SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત છૂટવાના કામી જ છીએ. એ કઠણ બોલે તો ય આપણે મૃદુ-ૠજુ ભાષા બોલવી જોઈએ. કારણ કે એ જવાબદાર નથી. એ તો ફાવે એવું બોલે. આપણે જવાબદાર છીએ. આપણે એક જ દિશામાં જવાનું છે. ૩૯૯ સુસ્વર - દુ:સ્વર ! આ તો મન ફ્રેકચર થઈ ગયું, બુદ્ધિ ફ્રેકચર થઈ ગયેલી, વાણી ફ્રેકચર થઈ ગયેલી. એ બોલે તો પેલા સામાને ખોટું લાગે. કેટલાક માણસ જમવા બોલાવવા આવે તે, આપણને બધાને, તે અહીં બોલાવવા આવે કે પહેલાં એ કઠોર બોલે એવું, તે આપણા મનમાં એમ થાય કે આથી જમવા ના ગયા હોય તો સારું પડત. એ ભાષા જ એવી બોલેને કે એને સારું બોલતા જ આવડતું નથી. પ્રશ્નકર્તા : એ શું બોલે ? કેવું બોલે ? દાદાશ્રી : હમણે કો'ક આવે કહેશે, ‘બધા અક્કલ વગરનાં અહીં બેસી રહ્યા છો ? ઊઠોને, જમવા.’ ત્યારે પેલાં કહેશે, ‘અલ્યા, જમી રહ્યા અમે. હવે આ તે અહીં જમાડ્યા, તે ઓછું છે આ ?!’ એને દુઃસ્વર કહેવાય. જો અક્કરમીને ભાગ કાગડા જેવા શબ્દ આવ્યા છે. આપણા હિતને માટે બોલતો હોય તો ય આપણે કહીએ, ‘ના બોલો તો સારું. એનાં કરતાં અહિત થાય તો સારું. આનાં કરતાં મરી જવાય તો બહેતર છે. પણ આ ના બોલે તો સારું.’ જીવવાનું ય ના ગમે, એનાં બોલ એવાં કડવાં લાગે. કેટલાક ખીચડી ખવડાવે, તે એવું મીઠું બોલે કે ‘ભઈ, જરા જમવા પધારોને.’ તે આપણને ખીચડી એવી સુંદર લાગે. ભલેને ખીચડી એકલી હોય, પણ એ સુસ્વર. એટલે સ્વર ને બધું ના જોઈએ ? બધું જોઈએ ને ! પોઝિટીવ ‘બોલ’તી, પોઝિટીવ અસરો ! એક ભાઈ મને પૂછે કે, ‘તમારા જેવી મીઠી વાણી ક્યારે થશે ?” ત્યારે મેં કહ્યું કે ‘આ નેગેટીવ શબ્દો બધા જે છે તમારા, એ બોલવાના વાણીનો સિદ્ધાંત બંધ થશે ત્યારે.’ કારણ કે દરેક શબ્દ એના ગુણ-પર્યાય સહિત હોય છે. હંમેશાં પોઝિટીવ બોલો. મહીં આત્મા છે, આત્માની હાજરી છે. માટે પોઝિટીવ બોલો. પોઝિટીવમાં નેગેટીવ ના બોલાય. પોઝિટીવ થયું, એમાં નેગેટીવ બોલીએ એ ગુનો છે અને પોઝિટીવમાં નેગેટીવ બોલે છે, એટલે આ બધી મુશ્કેલી ઊભી થાય છે. ‘કાંઈ જ બગડ્યું નથી' એમ બોલતાંની સાથે મહીં કેટલો ય ફેરફાર થઈ જાય. માટે પોઝિટીવ બોલો. ४०० મન છે તે વર્ષોનાં વર્ષો ગયા, પણ એક સહેજે ય નેગેટીવ થયું નથી મારે. સહેજે ય, કોઈપણ સંજોગોમાં નેગેટીવ થયું નથી. આ મન જો પોઝિટીવ થઈ જાય લોકોને, તો ભગવાન જ થઈ જાય. એટલે લોકોને શું કહું છું કે આ નેગેટીવપણું છોડતા જાવ, સમભાવે નિકાલ કરીને. પોઝિટીવ તો એની મેળે રહેશે પછી. વ્યવહારમાં પોઝિટીવ અને નિશ્ચયમાં પોઝિટીવ નહીં ને નેગેટીવ ય નહીં ! ܀܀܀܀܀
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy