SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૫૧૩ ૫૧૪ વાણીનો સિદ્ધાંત બાપની જોખમદારી છે. આપણે ના બોલીએ તો ના ચાલે? ચાલે. એટલે ભગવાને કહ્યું છે કે જીવતાં જ મરેલાની જેમ રહે. બગડેલું સુધરી શકે છે. બગડેલાને સુધારવું એ “અમારાથી થઈ શકે, તમારે ના કરવું. તમારે અમારી આજ્ઞા પ્રમાણે ચાલવું. છોકરાંને સુધારવા હોય તો આ અમારી આજ્ઞા પ્રમાણે ચાલો. છોકરાં પૂછે તો જ બોલવાનું અને તે પણ તેમને કહી દેવાનું કે મને ના પૂછો તો સારું અને છોકરાં માટે અવળો વિચાર આવે તો તેનું તરત જ પ્રતિક્રમણ કરી નાખવું. પ્રશ્નકર્તા છોકરાઓને કહેવા જેવું લાગે તો વઢીએ, તો એને દુઃખ પણ લાગે તો શું કરવું ? દાદાશ્રી : પછી આપણે અંદર માફી માગી લેવી. આ બેનને વધારે પડતું કહેવાઈ ગયું હોય ને દુઃખ થઈ ગયું હોય તો તમારે બેનને કહેવું કે, માફી માગું છું. એવું ના કહેવા જેવું હોય તો અતિક્રમણ કર્યું એટલે અંદરથી પ્રતિક્રમણ કરો. તે તમે તો ‘શુદ્ધાત્મા’ છો. તે તમારે ચંદુલાલને કહેવું કે ‘પ્રતિક્રમણ કરો. તમારે બેઉ જુદા ભાગ રાખવા. આપણે ખાનગીમાં અંદર પોતાની જાતને બોલીએ કે ‘સામાને દુઃખ ના થાય એવું બોલજો. અને તેમ છતાં છોકરાને દુઃખ થાય તો ચંદુભાઈને કહીએ કે ‘પ્રતિક્રમણ કરો.” બાઘો થઈ ગયો છોકરો બિચારો. એમાં આ ગાંડા કાઢ કાઢ કરે, તે ચિઢાય ચિઢાય કરે. ને ‘બોલને બોલ, કંઈ બોલતો નથી, મૂંગો થઈ ગયો છું.” અને આમ કાનપટ્ટી પકડાવે ! ચક્કર, શું કરવા આવું કર્યા કરે છે ? કેટલાય માસ્તરો આવું કરે છે. ટયુશન રાખે છેને આવું...! કેટલાય કરે છે અને પછી શું કહે કે છોકરો મને માથે પડ્યો છે ! અલ્યા, છોકરો નથી માથે પડ્યો, તું છોકરાને માથે પડ્યો છે. આપણે ના સમજીએ કે આ છોકરો ડલ છે. એટલે આપણે એને ડલનેસમાં જેટલું પાણી પિવડાવાય એટલું પાવું, બીજું વધારાનું પાણી પાવું નહીં. એને કહીએ કે આ કવિતા ગોખી લાવજે. પછી ના બોલે તો કંઈ નહિ. પણ આ તો મનની કલ્પનાઓ કરે, સાલો બોલતો જ નથી. મુંગો છે !” અલ્યા ન્હોય મંગો. એને વાત પહોંચતી નથી. તું વાત શું કહેવા માંગે છે એ એને પહોંચતી નથી. એટલે એ કુંઠિત થઈ ગયો છે બિચારો ! એને તું બહુ એ કર કર કરીશ, ગોદા માર માર કરીશ, તો એને શૉક લાગશે. ઈલેક્ટ્રિકનો શૉક લાગે ને માણસ થઈ જાય, એવો એ પછી થઈ જાય. વગર કામનો ગોદા માર માર કરે ! હવે જો એને બૈરી આવી મળી હોય ને ના સમજે એવી, તો શું થાય છે? આખી જિંદગી શી રીતે કાઢે ? પ્રશ્નકર્તા : મોટા ભાગનું તો પોતે જે સમજ્યો હોય તે પેલો માણસ તરત સમજી જાય એવો આગ્રહ વધારે ઉત્પન્ન થઈ જવાથી અવળાં પરિણામ ઊભાં થઈ જાય છે. કાઉન્ટર પુલીતી કરામત ! કેટલાક તો છોકરો ભણતો ના હોય, પ્રશ્નનોના જવાબ આપતો ના હોય તો માસ્તર એને વઢે ને, “કંઈ સમજ પડે છે તને ? બોલ ને બોલ, મૂરખ બોલ !” હવે ત્યાં પરીક્ષામાં પાસ થાય માટે માસ્તરનું ટ્યુશન રાખે છે. પણ આમ કરે તો પેલો છોકરો બિચારો બાઘો બની જાય ને આ માસ્તર અકળાયા કરે. તે માસ્તરની શી દશા થાય. તે આપણા જેવા જોનાર કહે કે એ બાઘો થઈ ગયો. તું શું કરવા આમ ગાંડા કાઢે છે ? પાંસરો મને ! સીધો મરને ! નહિ તો તું તારી બઈના કામમાં નહિ રહું ! એ છોકરો બિચારો બાઘો થઈ ગયો ! એને તારી વાત મહીં પહોંચતી નથી, એટલે દાદાશ્રી : પોતાની દ્રષ્ટિથી સામાને માપે છે. તું સામાની દ્રષ્ટિ શોધી કાઢ. સામાની દ્રષ્ટિ એટલે શું કે દરેકને એડજસ્ટ થવું એવી દ્રષ્ટિથી જો. આ તો પોતાની દ્રષ્ટિથી સામાને માપ માપ કરે છે. કેટલાં વિશેષણ બોલ્યો ?! “ગો છે, અલ્યા, મરી જા ને !' પાછો ‘મરી જા' હઉં કહે. છોકરાનો બાપ સાંભળે તો, એ કહે, “માસ્તર, એવું ના બોલશો. અમારો એકનો એક છોકરો છે.” આમ એના મા-બાપ પાછાં કલેઈમ માંડે કે માસ્તર આવું બોલશો નહિ. પ્રશ્નકર્તા: અમે વાતો કરવામાં એટલા બધા મીકેનિકલ થઈ જઈએ છીએ કે કાઉન્ટર પુલી ગોઠવવાની જાગૃતિ જતી રહે છે.
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy