SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત ૧૮૯ નથી. એ તો અર્થના કરનારા છે. અને અર્થનો અવળો અર્થ કરે તો એમની ગુનેગારી તેમને થાય. બાકી એ ઉપદેશક ના કહેવાય. ઉપદેશક જ વધુ જોખમદાર. અને પંડિતો તો એટલા જ ગુનેગાર કહેવાય કે અર્થનો અનર્થ કર્યો. તે તો સંસારમાં ય બધે થઈ રહ્યું છે. પંડિતો ‘મહારાજને ભણાવે તો ય પંડિતો જોખમદાર નથી. ‘મને જે આવડ્યું, તે તમને જણાવ્યું', કહેશે. આ તો ઉપદેશક થઈ જાય અને પછી એણે લોકોને ઉપદેશે ય સમજણ પાડી હશે ને ? કો'કને તો સમજણ પાડી હશેને ? જુઓ પોતાની જવાબદારી પર પોતે અર્થપૂર્ણ સમજણ પાડે છે. કૃપાળુદેવે તો એમ કહ્યું કે અમારા વાક્યો નીચે અંડરલાઈન ના કરશો. એ શું કહેવા માગે છે ? તું ડખો ના કરીશ. તારી બુદ્ધિ નહીં પહોંચે. તેનો જ આ લોકો ઉપદેશ આપવા માંડ્યા. એમાં જવાબદારી કોને આવશે ? સાંભળનારને કે ઉપદેશકને ? પ્રશ્નકર્તા : ઉપદેશકને. દાદાશ્રી : બાકી હું તો બોલીશ, કારણ કે મને તો કોઈની પર રાગદ્વેષ નથી. એમાં ભૂલ માસ્તરતી કે નિશાળિયાની ? ‘આ તો ઉપદેશ આપતા નથી અને ગુરુ થઈ બેઠાં છે. એ મારે જોઈએ નહીં. મને તો જે ઉપદેશ આપે, મને કંઈ પણ જાગૃત કરે, હેલ્પ કરે એ મારા ગુરુ.” કહ્યું ! આજના જે ગુરુઓ વાણી બોલે છે ને તે તો જોડે બેઠેલાં હોય, તેને જ નથી ગમતી ને. શિષ્યને જ ના ગમતી હોયને. પ્રશ્નકર્તા : ઘણી વખત એવું બને છે કે ઉપદેશ સાંભળવા પચ્ચીસ માણસો બેઠાં હોય. એમાં પાંચને સ્પર્શી જાય ને બાકીના વીસ એવા ને એવા કોરા રહે છે. એમાં ઉપદેશકની ભૂલ કે ગ્રહણ કરનારની ભૂલ ? દાદાશ્રી : આમાં સાંભળનારની શી ભૂલ છે બિચારાની ?! ઉપદેશકની ભૂલ છે ! સાંભળનાર તો છે જ એવા. એ તો ચોખ્ખું જ કહે છે ને કે “સાહેબ, અમને તો આવડતું નથી, તેથી તો તમારી પાસે આવ્યા છીએ.’ પણ આ તો ઉપદેશકોએ રસ્તો ખોળી કાઢયો છે, પોતાનો સ્વબચાવ ખોળ્યો છે કે ‘તમે આમ કરતા નથી, તમે આમ....” એવું ના કહેવાય. તમારે ત્યાં હેલ્પ માટે આવ્યો ને તમે આવું કરો છો ?! આ તો ઉપદેશકોની ભૂલ છે. આ સ્કૂલના જેવી વાત નથી. સ્કૂલની વાત જુદી છે. સ્કૂલમાં જેમ છોકરા કશું કરતા નથી, એ જુદું છે ને આ જુદું છે. આ તો આત્મહિત માટે આવેલા છે. જેમાં બીજી કોઈ જાતની ખરાબ દાનત નથી. સંસારહિત માટે નથી આવેલા. એટલે આ ઉપદેશકે બધું કરવું જોઈએ. પણ આ તો પોતાનું ચારિત્રબળ નથી, એટલે આ લોકોએ શોધખોળ (!) કરેલી, ને પછી શિષ્ય પર ચિઢાયા કરે. એનો અર્થ જ નહીં ને ! એ તો બિચારા છે જ એવા. લેવા આવ્યા છે, તેની જોડે કકળાટ ને ક્લેશ કરવાનો ના હોય !! જ્યાં આગળ ક્રોધ-માન-માયા-લોભ ઓછા થતાં જતા હોય, જ્યાં મતભેદ ઓછા થતાં જતા હોય, જ્યાં શાંતિ વધતી જતી હોય, એ સ્ટેશને જઈએ. બીજી જગ્યાએ જવાતું હશે ? લો રૂપિયો ખખડાવીને પ્રશ્નકર્તા : એમની વાણી પેપરોમાં આવે છે. દાદાશ્રી : એ વાણી, વાણી જ ના કહેવાયને ! એ વાણી સાચી નહીં. આ બધી વાણી આવે છે ને તે લોકવાણી છે. લોકોની ભાષામાં બરાબર છે. અલૌકિક ને લૌકિક તમે સમજ્યા ? એ લૌકિકના હિસાબે બરોબર છે. અને અલૌકિકના હિસાબે બરોબર નથી. આપણે અલૌકિક સાથે ભાંજગડ રાખવી. આગ્રહી વાણીથી રીઝર્વેશત, ચારપણામાં ! પ્રશ્નકર્તા : આગ્રહ એ પોઈઝન છે, એ બરોબર છે ? દાદાશ્રી : બહુ મોટું પોઈઝન છે. આગ્રહવાળી વાણી ય વાંચવી નહીં. આ બધી આગ્રહવાળી વાણીને એટલે પોઈઝનસ્ વાણી કહેવાય. પ્રશ્નકર્તા : અત્યારે તો બધી આગ્રહવાળી જ વાણી જોવા મળે છે.
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy