SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૪૯૭ ૪૯૮ વાણીનો સિદ્ધાંત 2. A તવ બોલ્યામાં નવ ગુણ ! આ કાળમાં ઓછું બોલવું એના જેવું એકે ય નથી. આ કાળમાં બોલ પથ્થર જેવા વાગે એવા નીકળે છે, અને દરેકના બોલ એવા જ હોય. એટલે બોલવાનું ઓછું કરી નાખવું સારું. કોઈને કશું કહેવા જેવું નથી, કહેવાથી વધારે બગડે છે. એને કહીએ કે, ‘ગાડીએ વહેલો જા', તો એ મોડો જાય અને કશું ના કહીએ તો ટાઈમે જાય. આપણે ના હોઈએ તો બધું ચાલે એવું છે. આ તો પોતાનો ખોટો અહંકાર છે. જે દહાડાથી છોકરાં જોડે કચકચ કરવાનું તમે બંધ કરશો તે દહાડાથી છોકરાં સુધરશે. તમારા બોલ સારા નીકળતા નથી, એનાથી સામો અકળાય છે. તમારો બોલ સંઘરતો નથી, ઊલટા એ બોલ પાછા આવે છે. આપણે તો છોકરાને ખાવાનું પીવાનું બનાવી આપીએ ને આપણી ફરજ બજાવીએ, બીજું કહેવા જેવું નથી. કહેવાથી ફાયદો નથી એવું તમને તારણ નીકળે છે ? છોકરાં મોટાં થયાં છે. કંઈ દાદરેથી પડી જાય એવા નાના છે ? તમે તમારો આત્મધર્મ શું કરવા મૂકો છો ? આ છોકરા જોડેનો તો “રીલેટિવ' ધર્મ છે. ત્યાં ખોટી માથાકુટ કરવા જેવી નથી. કકળાટ કરો છો તેના કરતાં મૌન રહેશો તો વધારે સારું રહેશે. કકળાટથી તો પોતાનું મગજ બગડી જાય ને સામાનું પણ બગડી જાય. પ્રશ્નકર્તા છોકરાં એની જવાબદારી સમજીને રહેતાં નથી. દાદાશ્રી : જવાબદારી ‘વ્યવસ્થિત'ની છે, તો એની જવાબદારી સમજેલો જ છે. એને કહેતાં તમને આવડતું નથી. તેથી ડખો થાય છે. સામો માને ત્યારે આપણે કહેલું કામનું. આ તો મા-બાપ બોલે ગાંડું પછી છોકરાં ય ગાંડું કાઢે. પ્રશ્નકર્તા : છોકરાં તોછડાઈથી બોલે છે. દાદાશ્રી : હા, પણ એ તમે શી રીતે બંધ કરશો ? આ તો સામસામું બંધ થાય તો બધાનું સારું થાય. એક ફેરો મનમાં વિખવાદ પડી ગયો પછી એની લિંક ચાલુ થઈ જાય, પછી મનમાં એના માટે ગ્રહ બંધાઈ જાય કે આ માણસ આવો છે. ત્યારે આપણે મૌન લઈને સામાને વિશ્વાસમાં લેવા જેવું છે. આ બોલ બોલ કરવાથી કોઈનું સુધરે નહીં ! સુધરવાનું હોય તો “જ્ઞાની પુરુષ”ની વાણીથી સુધરે. છોકરાં માટે તો મા-બાપની જોખમદારી છે. આપણે ના બોલીએ તો ના ચાલે ? ચાલે. એટલે ભગવાને કહ્યું છે કે જીવતો જ મરેલાની જેમ રહે. બગડેલું સુધરી શકે છે. બગડેલાને સુધારવું એ ‘અમારાથી’ થઈ શકે, તમારે ના કરવું. તમારે અમારી આજ્ઞા પ્રમાણે ચાલવું. એ તો જે સુધરેલો હોય તે જ બીજાને સુધારી શકે. પોતે જ સુધર્યા ના હોય તે બીજાને શી રીતે સુધારી શકે ? છોકરાને સુધારવા હોય તો આ અમારી આજ્ઞા પ્રમાણે ચાલો. ઘરમાં છ મહિના મૌન લઈ લો. છોકરાં પૂછે તો જ બોલવાનું અને તે પણ તેમને કહી દેવાનું કે મને ના પૂછો તો સારું અને છોકરાં માટે અવળો વિચાર આવે તો તેનું તરત જ પ્રતિક્રમણ કરી નાંખવું. એવી વાણીતે તભાવી લઇએ ! આ ટીપોય વાગે તો આપણે તેને ગુનેગાર નથી ગણતા. પણ બીજું મારે તો તેને ગુનેગાર ગણે. કુતરું આપણને મારે નહીં ને ખાલી ભસભસ કરે તો આપણે તેને ચલાવી લઈએ છીએ ને જો માણસ હાથ ઉપાડતો ના હોય ને એકલું ભસભસ કરે તો નભાવી લેવું ના જોઇએ ?! ભસ એટલે ‘ટુ સ્પીક.’ ‘બાર્ક” એટલે ભસવું. ‘આ બૈરી બહુ ભસ્યા કરે છે એવું બોલે છે ને ? આ વકીલો ય કોર્ટમાં ભસતા નથી ? પેલો જજ બેઉને ભસતા જોયા કરે ! આ વકીલો નિર્લેપતાથી ભસે છે ને ? કોર્ટમાં તો સામસામી ‘તમે આવા છો, તમે તેવા છો, તમે અમારા અસીલ પર આમ જુઠ્ઠા આરોપ કરો છો' ભસે. આપણને એમ લાગે છે કે આ બેઉ બહાર નીકળીને મારંમારા કરશે. પણ બહાર નીકળ્યા પછી જોઇએ તો બેઉ જોડે બેસીને ટેસ્ટથી ચા પીતા હોય ! પ્રશ્નકર્તા : એ ‘ડ્રામેટિક’ લઢયા કહેવાય ? દાદાશ્રી : ના. એ પોપટમસ્તી કહેવાય. ‘ડ્રામેટિક’ તો ‘જ્ઞાની પુરુષ' સિવાય કોઈને આવડે નહીં. પોપટો મસ્તી કરે તો આપણે ગભરાઇ જઇએ
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy