SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૩૪૩ ૩૪૪ વાણીનો સિદ્ધાંત બીજી ડિગ્રીવાળાને ખોટો કહે છે. હવે આ ૩૬૦ ડિગ્રીમાં બધાં મનુષ્યોનો ધર્મ આવી જાય છે. વસ્તુ સેંટરમાં છે. સેંટરની વસ્તુને માટે દરેકનાં વ્ય પોઈન્ટ જુદા જુદા છે. સેન્ટરમાં જોવા માટે દરેકના જુદા જુદા વ્યુપોઈન્ટ થાય છે. એટલે લોકોને સ્વાભાવિક રીતે મતભેદ હોય જ. ૧૫૦ ડિગ્રીવાળો ૧૨૫ ડિગ્રી ઉપર જોતો હોય તો ડિફરન્સ પડે. એ સ્વાભાવિક ડિફરન્સ પડે, એ મતભેદે ય તમારા સ્વાભાવિક છે. એવું હું કહું છું. પણ સાદ્વાદ એટલે શું ? કે જેને કોઈની જોડે મતભેદ નથી. બધા ધર્મને એક્સેપ્ટ કરે છે. બધી ડિગ્રીને એક્સેપ્ટ કરે છે. સાલ્વાદ તો દરેક ડિગ્રીનો ધર્મ જાણીને બોલે. ૩૬૦ ડિગ્રી, ૩પ૬ ડિગ્રી, ૩૪૦ ડિગ્રી, ૫૦ ડિગ્રી - બધાનું, વ્યવહાર-નિશ્ચય બધું જાણે, તે સાવાદ હોય. ફાધરે ય છું ને છોકરો પણ છું. ત્યારે સાલ્વાદ શું કહે છે? તમે જો છોકરા છો તો શેના આધારે ફાધર ? ત્યારે એ કહે કે આ મારા છોકરાના આધારે હું ફાધર થાઉં છું અને બાપાના આધારે હું છોકરો થાઉં છું. એ સાપેક્ષતા બતાવે. હું તમને સ્થળમાં વાત કરું કે ધેર આર શ્રી હંડ્રેડ સિકસ્ટી ડીગ્રીઝ. હવે આ ૩૬૦ ડિગ્રીમાં આખું વર્લ્ડ વ્યુપોઈન્ટમાં છે. આ ફોરેનવાળા ૧૩૫ ડિગ્રીમાં છે તો મુસ્લિમો ૧૫૦ ડિગ્રી ઉપર છે તો બીજા આગળ ૧૭૫, કોઈ ૨૦૦ ડિગ્રી ઉપર છે અને આ હિન્દુઓ ૨૨૫ ડિગ્રી ઉપર છે, આ જૈનો ૨૫૦ ડિગ્રી પર છે. એમ બધા પોતપોતાની ડિગ્રી ઉપર છે. અને જ્યાં સુધી ડિગ્રી ઉપર છે ત્યાં સુધી મતભેદ છે. જ્યારે સેન્ટરમાં આવે ત્યારે કોઈ ડિગ્રી જોડે મતભેદ ના રહે અને બધી ડિગ્રીવાળાને સમજે. પ્રશ્નકર્તા : એટલે અહીં કોઈને ખોટા કહેવાની વાત જ નથી. દાદાશ્રી : કોઈને ખોટા કહેવાની જરૂર જ નથી ને ! એવું છે ને ૩૬૦ ડિગ્રીઓમાં કઈ ડિગ્રીને આપણે ખોટી કહી શકીએ ? એવું આ જગત ૩૬૦ ડિગ્રીનું છે. સેન્ટર પણ છે. હવે સેન્ટરવાળાને બધી ડિગ્રીઓવાળા જોડે સરખું લાગે. પણ ૧૨૫ ડિગ્રીવાળાને ૧૫૦ ડિગ્રીવાળા જોડે મતભેદ હોય. ૧૨૫ ડિગ્રીવાળો સેન્ટરમાં જે જુએ અને ૧૫૦ ડિગ્રીવાળો સેન્ટરમાં જુએ, એ બેને મતભેદ હોય જ અવશ્ય. હોય કે ના હોય ? અને પછી પેલા તો સામસામી કહે છે, તારું ખોટું છે. ત્યારે બીજો કહે છે, તારું ખોટું છે. તો એમને હું કહું કે તું ૧૫૦ ડિગ્રી પર આવી જા અને પેલાને કહું કે તું ૧૨૫ ડિગ્રી પર જા. એટલે બેઉના ઝઘડા મટી જાય. હવે આમ તો હું એને ત્યાં જવાનું-મોકલવાનું ના કહું. પણ પછી હું એને મારી મેળે સમજાવું કે ભઈ સવાસો ડિગ્રી પર આવે છે અને પેલાને સમજાવું કે દોઢસો ડિગ્રી પર આવું છે. એટલે એ બંને સમજી જાય પાછાં. કઈ દ્રષ્ટિથી શું વ્યુપોઈન્ટ છે, એટલું સમજણમાં આવવું જોઈએ. બધી રેડીયસો મારે સરખી હોય. કારણ કે હું સેન્ટરમાં ગયો છું એટલે મારે બધી રેડિયસો સરખી હોયને ! એ પ્રમાણ ગણાય ! સ્યાદ્વાદ વાણી એનું નામનાં માજી હોય, કહેવાય કે દરેક ધર્મવાળા ખુશ થઈને સાંભળે, બધાને ગમે. મોટી ઉંમર ગુજરાતી ભણ્યા નથી, તેને ય ગમે. દોઢ વર્ષના બાળકને ય ગમે, ભલે સમજતો નથી, તેને ય ગમે. તો જાણવું કે અહીં સાચો ધર્મ છે અને સ્વાવાદ વાણી છે. દોઢ વર્ષનાં છોકરાં ઊઠીને જો જતાં રહે અને પાંચ વર્ષના છોકરાં રડતાં હોય તો જાણવું કે અહીં સાચો માર્ગ નથી. અહીં તો વાતાવરણ જ આનંદવાળું હોય. છોકરાં ખસે નહીં. સમજણ પડી કે ના પડી, એની જરૂર નથી. જ્ઞાની પુરુષની વાણી બધાને સમજાઈ જ જાય. સહુ સહુની ભાષામાં સમજાઈ જાય. પણ એની એક્ઝક્ટનેસમાં આવી જાય. વીતરાગ વાણી આત્મરંજન કરાવનારી હોય, આત્મા ઠારે. પક્ષીય વાણી એ મનોરંજન કરાવનારી હોય. વીતરાગ વાણી આપણને એમ લાગે કે આ નવી જ વાત છે. કોઈ દહાડો ક્યારે ય સાંભળેલી ના હોય એવી અપૂર્વ વાત લાગે. જગતના લોકો પ્રમાણ વાક્ય કોને કહે છે ? જેટલી વીતરાગતા એટલું એનું વાક્ય પ્રમાણ કહેવાય. જેટલા અંશે વીતરાગતા હોય, પણ એને જગતના લોકો પ્રમાણ વાક્ય કહે. આપણામાં કોઈ લવાદ હોય, એ લવાદે ય અમુક અંશે વીતરાગ કહેવાય. તો ય એને પ્રમાણ કહેવામાં આવે
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy