SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૩૩૧ ૩૩૨ વાણીનો સિદ્ધાંત તેનો વાંધો નથી. તો એટલું વચનબળ ઉત્પન્ન થાય. ‘કોઈને દુઃખ થાય એવું નથી બોલવું’ એમ નક્કી કરવું ને ‘દાદા” પાસે વચનબળની શક્તિ માગ માગ કરવી, એનાથી તે પ્રાપ્ત થશે. અમારું વચનબળ અને તમારી દ્રઢ ઇચ્છા હોવી જોઈએ. અમારું વચનબળ તમારા સર્વ અંતરાયો દૂર કરી આપે. તમારી પરીક્ષા થાય, પણ પાર ઉતરે. 3 . રહસ્ય વચનબળ તણું ! ‘આ’ દાદાના જેવું વચનબળ હોવું જોઈએ. ‘અમારું વચનબળ તો અજાયબી કહેવાય. જ્ઞાની પુરુષનું એક વચન અવરથા ના જાય ! ગજબનું, જબરજસ્ત વચનબળ હોય !! એનાં એક એક વચન પર જગત ઊછાળા મારશે ! એમનું એક જ વચન ઠેઠ મોક્ષે લઈ જાય. ‘અમારા’ એક એક શબ્દમાં ચેતન છે. વાણી રેકોર્ડ સ્વરૂપ છે, જડ છે. પણ અમારી વાણી મહીં પ્રગટ થઈ ગયેલા પરમાત્માને સ્પર્શનિ નીકળે છે. તેથી નિક્ષેતનને ચેતન કરે એવી ચેતનવાણી છે ! સામાની ભાવના જોઈએ. અમે બોલીએ કે “એ ય કૂદ', તો સામો દસ ફૂટનો ખાડો ય કૂદી જાય ! તો કેટલાંક કહે છે કે, ‘તમે શક્તિપાત કરો છો.” ના. અમારા વચનમાં જ એવું બળ છે ! કોઈ બહુ ડીપ્રેસ થયેલો હોય તો અમે તેને આંખથી ધવડાવીએ. ‘જ્ઞાની પુરુષ' તો ગમે તે રીતે શક્તિ પ્રગટ કરાવે. તમને અહીં પૂરો ફોડ આપે એવું જ્ઞાનીનું વચનબળ છે. અમારી પાસે તમે અહીં બેઠા એટલે જગત વિમૃત રહે, અને તેને જ મોક્ષ કહ્યો છે ! વચનબળ હોય તો મુક્તિ આપે. બાકી આ રેડિયો સાંભળ્યા. એ તો આખો દહાડો સાંભળો જ ને ! પણ રેડિયાનો ઉકેલ નથી આવ્યો અને આનો ય ઉકેલ નથી આવ્યો. ત્યાં છે વચનબળ ! પ્રશ્નકર્તા : “વચનબળ ક્યાં છે? એ પારખવાની મને શક્તિ નથી. દાદાશ્રી : આપણે એમને કહેવું કે ‘સાહેબ, તમે બોલ્યા પણ તમારી વાત મને ગમતી નથી. તમે તો રેડિયો છો. તમારામાં અક્કલ નથી.’ એવું કહેશો તો વચનબળવાળા હોય તો પ્રેમ કરશે, આશ્વાસન આપશે અને પેલો ફેણ માંડશે. વચનબળવાળાને તો તમે ધોલો મારો તો ય ફેણ ના માંડે, કરડે નહીં, આશીર્વાદ આપે. વચતસિદ્ધિ કે વચનબળ ? એક શબ્દ જેને માટે નીકળી ગયો હોય, તેનો સર્વસ્વ રોગ કાઢી નાખે. વચનબળ કહેવાય આ તો. કારણ કે હું જ્ઞાન આપું છું, તે વચન મહીં અંદર થયેલાં છે. તે વચન એની મેળે બોલ્યા જ કરે છે, જુઓને ! વચનબળ ! વચનબળ અને વચનસિદ્ધિ, બે જુદાં પાછા. વચનસિદ્ધિ તો જ્ઞાન ના હોય, અને હૃદયશુદ્ધિ હોય, એવા હૃદયશુદ્ધિવાળા સરળ માણસો હોય છે અહંકાર જરા નરમ થયેલો હોય, એવા માણસોને હું જાણું છું. એ બધા બોલે ને એ પ્રમાણે થાય. કારણ કે પેલું થવાનું હોય ને આને મોંઢે નીકળે. અને કેટલાંકને હૃદયશુદ્ધિ હોય છે ને, તે બોલે કે તમારો દીકરો માગશર મહિનામાં પણશે. તે હૃદયદ્ધિના આધારે સાચું પડે છે. એ વચનસિદ્ધિ કહેવાય છે. એ કંઈ જોઈને નથી કહેતા અને એવું જોઈને કહેતા હોય ને તો ત્યાર પછી, એક કલાક પછી એ મહારાજ સાપ કરડીને મરી ગયા હોય. આવું બધું દેખાયું તો મહારાજને સાપ દેખાયો નહીં તો ? પણ કશું દેખાય કરે નહીં ! કોઈ માણસનું જવલ્લે જ સાચું પડે. આ તો બધું જેટલું બોલેને, કે કાલથી હવે હું હાથ ઘાલીશ નહીં. તે આપણે જાણીએ કે આમાં કશું વળવાનું નથી. વચનબળ સાચું પડે નહીં ને ! એવું જો સાચું પડતું હોત તો તમારું ધાર્યું બધું થઈ જાય. પ્રશ્નકર્તા : અમારા વચન ખોટાં પડે, એટલો ભાગ અટકી જાય તો ય બહુ થઈ ગયું. દાદાશ્રી : ના અટકે. અટકતાં હશે ? પ્રશ્નકર્તા : વચનસિદ્ધિ હોય, એનું તો સાચું પડે ને ? દાદાશ્રી : હા.
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy