SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત એવું છે, આપણને પાંચ જવાબ જો સાચા પડ્યા તો છઠ્ઠો જવાબ સાચો હશે એવું માનીને જવા દેવું. એમાં પોતાની બુદ્ધિ વાપરવી નહીં, કારણ કે આ હું બોલતો નથી. આ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે. સહજ જવાબે જ સમાધાત ! ૮૩ પ્રશ્નકર્તા : આપના સહજ જવાબ મેળવીને સમાધાન થઈ જાય છે. દાદાશ્રી : સહજ જવાબ હોય તો સમાધાન થઈ જાય. આ સહજ જવાબ છે. એટલે સ્થિર થઈ જાય. લોકોના મોટા મોટા પ્રશ્નો સોલ્વ થઈ ગયેલા. ગમે તેવા મૂંઝાયેલા હોય, પણ સોલ્વ થઈ જાય. કારણ કે સહજ જવાબ છે. પ્રશ્નકર્તા : આપને પ્રશ્ન પૂછાય તો તરત એકદમ એક્ઝેક્ટ જવાબ કેવી રીતે આવી જાય છે ? દાદાશ્રી : એનું નામ જ જ્ઞાન કહેવાય. એ જ્ઞાનની ભૂમિકા છે. પેલો પ્રશ્ન પૂછે ને અહીં કેવળજ્ઞાનમાંથી એનો જવાબ મળી જાય. પ્રશ્નકર્તા : એટલે એવું શું થાય છે ? અંદર શું થતું હશે કે એ એક્ઝેક્ટ જવાબ નીકળે ? દાદાશ્રી : કશું થાય નહીં. એ સહજ પ્રક્રિયા છે. મારે કશું કરવાનું ના હોય, વિચારવાનું ના હોય. સહજવાણી એમ ને એમ જ નીકળે. અને તે ય શાસ્ત્રમાં લખવા જેવી હોય. અને એ શાસ્ત્ર પાછું ચેકો ના મરાય એવું હોય. એટલે આ મારા વિચારેલા જવાબ નથી. એ તો ટેપરેકર્ડમાંથી નીકળેલા જવાબ છે. અને મારી પાસે નીકળ્યું, તે તો ટેપરેકર્ડની મારફત જ નીકળે ને ! હું ક્યાં બોલું છું ? આ મનની વિચારેલી વાત નથી. આ સહજ વાણી છે. પ્રશ્નકર્તા : મન જો વિચાર ના કરે, તો આપ અમને જવાબ કેવી રીતે આપી શકો ? વાણીનો સિદ્ધાંત દાદાશ્રી : હું વિચારીને જવાબો આપું તો કોઈ સાંભળે ય નહીં. એમાં કશી બરકતે ય ના આવે. આ જવાબ આપું છું, એ જ્ઞાનથી આપું છું. વિચારથી જવાબ, એ તો એંઠવાડો કહેવાય. આ તો નિર્મળ જવાબ આપું છું. જ્ઞાનથી જવાબ આપું છું. વિચારવાનું જરા ય ના હોય. વિચાર એ તો પુદ્ગલ કહેવાય. અમારામાં એવું ના હોય. કોઈ પ્રશ્ન પૂછે તો અમે કેવળજ્ઞાનમાં જોઈને જવાબ આપીએ. એ જવાબ શાસ્ત્રમાં હોય નહીં. હવે આ બધું ગુપ્ત વિજ્ઞાન ક્યાંથી બહાર પડે ? આમાંનો એક અક્ષરે ય શાસ્ત્રમાં ના મળે. ८८ અમે મનમાં ખોવાઈ જઈએ કે અમારું મન સ્હેજ અટકે, તો અમે પ્રશ્નનો જવાબ જ ના આપી શકીએ. પ્રશ્નનો જવાબ આપવો, એ તો બહુ મોટી વાત છે. પ્રશ્નનો જવાબ આપી શકે જ નહીં કોઈ. અમારું મન નિરંતર ક્ષણવર્તી, બુદ્ધિ અમારી ખલાસ થયેલી, ચિત્ત શુદ્ધ થઈ ગયેલું. અહંકાર આ ડીસ્ચાર્જ પૂરતો જ રહેલો. તો પછી તમે જે પૂછોને, એટલે ટેપરેકર્ડ ફર્સ્ટ કલાસ નીકળે. તે ય પાછા માલિક નહીં અમે. જરૂર તહીં મર્યાદાતી, પૂછવામાં ! તમારે વધારે સમજવું હોય તો મારી વાતને ઉથલાવવી અને પૂછવું. મારી બહુ મર્યાદા રાખવાની જરૂર નથી. કારણ કે આ મારી વાત નથી. ટેપરેકર્ડની વાત છે. તે તમારાથી પૂછાય કે દાદા, આ ટેપરેકર્ડ આમ કેમ બોલી ? ટેપરેકર્ડ બરાબર વાગે છે ને ? જો બરાબર ના વાગતી હોય તો તમારે કહેવું. તો પછી હું પિન બદલી નાખું, ફેરવી નાખું. હું ક્યાં બોલું છું, આ બધું ! આ અમારી ટેપરેકર્ડ બરાબર લાગે છે કે ? બનતાં સુધી એમાં ભૂલ ના થાય, એવી ખાતરી છે. પણ ભૂલ થાય તો કંઈ કહેવામાં હરકત નહીં. કોઈને એમ લાગે કે દાદાજીને કેમ કહેવાય ? પણ આમાં મારી ભૂલ હોય તો ના કહેવાય. મારી ભૂલ નથી, આ તો ટેપરેકર્ડની ભૂલ છે. એટલે કહેવાય બધું. પ્રશ્નકર્તા : અમારું રીસીવર બગડયું હોય તો જ ભૂલ છે એવું લાગે.
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy