SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત ૨૫૧ આ મન-વચન-કાયા ઈફેક્ટિવ છે. ઈફેક્ટિવ શબ્દ પુસ્તકમાં લખ્યો છે. તે જ્યારે આ બધા લોકો સમજશે ત્યારે સમજશે. આત્મા તેવો નથી. આ મન-વચન-કાયા ઈફેક્ટિવ છે. આત્મા ઈફેક્ટિવ નથી. ઈફેક્ટમાં જો તન્મયાકાર થશો તો કોઝ ઉત્પન્ન થશે. ‘મને થયું’ કહ્યું, એ જ કોઝ છે. ‘નથી ગમતી' તો યે ઈફેક્ટ થાય છે ને ! દાદાશ્રી : હા, સચોટ. પણ એ કુદરતી નીકળી જાય છે. પ્રશ્નકર્તા : આ જે સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે ને, એ કાયદાની ભાષામાં બહુ ઈમ્પોર્ટન્ટ એવિડન્સ છે. દાદાશ્રી : એવું આ ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ભગવાનની ભાષાની મોટામાં મોટી ઈમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો આ છે. આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ જે બોલ્યા છીએ ને, એ બહુ મોટું વાક્ય બોલ્યા છીએ. જ્યારે એનો અર્થ સમજનારા નીકળશે, ત્યારે એ સમજાશે. આવરણ ભેદે એ વાણી ! પછી “ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઇટસેલ્ફ’ કહ્યું, તે લોક તો ખુશ થઈ જાય છે કે હું પઝલ ઇટસેલ્ફ ? તો કોઈએ અત્યાર સુધી પઝલ કહ્યું કેમ નહીં ?” ત્યારે મેં કહ્યું, ‘પઝલ જ છે અને રોજ પઝલ ઊભાં થાય છે ને?” પ્રશ્નકર્તા : થાય છે. દાદાશ્રી : ‘તમે મારું બગાડયું’ એમ કહે કે તમને તરત પઝલ ઊભું થાય. કારણ કે આ જગત પોતે, ઇટસેલ્ફ પઝલ જ છે ! આ જગતને કોઈએ ‘પઝલ’ એવું નથી કહ્યું. અમે જ કહ્યું કે ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઇટસેલ્ફ. ગોડ હેઝ નોટ પઝલ્ડ ધીસ વર્લ્ડ એટ અલ. એટલે ઇટસેલ્ફ પઝલ થયેલું છે. એ વાક્યનો અર્થ આગળ ઉપર આ લોકો સમજશે. આ હિન્દુસ્તાનના લોકો બધી શોધખોળ કરશે. ઇટસેલ્ફ કહેવાનો અર્થ શું ? કે કોઈ જરૂર નથી. બધા લોકો કહે છે કે ‘ઉપર બાપો છે કે ફલાણું છે, એ બધા અન્નેસેસરી પ્રોબ્લેમ છે.” ઉપર કોઈ બાપો ય નથી. કશું જ નથી. જે છો તે તમે જ છો. એટલે આ જગત ઇટસેલ્ફ પઝલ થયેલું છે. બોલીએ છીએ, તેમાં પઝલને કોયડો બોલીએ તો કશી કિંમત નહીં. અને પઝલ કહેતાંની સાથે પેલાની મહીં હઉ પઝલ સોલ્વ થઈ જાય ! “ઇટસેલ્ફ પઝલ’ કહ્યું, ને ગોડ ગયા !! એટલે પુસ્તકમાં અમે સાયન્ટીફિક લખ્યું છે. પ્રશ્નકર્તા : આ તો બહુ વંડરફુલ વાક્યો છે. દાદાશ્રી : હા. અમુક અમુક માણસોએ મને કહેલું કે “આ તો ગજબનું વાક્ય છે. ‘ભોગવે એની ભૂલ’ એ ય બહુ મોટું વાક્ય કહ્યું છે. અત્યાર સુધી કોઈએ કેમ ના કહ્યું? નહીં તો ઘણી ખરી ભૂલો અટકી જાત ને !' તવો જ શબ્દકોષ, અધ્યાત્મતો ! પ્રશ્નકર્તા : આપના જે બધા શબ્દો છે, ‘ફાઈલ, પઝલ, રિયલ, રિલેટિવ, રોંગ બિલિફ’ એ શબ્દો જ બધા આખો દહાડો ક્રિયાકારી થયા કરે. એ શબ્દ વપરાયો કે શાંતિ થઈ જાય. દાદાશ્રી : હા, કારણ કે સહજ સ્વભાવે નીકળેલા શબ્દો છે ને ! હા, જો ને, આ શબ્દ કેવો નીકળ્યો, પાવર ચેતન. એ ક્યાંથી નીકળ્યો ! મેં પૂછયું ત્યારે મને કહે છે, એ જ એપ્રોપ્રિયેટ શબ્દ છે. લોકો તો એમ જ જાણે છે કે આ જ ચેતન છે. પણ અલ્યા, એ તો પાવર ચેતન છે. બેટરીના સેલને પાવર હોય માટે એ કંઈ જીવંત વસ્તુ છે ? એ તો પાવર પૂરાયો એટલે અજવાળું આપે ને પાવર ખલાસ થયો એટલે પછી કશું ય અજવાળું જ થાય નહીં. એવી આ ય પાવર પૂરેલી બેટરીઓ છે. હવે આવું ફોડવાર શી રીતે સમજણ પડે ? લોક તો શું કહે ? કે ‘દેહાધ્યાસ છે, દેહાધ્યાસ છે.” તે લાખ અવતારે ય એ સમજે નહીં. અરે, દેહાધ્યાસ શબ્દ તો મને જ સમજણ નહોતી પડતી ને ! એટલે હું સમજી ગયો કે આ લોકોને સમજવા માટે વસ્તુ નવી જ જોઈએ અને
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy