SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત ૨૮૩ દાદાશ્રી : ના. પણ એ ચાલે નહીં. ‘એનું ફળ શું આવવાનું છે', એ અહીં ઓપનમાં કહેવાય એવું નથી. માટે બહુ ઊંડા ઉતરશો નહીં. બાકી ઓર્ડર કોઈનાથી અપાય જ નહીં. ભગવાનના નામે ય ઓર્ડર ના અપાય. એ પોતે એક અક્ષરે ય ભગવાનનો પાળતો નથી. ભગવાનના શબ્દો પાળવા જોઈએ કે ના પાળવા જોઈએ ? મહાવીર ભગવાને શું કહ્યું કે ‘કષાયરહિત થવું એ જ ધર્મ છે.’ પણ આ તો સમજણ નથી, તેથી ભોળાભાવે બિચારા ઓર્ડર આપે છે. એમાં કોઈનો દોષ નથી. ‘તમે આમ છોડી દો, આમ છોડી દો’ એવું એક અક્ષરે ય બોલાય નહીં. એવું કહેવાય કે ‘ભાઈ, આ છોડવું હિતકારી છે. તમને ઠીક લાગે તો કરજો.’ ‘બટાકા હિતકારી નથી, ભગવાને ખાવાની ના પાડી છે.” એવું તેવું કહેવાય. પછી એને ઠીક લાગે તે કરે. ઓર્ડરને આધીત જ્ઞાતી ! આદેશ તો લશ્કરનો કમાન્ડર કરે અગર તો રાજા હોય તે કરે. અગર તો સંસારી મોટાં મોટાં માણસો હોય તે કરે, બીજા કોઈથી આદેશ કરી શકાય નહીં. પણ તે અત્યારે બોલે જ છે ને બધાં ?! એવા આદેશ આપે જ છે ને ?! એવા આદેશ કરનારા બહુ જોયેલાને ? પ્રશ્નકર્તા : ઘણા. બધે કંટાળ્યો ત્યારે તો અહીં ભેગો થઈ ગયો, દાદાને. દાદાશ્રી : બધાથી કંટાળ્યા હતા ? પ્રશ્નકર્તા : બધા ઓર્ડર કરતા હતા, તેથી બધેથી કંટાળ્યો હતો. અહીં તમે ઓર્ડર નથી કરતા. દાદાશ્રી : ના, અમે ઓર્ડર ના કરીએ. અમે જ ઊલટાં તમારા ઓર્ડરમાં રહીએ છીએ ને ! તમે કહો કે, ‘દાદા, અહીં બેસો.’ તો અમે અહીં બેસીએ. તમે ઓર્ડર કરો તો ય અમે બંધાવા ના દઈએ અને છોડાવીએ. ગુનેગારો એ, તીર્થકરોના ! ‘તમારે આ જ કરવું પડશે ને કર્યા વગર ના ચાલે’ એવું કહે ને, ત્યારથી હું જાણું કે આ જ્ઞાન નથી. જ્ઞાન તો એનું નામ કહેવાય કે ‘આમ કરવું જ પડશે” એવું ના બોલે. કારણ કે કરવાની સત્તા જ કોઈ જીવમાં નથી. એવું તો ભગવાન નથી બોલ્યા ને તમે બોલો છો ? આદેશ કરો છો ? આ આદેશ કરનારા તો ગુનેગાર કહેવાય. પ્રશ્નકર્તા : કેમ ? દાદાશ્રી : એ તીર્થકરોના ગુનેગાર કહેવાય. ઉપદેશ કરી શકાય, પણ આદેશ ના કરી શકાય. પણ આપણા લોકો તો આદેશ આપે છે. એમને ક્યાં ખબર છે કે “આ હું આદેશ આપું છું.’ આદેશની જોખમદારીની ખબર છે ? જો કદી તીર્થકર ભગવાનને કહીએ કે, સાહેબ, તમે એક આદેશ તો આપો.” ત્યારે એ કહે, ‘નહીં, આદેશ આપવો મહાન જોખમદારી છે. અમારાથી આદેશ ના બોલાય.’ આદેશ આપનારો બહુ મોટો અહંકારી કહેવાય. ડર્યા ત્યાં, જ્ઞાતીઓ પણ ! તેથી કૃપાળુદેવે ચોખ્ખું લખ્યું છે ને ? ‘અમારો ઉદય એવો છે કે એવી ઉપદેશની વાત કરતાં વાણી પાછી ખેંચાઈ જાય છે. સાધારણ પ્રશ્ન પૂછે તો તેમાં વાણી પ્રકાશ કરે છે. અને ઉપદેશ વાતમાં તો વાણી પાછી ખેંચાઈ જાય છે. તેથી અમે એમ જાણીએ છીએ કે હજુ તેનો ઉદય નથી.” “અમે કોઈને આદેશ વાત, એટલે “આમ કરવું એમ કહેતા નથી. વારંવાર પૂછો તો પણ, તે સ્મૃતિમાં હોય, તે અમારા સંગમાં આવેલા કોઈ જીવને હજુ સુધી અમે એમ જણાવ્યું નથી કે આમ વર્તી કે આમ કરો. માત્ર શિક્ષાબોધ તરીકે કહ્યું છે.” એટલે કૃપાળુદેવે પણ કોઈ જગ્યાએ આદેશ વાત કરી જ નથી, કોઈ દહાડો ય નહીં. કોઈ પત્રમાં નથી કરી.
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy