SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ વાણીનો સિદ્ધાંત વાણીનો સિદ્ધાંત ૨૨૩ એના ઝેરમાં અમૃતની સરવાણી.” એના ઝેરમાં અમૃતની સરવાણી એવું લખ્યું છે. આ દાદા કો'કની ઉપર જરા કડક થયા ને તો અમૃતની સરવાણી વરસશે, એવું કહેવા માગે આ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે. જો અમે જાતે વઢીએ તો અમે તેવા થઈ જઈએ. આ બધું બોલાય છે પણ એમાં એક અક્ષર પણ ‘હું બોલતો નથી. પણ તમારું પુણ્ય આ શબ્દો બોલાવે છે. ‘આ’ વાણી નીકળે, તે થકી અમે જાણીએ કે સામાવાળાનું કેવું પુણ્ય છે. ‘અમારી’ વાણી એ ય રેકોર્ડ છે. એમાં અમારે શી લેવાદેવા? છતાં, ‘અમારી’ રેકોર્ડ કેવી હોય ? સંપૂર્ણ સ્વાવાદ ! કોઈ જીવને કિંચિત્ માત્ર પણ દુ:ખ ના થાય, દરેકનું પ્રમાણ કબૂલ કરે એવી ‘આ’ સ્યાદ્વાદ વાણી છે. આપતા પથ્થર, કરુણાસભર ! “મૂંઆ” શબ્દનું અજાયબ રહસ્ય ! અહીં તો બધી બોધકળાઓ મળે ને ! આ બધા ભેગા થાય તો નીકળે. નહીં તો નીકળે નહીં. હું કહું જ છું ને કે સામી વ્યક્તિ પ્રમાણે માલ નીકળે છે આ અને તે હું નથી બોલતો આ. મૂઆ જેને કહે, એ તો અજર-અમર તપે.” અમે પુસ્તકમાં મુંઆ કહ્યું છે, તે બધા અજર-અમર તપવાના છે. મૂઆ એ તો આશીર્વાદ છે. મારવાના હેતુ માટે મૂંઆ નથી કહેતો. મા હઉ છોકરાને કહેશે, “મૂઆ ક્યાં ગયો હતો ?” એટલે મૂંઆ એ તો આશીર્વાદ છે, મોટામાં મોટો આશીર્વાદ છે. પણ જગત ક્યારે સમજે તે ?, કવિ એ સમજી ગયા ને તેથી લખ્યું કે મેં જેને કહે, એ તો અજરઅમર તપે. અમે એકવાર તો મૂઆ બોલીએ જ નહીં, પણ આ, પાંસરો મરને ! એવું કહીએ એ અજર-અમર રહે. ગાળ્યું જેણે ખાધી, એનાં પૂરવનાં પાપોને વીંધે.” પછી ગાળો જેણે ખાધી ને, એનું પાપ બધું ધોવાઈ જાય. આ સાધુઓની બહુ મોટી પુણ્ય જાગી છે. અમારે કોઈ દહાડો ઈચ્છા જ ના હોય. કિંચિત્ માત્ર કોઈનો અવર્ણવાદ બોલવાનો અમારો શબ્દ ના હોય. અમને રાગ-દ્વેષ છે જ નહીં. પણ અવર્ણવાદે ય ના હોય. કો'ક બહારના માણસને તો આ અવર્ણવાદ લાગે. ભક્તોને ના લાગે. અમે સાધુઓને આ બધી વાત કરતા હતા, જબરજસ્તી કડકાઈથી કહેતા હતા. ત્યારે એક ભાઈએ કહ્યું કે “આટલું બધું આ દાદા ભગવાન તમને બોલે છે !' ત્યારે એમણે એ ભાઈને કહ્યું, ‘એ તમને નહીં સમજાય, એની પાછળ કરુણા છે. કારણ કે જેને કશું લઢવાડ નથી, લેવા નથી, દેવા નથી, મોક્ષના સંપૂર્ણ આરાધક છે. એની પાછળ જબરજસ્ત કરુણા છે !” પ્રશ્નકર્તા : કેટલી કરુણા હશે એ ! દાદાશ્રી : કરુણાનો જ અવતાર છે આ. કારુણ્યમૂર્તિ છે આ ! હા, જે તે રસ્તે ઉકેલ લાવવો આપણો. ઝાપટવાતું, અમારે ભાગે ! દરેક તીર્થંકરના વખતનો જે કચરો હતો, તે પૂંજો વાળવાનો મારે ભાગ આવ્યો છે ! ઋષભદેવ ભગવાનના વખતથી પંજો પડ્યો છે. કોઈએ પૂજો જ નથી વાળ્યો. ‘આવો શેઠ, આવો શેઠ જ બધાએ બોલાવ્યા છે. હવે હું ય એવું કરું ત્યારે પાછો એ જાણે કે હું તો પૂરેપૂરો જ છું.’ એ જ્યાં સુધી ઝાપટું નહીં ત્યાં સુધી ધૂળ ઊડે જ નહીં ને ! કોઈએ ઝાપટેલું જ નહીં, એમ ને એમ પૂંજો પડવા દીધેલો છે, બસ. ત્યારે ઝાપટવાનું સારું લાગતું હશે ? શું કરે ? ઝાપટું નહીં તો સામાનો ઉકેલ ના આવે. કોઈને ધૂળ પડેલી હોય તો તે સાફ કરવાનું નહીં ? ઝાપટું નહીં તો ઉકેલ આવે ? તે આ મારે ભાગે આવ્યું ! દરેક તીર્થકરોના વખતમાં જે કચરો હતો કે, તે બધો કચરો ભેગો થઈને પડી રહેલો છે, જે ચોખ્ખો માલ હતો, તે જતો રહ્યો. પણ જે તીર્થંકરની પાસે બેસી રહેતા હતા, ‘કેવું સંભળાય છે ! ઓહોહો !! કેવી
SR No.008876
Book TitleVani No Siddhanta Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size91 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy