SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ વાણીનો સિદ્ધાંત ભેદવિજ્ઞાની સિવાય બીજાને કોઈ બૂઝાડે નહીં. પ્રશ્નકર્તા : પણ આ તો પછી અહંકાર સાવ નિર્મૂળ થઈ જાય, સમૂળગો જાય, આપ ત્રણસો ઓગણસાઠ ડિગ્રીએ પહોંચ્યા, તો પછી તીર્થંકરમાં ને આપનામાં ફેર શું રહ્યો ? દાદાશ્રી : બહુ ફેર. એક ડિગ્રી તો બહુ કામ કરે. એક ડિગ્રીમાં તો કેટલા બધા ‘અતિશયો’ હોય, એ તીર્થંકરની વાણીમાં ! મારે ‘અતિશયો’ ના હોય. એમની વાણીમાં તો બધા ‘અતિશયો’ ખરા. દેશતા, શરૂઆતથી એન્ડ સુધી ! પ્રશ્નકર્તા : આપને ચાર ડિગ્રી પૂરી થઈ જાય, કેવળજ્ઞાન થઈ જાય. પછી દેશના રહે કે ના રહે ? દાદાશ્રી : દેશના તો રહે ને ! એવું છે, કેવળજ્ઞાન થયા પછી જે વાણી બોલે, તે દેશના જ કહેવાય. પ્રશ્નકર્તા : આપે કહ્યું કે અમને ત્રણસો છપ્પન ડિગ્રી છે. તો આ ત્રણસો છપ્પન ડિગ્રી આ વાણીમાં શું હેલ્પ કરે ? દાદાશ્રી : કશું હેલ્પ કરે નહીં. પેલી ટેપરેકર્ડ તો તૈયાર થઈ ગયેલી છે. એટલે હેલ્પ કરવાનું રહ્યું જ ક્યાં ? એને જુએ કે આ કંઈ ભૂલ રહી છે, તે તપાસ કરે. દેશનાની શરૂઆત થઈ, ત્યાંથી એન્ડ સુધી સંપૂર્ણ દેશના થઈ ગઈ કહેવાય. સંપૂર્ણ દેશના એ તીર્થંકરોની કહેવાય. પણ શરૂઆત થાય તે અમુક જગ્યાએથી જ થાય ને ? પ્રશ્નકર્તા : અમુક જગ્યાએ એટલે કઈ ? દાદાશ્રી : આ અમારી જગ્યા કહીએ છીએ ને, તે દેશનાની શરૂઆત અહીંથી થાય. પ્રશ્નકર્તા : આ દેશનાની શરૂઆત થઈ શાથી કહેવાય ? વાણીનો સિદ્ધાંત દાદાશ્રી : અહંકાર ઓગળી ગયેલો હોય ત્યારથી દેશનાની શરૂઆત થાય. હવે દેશનાની શરૂઆત થઈ ત્યારથી, બિગિનિંગથી તે એન્ડ સુધી એ દેશના છે. દરેકની શરૂઆત તો થાય ને ? આ સૂર્યનારાયણ શરૂઆતમાં નથી ઊગતો ? અને તેનો એન્ડે ય થાય ને ? પણ ત્યાં સુધી એનો એ જ સૂર્ય. પણ ફળ જુદું જુદું આપે. ૩૦૭ એ વાણી જ જુદી જાતતી ! આ જે અમારી ટેપરેકર્ડ નીકળે છે, એમાં ને તીર્થંકરોની દેશનામાં ફેર એટલો છે કે આ શાખ પડ્યા વગરની પાકેલી કેરી છે અને તીર્થંકરોની શાખ પડેલી પાકેલી કેરી છે. માટે આ જરા મોળી લાગે. એટલો રસાસ્વાદ આવતો નથી આમાં. કારણ કે શાખ પડ્યા વગરની કેરી છે. નહીં તો માણસ મંત્રમુગ્ધ થઈ જાય. અત્યારે ય મંત્રમુગ્ધ થઈ જાય, પણ આટલું મોળું છે. પણ બધા પોતપોતાની ભાષામાં સમજી જાય. વૈષ્ણવ હોય, સ્વામીનારાયણવાળા હોય, જૈન હોય, મુસ્લીમ હોય, દિગંબરી હોય, પણ એ બધા પોતપોતાની ભાષામાં સમજી જાય, હું શું કહેવા માગું છું તે. અત્યારે ય અહીં મુસલમાન, પારસી, સ્થાનકવાસી, દિગંબરી, શ્વેતાંબરી, બધા જૈનો, વૈષ્ણવો, શિવધર્મી એ બધા અમારી વાણી સાંભળે, તો બધાને એકધારી વાણી લાગે. એમને સહેજે ય મનમાં ના થાય કે આ પક્ષપાતી વાણી નીકળી છે. નહીં તો ઉઠીને ચાલવા માંડે. આ વાણી ય આમ કોઈ ધર્મનું કિંચિત્માત્ર પ્રમાણ ના દુભાય એવી હોય અને મીઠી હોય. અહીંથી ઊઠવાનું મન ના થાય. સાંભળતાં સાંભળતાં સવાર થાય તો ય ઊઠવાનું મન ના થાય. ત્યારે જો જ્ઞાનીઓની વાણી આટલી મીઠી છે, તો ભગવાનની વાણી કેટલી મીઠી હશે ?! તીર્થંકર ભગવાનની દેશના જુદી જાતની હોય. કમ્પ્લીટ સ્યાદ્વાદ વાણી ! કોઈ ધર્મનું કિંચિત્માત્ર કોઈ જગ્યાએ ખંડન ના થાય. અને અહીં તો બધી જાતના ફોડ પાડવાના ને, એટલે બીજા અમુક ધર્મોનું ખંડન થઈ જાય. દેશના ફૂલ સ્ટેજની હોવી જોઈએ. અમારી ફૂલ સ્ટેજની ના કહેવાય. સ્યાદ્વાદ વાણી ખરી પણ સ્યાદ્વાદ અસલ સ્ટેજ ઉપર નહીં
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy