SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૩૪૭ ૩૪૮ વાણીનો સિદ્ધાંત નિષ્પક્ષપાતી વાણી હોય. સર્વધર્મ પર સમભાવ એ તો મૂરખા માણસનું કામ છે. સમભાવ રખાતો હશે? પાશેરને પાશેર કહેવું પડે અને શેર ને શેર કહેવું પડે. શેરને ને પાશેરને આમ ત્રાજવામાં મૂકીએ તો ઊંચું નીચું ના થાય ત્રાજવું ? પ્રશ્નકર્તા : શબ્દોની ટર્મિનોલોજી એવી છે ને, કે કોઈ સમજે જુદું. દાદાશ્રી : પણ ધીમે ધીમે ફોડ પડી જાય. કારણ કે અમારી બધી વાણી મૌલિક છે. હા. મૌલિક વાત અત્યાર સુધી બે હજાર વર્ષથી નીકળી નહોતી કોઈની ! મૌલિક એક શબ્દ નથી નીકળ્યો. તે મોક્ષે જવા માટે આ મૌલિક વાણી કામ કાઢી નાખે. બાકી મૌલિક વાણી હોય નહીં ! દાદાતી વાણી, ક્યા દર્શનમાં ? પ્રશ્નકર્તા ઃ તમે જેટલું કહો છો, એ બધું મહાવીર ભગવાનનું છે? જૈનદર્શનનું છે ? દાદાશ્રી : એ બધા દર્શનનું છે અને જૈનદર્શન પણ આમાં છે જ. બધા દર્શનવાળાને ફીટ થાય એવી વાત છે, કારણ કે આ વિજ્ઞાન છે. પ્રશ્નકર્તા : કારણ કે પ્રશ્ન એવો ઊઠે છે કે દાદા ખાલી “જૈનિઝમ' ઉપર જ કેમ બોલે છે ? ગુણોની પણ જરૂર છે. જ્ઞાતી, સર્વ મતતા જાણકાર ! આ તો અનેકાંત માર્ગ, એને એકાંતિક કરી નાખ્યો છે. આગળ ના સમજણ પડવાથી એકાંતિક કરી નાખ્યો છે. ને મત બનાવ્યો. એકાંતિક એટલે મત. અને અનેકાંત એટલે મત નહીં, નિષ્પક્ષપાત, અનેકાંત ! ભગવાને કહ્યું છે, જ્ઞાની પુરુષ સ્વમત-પરમતના જાણકાર હોવા જોઈએ. પોતાના સ્વ-મતવાળાને પ્રકાશ આપવો એ એકાંતિક કહેવાય, અનેકાંત થવું પડશે. પરમતનો ગમે તે માણસ આવ્યો હોય અને એ ખુલાસો માગે, તો તરત જ, ઓન ધી મોમેન્ટ ખુલાસો હોવો જોઈએ. અને તે ખુલાસો સફળ હોવો જોઈએ. આ તો પોતાના મતવાળાને એકલાને જ સમજાવી શકે. એનો અર્થ જ નહીં ને. મિનિંગલેસ છે બીજા મતવાળા આવે ત્યારે શું થાય ? પ્રશ્નકર્તા : બધાનું સમાધાન કરી શકે એવું હોવું જોઈએ. દાદાશ્રી : આ પ્રખર વેદાંતી સાહેબ આવ્યા હતા. એમની પાસે કોઈ જૈનનો સાધુ એમ તો બોલી જુએ કે “ના, ભગવાન કર્તા નથી આનો.” જોઈ લો, પછી સાહેબનો રોફ. એટલે અહીં તો એવું બોલવું પડે કે એને પોતાને બુદ્ધિમાં વાત સમજાઈ જાય. ભગવાન કર્તા નથી, એનો તો વિરોધ આખી દુનિયામાં ચાલે છે. મહાવીર ભગવાનના વખતમાં ય જબરજસ્ત વિરોધ ચાલેલા. અને આ સાહેબને અહીં જરા પણ વિરોધ પડ્યો કંઈ ? આ કોઈ વૈષ્ણવને અહીં વિરોધ પડતો નથી. કારણ કે વૈજ્ઞાનિક ઢબ છે આપણી અને અમે બોલતા જ નથીને આ તો ટેપરેકર્ડ બોલે છે. નહીં તો પરમતવાળો એક માણસ ફેરફાર ના થાય. આ સામે માણસ હોય તો દલીલબાજી કરે. ને સામે માણસ ના હોય, ને ટેપ હોય તો દલીલ ના કરે. એ ટેપ સાંભળી અને વિચારમાં પડે. ટેપ જોડે ક્યાં માથાકૂટ કરે ? જ્ઞાતી જ મેળ સાચવે ! જ્ઞાની પુરુષને તો સ્પિરિટ્યુઅલ બોલવાનું જ ના હોય. અને દાદાશ્રી : એવું છે ને, અમે તો નિષ્પક્ષપાતી હોઈએ. અમારે ત્યાં તો ગમે તે શબ્દ નીકળી ગયો, અમારે શબ્દ સાથે કામ નથી હોતું. અમારા શબ્દો પક્ષપાતી હોય તો બીજા પક્ષવાળા ઊઠીને જતા રહે. પણ અહીં તો કોઈ પક્ષવાળો જતો ના રહેને. પારસીને ય એમ લાગે કે મારી જ વાત કરે છે આ. એટલે આ નિષ્પક્ષપાતી છે. બાકી પ્રશ્નો તો જાતજાતના ઊગે. એનો વાંધો નહીં અને પ્રશ્ન ઊગે ત્યારે જ આપણને પૂરેપૂરું સમજાય ને. અહીં આગળ કોઈ પણ ધર્મવાળાને, કોઈ પણ માણસને એવું ના લાગે કે આ અમુક પક્ષની વાણી છે. બીજા ધર્મનું ખંડન મંડન કરે એવી વાણી ના હોવી જોઈએ. સ્વાદુવાદ નિષ્પક્ષપાતી હોય. નિષ્પક્ષપાતી વાણી સાવાદ ના પણ હોય, એટલે સ્વાવાદમાં નિષ્પક્ષપાતી સિવાયના
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy