SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ વાણીનો સિદ્ધાંત ૩૨૫ ૩૨૬ વાણીનો સિદ્ધાંત વિરોધાભાસ જડે, પણ આમાં વિરોધાભાસ ના જડે. અને આ તો એક્ઝક્ટનેસને ! આટલાં આટલાં અઠ્ઠાવીસ વર્ષથી પ્રશ્ન પૂછે પણ એક્ય વિરોધાભાસ શબ્દ મહીં નથી ! બાકી કોઈ પુસ્તક લાવો એટલે એ કહી આપું કે ચોથે જ પાને એનું વિરોધ કરતું હોય. પણ વાંચનારને ખબર ના પડે. એવી જાગૃતિ હોય નહીંને અને મને તો પહેલે પાને શું લખ્યું છે એ ખ્યાલ હોય. આ વાક્ય કોને ટેકો આપી રહ્યું છે ને કોને ગોદો મારે છે, એ બેઉ મને ખ્યાલ હોય. પહેલા પાનાથી લખે, પહેલું વાક્ય લખે, તેને બીજું વાક્ય હેલ્પ કરે, પહેલા વાક્યને કોણ હેલ્પ કરે ? બીજું વાક્ય હેલ્પ કરે. બીજાને કોણ હેલ્પ કરે ? ત્રીજું વાક્ય. એવું પચ્ચીસ પાના સુધી હેલ્પવાળું લખી લાવે. એ અવિરોધાભાસ કહેવાય. ત્યારે જગતના પુસ્તકો કેવાં હોય ? પહેલા પાને લખેલું હોય પછી કંઈ એવું જ વાક્ય મૂકે, તે પચ્ચીસે ય પાન ઊડી જાય. એટલે વિરોધાભાસ હોય ત્યાં ! એટલે આ અક્રમ વિજ્ઞાન આપ્યું સૈદ્ધાંતિક સ્વરૂપે છે. જ્યાંથી પૂછો ત્યાં સિદ્ધાંતમાં જ પરિણમે. કારણ કે સ્વાભાવિક જ્ઞાન છે આ. કોઈ પણ વસ્તુ જ્ઞાનમાં આવેલી, ફરી એ વસ્તુ અજ્ઞાનમાં ન જાય. વિરોધ ઉત્પન્ન ના થાય. દરેકના સિદ્ધાંતને હેલ્પ કરી કરીને સિદ્ધાંત આગળ વધતો જાય ને કોઈનો ય સિદ્ધાંત તોડે નહીં. વિરોધાભાસ ઉત્પન્ન ના હોય. જ્ઞાતી બંધાયા ખુલાસા આપવા ! અબજ રૂપિયા આપવાથી ના મળે, આમાંનો એક અક્ષર સાંભળવાનો નહીં મળે. આ પરપોટો જીવે છે ત્યાં સુધી કામ કાઢી લો, પછી અક્ષરે ય સાંભળવાનો મળે નહીં. આ બધાને તો હજી પચશે ત્યારની વાત છે ને ! બાકી પચવું સહેલું નથી. પોતાને ફાયદો થઈ જાય. સિદ્ધાંત હાથમાં આવી જાય. પણ પચ્યા પછી ઊગે. એ તો વાત જ જુદીને ! ઉગશે થોડું ઘણું પણ તે આવું ના ઉગે ને ! આવી અજાયબી ના ઊગે ! એટલે થોડું ઘણું ઊગશે. અમારા આશીર્વાદ છે. અમે આશીર્વાદ હઉ આપીએ !! જ્ઞાનીની વાણી સાંભળ સાંભળ કરવાથી પ્રગટે. આ જ્ઞાનીની પાસેની સીધી વાણી ડીરેક્ટ સાંભળવાથી એ મહીં પચન થાય અને તો પ્રગમે. પ્રગમીને પોતે જ સ્વભાવિક રીતે ફણગા મારે. જો એમાંથી ડહાપણપૂર્વક નિહાળ્યા કરે તો. બાકી એને નિહાળવાની જ જરૂર છે ! આ બધી કેવળજ્ઞાનમય વાણી છે. કેવળજ્ઞાન કોને કહેવાય ? બુદ્ધિ જ્યાં એન્ડને પામે, મતિજ્ઞાન જ્યાં એન્ડને પામે. મતિજ્ઞાન જ્યાં એન્ડને પામે ત્યાં કેવળજ્ઞાન ઊભું રહ્યું છે. એ પ્રકાશ કેવળજ્ઞાનથી જ ઉત્પન્ન થયેલો પ્રકાશ છે. એટલે આ દુનિયાની એક અજાયબી છે. વાત સાંભળવી હોય એટલી સાંભળજો, ઠીક લાગે તો ધારણ કરજો, ના ઠીક લાગે તો પાછું મૂકી દેજો, ત્યાં ને ત્યાં. જેટલા શબ્દ હું બોલું છું, તે બધા પ્રૂફ આપવાના રાઈટથી બોલું છું. એકે ય શબ્દ પૂફ વગરનો મારાથી બોલાય નહીં. આ ફેંકાફેંકનો શબ્દ નથી આમાંનો એકંય. સિદ્ધાંત વીતરણોતો એટલે વીતરાગોનો સિદ્ધાંત કેવો હોય ? અવિરોધાભાસ. આગળ જે વીતરાગ થઈ ગયા તેમનો જ સિદ્ધાંત છે આ. આ કંઈ જ્ઞાન નવું ઉત્પન્ન થતું નથી અને જૂનું જતું નથી. એનું એ જ જ્ઞાન ચાલ્યા કરે છે. - સિદ્ધાંત એટલે, જડભાવો અને ચેતનભાવો, જે ભગવાને જોયા એને સિદ્ધાંત કહેવાય. હા, જડ અને ચેતન નહીં, જડભાવો અને ચેતનભાવો એ જ અવલોકયા. બાકી ભાવો તો રહેવાના જ. એ ભાવોનું ભાન નથી થાય એવું, બળ્યું !! જ્ઞાતીની વાતની શંકા ય કરાય ? શંકા શું કરવા કરીએ તે ? જેની નવ સાચી વાત આપણા અનુભવમાં આવે, એટલે દશમી વાત સાચી છે એવું માની લેવું આપણે. ના સમજણ પડે તો ય, ત્યાં સુધી બાજુએ મૂકો. પણ ફેંકી ના દેશો. કારણ
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy