________________
સત્ય-અસત્યના રહસ્યો
૧૪
સત્ય-અસત્યના રહસ્યો
એ સત્ છે, એ વિનાશી નથી. એમાં પૂરણ-ગલન થતું નથી. સત્ હંમેશાં પૂરણ-ગલન સ્વભાવવાળું ના હોય. ને જ્યાં પૂરણ-ગલન છે એ અસત્ છે, વિનાશી છે. આવાં ધેર આર સિક્સ ઈટર્નલ્સ ઈન ધીસ બ્રહ્માંડ ! તે આ ઈટર્નલને સત્ લાગુ થાય છે. સત્ અવિનાશી હોય અને સત્નું અસ્તિત્વ છે, વસ્તુત્વ છે અને પૂર્ણત્વ છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ છે, ત્યાં સત્ છે !!! આપણે આ સંસારમાં સમજવા માટે સત્ કહેવું હોય તો આત્મા એ સત્ છે, શુદ્ધ ચૈતન્ય એ સત્ છે. એકલો શુદ્ધાત્મા જ નહીં, પણ બીજાં પાંચ તત્ત્વો છે. પણ એ અવિનાશી તત્ત્વો છે. એને પણ સત્ કહેવામાં આવે છે. જેનું ત્રિકાળ અસ્તિત્વ છે એ બધું સતુ કહેવાય અને આમ વ્યાવહારિક ભાષામાં સત્ય જે કહેવાય છે, એ તો પેલા સત્યની અપેક્ષાએ અસત્ય કહેવાય. એ તો ઘડીકમાં સત્ય અને ઘડીકમાં અસત્ય !
સચ્ચિદાનંદ તે સુંદરમ્ ! આ સચ્ચિદાનંદનું સત્ એ સત્ છે. સત્-ચિત્આનંદ (સચ્ચિદાનંદ) એમાં જે સત્ છે એ ઈટર્નલ સત્ છે અને આ સત્ય, વ્યવહારિક સત્ય એ તો ભ્રાંતિનું સત્ય છે.
શું જગત મિથ્યા ??? એટલે આપને જે વાતચીત કરવી હોય તે કરો, બધા ખુલાસા કરી આપું. અત્યાર સુધી જે જાણો છો એ જાણેલું જ્ઞાન ભ્રાંતિજ્ઞાન છે. ભ્રાંતિજ્ઞાન એટલે વાસ્તવિકતા નથી એમાં. જો વાસ્તવિક્તા હોય તો અંદર શાંતિ હોત, આનંદ હોત. મહીં આનંદનું ધામ છે આખું ! પણ એ પ્રગટ કેમ નથી થતું ? વાસ્તવિકતામાં આવ્યા જ નથી ને ! હજુ તો ‘ફોરેનને જ ‘હોમ” માને છે. ‘હોમ’ તો જોયું જ નથી.
અહીં બધું પૂછાય, અધ્યાત્મ સંબંધની આ વર્લ્ડની કોઈ પણ ચીજ પૂછાય. મોક્ષ શું છે, મોક્ષમાં શું છે, ભગવાન શું છે, કેવી રીતે આ બધું ક્રિએટ થયું, આપણે શું છીએ, બંધન શું છે, કર્તા કોણ, કઈ રીતે જગત ચાલે છે, એ બધું અહીં પૂછી શકાય. એટલે કંઈ વાતચીત કરો તો ખુલાસા થાય. આ જગત શું છે ? આ બધું દેખાય છે તે બધું સાચું છે કે મિથ્યા
છે કે જૂઠું છે ?
પ્રશ્નકર્તા : ખોટું છે.
દાદાશ્રી : ખોટું કહેવાય જ નહીં ને ! ખોટું શી રીતે કહેવાય ? આ તો કો'કની છોડીને અહીં આગળ કો'ક ઊઠાવી જતો હોય તો ખોટું કહીએ. પણ આપણી છોડીને ઊઠાવી જતો હોય તે ઘડીએ ? ખોટું કહેવાય જ શી રીતે ?! તો આ જગત સાચું હશે કે મિથ્યા હશે ?
પ્રશ્નકર્તા : જગતને તો મિથ્યા કહ્યું છે ને !
દાદાશ્રી : મિથ્યા હોય નહીં જગત. આ કંઈ મિથ્યા હોતું હશે ? જગત મિથ્યા હોય તો તો વાંધો જ શો હતો ? તો નિરાંતે ચોરને કહીએ કે, ‘કશો વાંધો નહીં. આ તો મિથ્યા જ છે ને !' આ રસ્તા પર એકુંય પૈસો પડેલો દેખાય છે ? લોકોના પૈસા નહીં પડતા હોય ? બધાના પૈસા પડે, પણ તરત ઊઠાવી જાય. ત્યાં આગળ રસ્તો કોરો ને કોરો ! માટે આ વિચારવું જોઈએ આમ, આ જગતને મિથ્યા કેવી રીતે કહેવાય તે ?! આ પૈસો કોઈ દહાડો રસ્તામાં પડી રહેતો નથી, સોનાની કોઈ વસ્તુ કશી જ પડી રહેતી નથી. અરે, જૂઠા સોનાનું હોય તો ય ઊઠાવી જાય.
એટલે મિથ્યા કશું છે જ નહીં. મિથ્યા તો, પારકાંના લાખ રૂપિયાનું ગજવું કપાયને, ત્યારે કહેશે, “અરે જવા દો ને, બ્રહ્મ સત્ય જગત મિથ્યા છે !” અને તારા પોતાના જાય ત્યારે ખબર પડે કે મિથ્યા છે કે નહીં, તે ! આ તો બધું પારકાનાં ગજવાં કપાવડાવ્યાં છે લોકોએ, આવાં વાક્યોથી. વાક્ય તો એઝેક્ટ હોવું જોઈએ, માણસને ફિટ થાય એવું હોવું જોઈએ. તમને નથી લાગતું કે ફીટ થાય એવું વાક્ય હોવું જોઈએ ?
પ્રશ્નકર્તા : હા, બરોબર છે. દાદાશ્રી : આ સુખો બધાં નથી લાગતાં સત્ય ? પ્રશ્નકર્તા : લાગે છે. દાદાશ્રી : મિથ્યા હોત તો ક્યારનું છોડી દે ને નાસી જાય. અને