો જોઈએ. પાપાનુબંધી પુણ્યના ખોટા લેબલ : ખૂબ સમજવાની જરૂર છે કે મોક્ષના આશય વિના પણ જે લોકોને સંસારમાં રહેવાથી આવેલી આપત્તિ વગેરેને ટાળવાના આશયથી કે મોક્ષના દ્વેષ વિના સંસારના રાજ્યાદિ સુખ મેળવવાના આશયથી નમિ-વિનમિની જેમ, ભગવાનની પૂજા વગેરે ધર્મકૃત્ય જ કરવાનું દિલ જાગે છે તેઓને પાપાનુબંધી પુણ્ય બાંધનારા કયા શાસ્ત્રના આધારે કહી શકાય ? પુણ્યાનુબંધી પાપના ઉદયવાળા કેમ ના કહેવાય ? અથવા તો એ વિચારો કે (૨૮) સીધે સીધા દેવદ્રવ્યમાં ભેટ તરીકે હજારો રૂપિયા જમા કરાવવાને બદલે, કોઈક ‘આ બધાની વચમાં હું જ પહેલી માળની મોટી ઉછરામણીની બોલી બોલું તો નામ રહી જાય' એમ કરી બોલી બોલીને પહેલી માળા પહેરે, એમાં ઊંડે ઊંડે કાંઈક કીર્તિની કામનાથી પહેલી માળની બોલી બોલીને દેવદ્રવ્યવૃદ્ધિનો ધર્મ આરાધે, તો આ શું પાપાનુબંધી પુણ્ય બાંધશે ? ‘ભગવાનની કે ગુરુની પૂજા તો પહેલી કરો કે છેલ્લી કરો, ભાવથી કરનારાને લાભ જ છે,' એવું જાણ્યા પછી પણ ‘આ બધાની વચમાં હું જ મોટી બોલી (૧૫૬) શાસ્ત્રકારોએ વિવિધ કારણથી કરાતા ધર્મના અમાપફળ કહી ધર્મ ખૂબ કર્યો જવાનું કહ્યું છે એ આ જ માટે કે ધર્મ ખૂબ સાધતા રહેવાથી ધર્મપ્રેમ ધર્મશ્રદ્ધા જાગે, ને વધતી રહે. સાંસારિક ફળ માટે પણ અમલ ધર્મ યાને જિનેશ્વર ભગવાનના ભાખેલા સેવા-પૂજા આદિ ઉત્તરોત્તરધર્મ કરવાથી અમાપલાભ થાય છે. તે માત્ર પરંપરાએ જ નહિ કિન્તુ નિકટમાં મુક્તિગામી, સાંસારિક ચીજવસ્તુ પ્રાપ્ત કરવા માટે પણ ભગવાનનો જ આશરો લેનારા જીવોને પણ સાક્ષાત લાભ થવાના દૃષ્ટાંતો અપાયા છે. દા.ત. યોગશાસ્ત્ર શું કહે છે ? : (૯) શ્રી ઋષભદેવ ભગવાને સંબંધીઓને સંપત્તિ વહેંચીને દીક્ષા લીધી તે વખતે નમિ-વિનમિ પરદેશ ગયા હતા તેથી એમને કાંઈ મળેલું નહિ, પણ પાછા ફર્યા ત્યારે ભરતે તેઓને રાજ્યનો ભાગ આપવા માંડ્યો પણ તેઓએ લીધો નહિ, અને એ આવ્યા ભગવાન પાસે. કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા ભગવાનને પ્રણામ કરીને વિનંતી કરે છે કે ‘હમારા સ્વામી આપ જ છો, અમને રાજ આપો’ ભગવાન તો નિર્મમ હોવાથી કાંઈ જ બોલતા નથી; તો ભગવાનની સાથે જ રહીને રોજ ભગવાનની સેવાપૂજા કરે છે. એક વખત ત્યાં વંદન કરવા આવેલા ધરણેન્દ્ર એમને કહે છે ‘ભગવાન તો નિષ્પરિગ્રહી છે, એ શું આપશે ? માટે તમે ભરત પાસે જઇને રાજ્ય માંગો', ત્યારે નમિ-વિનમિએ જે જવાબ આપ્યો તે ભગવાન પાસે મોક્ષ સિવાય કશું મંગાય જ નહિ એવું એકાન્તે માનનારા અને ઉપદેશનારાની આંખ ખોલી નાંખે એવો છે. તેઓ કહે છે કે - “આ વિશ્વના સ્વામી મળ્યા પછી અમે બીજા સ્વામી કરીએ નહિ. કલ્પવૃક્ષ મળ્યા પછી બાવળને કોણ સેવે ? અમે તો પરમેશ્વરને છોડીને બીજા પાસે નહીં જ માગવાના. શું ચાતક પક્ષી મેઘને છોડીને બીજા પાસે યાચના કરે ?’ આ જવાબ શબ્દેશબ્દ વાંચવો હોય, તો કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજના યોગશાસ્ત્ર પહેલો પ્રકાશ દસમા શ્લોકની ટીકામાં શ્લોક-૧૪૭ થી બરાબર વાંચો. વળી એ નિમ-વિનમિ ધરણેન્દ્રને કહે છે કે (૧૩૭)
SR No.008878
Book TitleIshtafal Siddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2008
Total Pages91
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy