SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત દાદાશ્રી : કોડવર્ડ સુધી તો આ થઈને આવેલું છે. કોઈ પ્રશ્ન પૂછે કે તરત આ કોડવર્ડમાંથી નીકળી જાય. કોડવર્ડમાંથી પછી એનું શોર્ટહેન્ડ થાય છે. અને પછી આ વાણી નીકળે છે, બધાને સમજાય એવી ભાષામાં. પેલું શોર્ટહેન્ડ, પણ ના સમજાય એવી ભાષા હોય. અત્યારે આ કોડવર્ડ થઈને તો આવેલું જ હોય. પૂર્વભવનું જે “અવસ્થિત' હતું, તે ‘વ્યવસ્થિત'માં કોડવર્ડ તરીકે આવ્યું હોય. એ બધું પાછલું જ ! પ્રશ્નકર્તા : આ કોડવર્ડ સુધી થઈને આવેલું છે. એ અત્યારના દર્શનના આધારે કે પાછલા દર્શનના આધારે ? દાદાશ્રી : એ તો પાછલા દર્શનના આધારે જ કોડવર્ડ થયેલું ને, આવું નીકળશે. પ્રશ્નકર્તા : મહીં ટેપીંગ થતું તમને દેખાય ? દાદાશ્રી : ના, ના. એ કશું દેખાય નહીં. નીકળે એટલે અનુભવ થાય. એ દેખાય નહીં કારણ કે એ બધી સૂક્ષ્મ ક્રિયાઓ છે, સૂક્ષ્મતર ક્રિયાઓ છે. એ સૂક્ષ્મતમ ક્રિયા નથી, પણ સૂક્ષ્મતર ક્રિયા છે. એ દ્રવ્યકર્મ કે નોકર્મ ? પ્રશ્નકર્તા : આ વાણી બોલાય, વિચારણાઓ છે અને વર્તના છે, એ શેમાં સમાવેશ પામે ? નોકર્મમાં જાય ? દાદાશ્રી : વિચાર-વર્તન, એ બધું નોકર્મ. પ્રશ્નકર્તા તો વાણી દ્રવ્યકર્મમાં ગણાય ? દાદાશ્રી : એના પરમાણુ છે તે મૂળ દ્રવ્યકર્મના છે અને આ અહીંથી બહાર ખેંચાઈને જે સ્થૂળ સ્વરૂપે નીકળી એ નોકર્મ છે. પ્રશ્નકર્તા : એટલે જે પેલા કોડવર્ડ હોય છે ને શોર્ટહેન્ડ થાય છે, ત્યાં સુધી શું કહેવાય ? દાદાશ્રી : ત્યાં સુધી એ બધું દ્રવ્યકર્મમાં જાય. અને પછી બહાર નીકળે છે એ નોકર્મ. નોકર્મ એટલે તમે માલિક નહીં. તેથી તમે જવાબદાર નહીં. માલિક થયા એટલે જવાબદારી તમારી. કોડવર્ડ સુધી તૈયાર ! પ્રશ્નકર્તા : તો આપને સવાલ કોઈ પૂછે, તો તમે વાણી દ્વારા જવાબ આપો છો એ કેવી રીતે ? દાદાશ્રી : મારે તો કંઈ જવાબ આપવાની જરૂર જ નહીં. કોડવર્ડથી જવાબ નીકળી જાય. પ્રશ્નકર્તા: ‘કોડવર્ડ’થી એટલે શું ? પ્રશ્નકર્તા ઃ તમે અત્યારના બનેલા પ્રસંગોની વાત કરો છો, એ ટેપ તો અત્યારે નીકળી. દાદાશ્રી : ના. બધું પાછલું જ. અત્યારે તો આ વસ્તુઓ રૂપકમાં આવેલી. મૂળ તો પાછલું જ ને ? એ તો પહેલા કોડવર્ડ સુધી ટેપ થયેલી જ છે, તે અત્યારે કોડવર્ડ હેલ્પ કરે છે. પ્રશ્નકર્તા કોડવર્ડમાંથી પાણી નીકળે, એમાં અત્યારનું દર્શન કંઈ જ કરે નહીં ? દાદાશ્રી : અત્યારનું કશું આમાં લાગે વળગે નહીં ને ! એવું છે ને, કોડવર્ડ સુધી બધું પહેલાં તૈયાર થઈ ગયેલું હોય. પેલા સામો પૂછે કે તરત શોર્ટહેન્ડ થતાં જ બહાર નીકળે, હડહડાટ ! પ્રશ્નકર્તા : તે વખતે આપના અત્યારના જ્ઞાનનું એની અંદર એડિશન થાય ? દાદાશ્રી : ના, કશું ય નહીં. એ જે છે એ જ. તેથી જ અમે કહીએ છીએ ને, આ ઓરિજિનલ ટેપરેકર્ડ છે. અત્યારે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy