SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૩૮૧ ૩૮૨ વાણીનો સિદ્ધાંત તમને સાંભળવા અહીં મળે ! વાણીનો માલિક નહિ, દેહનો માલિક નહીં. જેને તમે પગે લાગો તેનો માલિકે ય નહીં. એ મંદિરની શી દશા ! એ વાત ક્યાં આગળ ! આવી અનેરી વાતમાં આવ્યા પછી કોઈ પ્રશ્ન રહેતો નથી ! એ સમાધિ કોઈ પણ ક્ષણે ગઈ નથી. પ્રશ્નકર્તા : ત્યારે જ બીજાને અસર થાયને ! દાદાશ્રી : હા. નહીં તો અસર થાય જ નહીંને ! નહીં તો ઐશ્વર્ય આવું પ્રગટ ક્યાંથી હોય ? દેહમાં અઠ્ઠાવીસ વર્ષથી રહેતો નથી. એટલે પાડોશી તરીકે રહું છું. તેની અસર થાય. નહીં તો નિરંતર જોડે બેસો તો ય અસર ના થાય. આ વાણી કરશે કલ્યાણ ! આ દેહનો હું એક ક્ષણવાર માલિક થયો નથી. છતાં હું ભગવાનની ભક્તિમાં છું. આ હાથમાં ચૌદલોકનું અભયદાન છે. કારણ કે દેહનાં માલિક નથી. આ વાણી વર્લ્ડમાં પહેલી વખત નીકળે છે કે જે વાણીનો માલિક નથી. માલિક વગરની વાણી છે આ. જુઓ, કોઈ માલિક જ નહિ ને ?! ‘માલિકી વગરની વાણી' એવું કહીએ તો આખા હિન્દુસ્તાનમાં, પેપરોમાં એ ચઢે. એ ફોરેનવાળા બૂમાબૂમ કરે કે હોતી હશે આવી વાણી ? ઈઝ ઈટ પોસીબલ ?! તે શું હો હો થઈ જાય ! બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ જાય એવી વાણી છે. આપણે અહીં તો કોઈ ત્યાં આગળ મોકલે નહીં ને ! સાયન્ટિસ્ટોના હાથમાં જતું નથી આપણું. જ્યારે જશે ત્યારે પ્રશ્ન બધાં ઊભા થશે ! આશ્ચર્ય થશે એમને ! પ્રશ્નકર્તા : પોતાની ટેપ જે સાંભળે છે, તેને તો વીતરાગ દશા કહેવાય ને ? દાદાશ્રી : એ તો લોકોને કહેવું હોય તો કહે, ના કહેવું હોય તો ના ય કહે, પણ આપણે વીતરાગ છીએ. અમે માલિકી વગરની વાણી સાંભળીએ અને માલિકી વગરના મનના ચાળા જોઈએ. એટલે માલિકી વગરનું મન કામ કાઢી નાખ આપણું. એ વાતાવરણે ય જુદી જાતનું. માલિકની જ બધી ભાંજગડ છે આ. ટાઈટલ છોડતો નથી. એની જ આ ભાંજગડ છે ! ટાઈટલ સાચવે છે કે લોકો ? દેહથી નોખું આ જ્ઞાન છે, આ છે તો ટેપરેકર્ડની વાણી છે ! ક્રમિકમાર્ગમાં બધી વાણીઓ પોતાની હોય. એક તીર્થકર સિવાય બધી વાણી પોતાની હોય. તીર્થંકર એકલાની જ ટેપરેકર્ડ હોય. આ તો ટેપરેકર્ડ
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy