SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) પ્રતિક્રમણોની સૈદ્ધાંતિક સમજણ ૪૮૭ દાદાશ્રી : ઠેઠ સુધી અહંકારેય ખરો, ઓછો થતો જાય. પ્રશ્નકર્તા : પેલામાં ઓછો થતો જાય અને અહીં તો આ જે છૂટું પડી ગયું છે, એને લીધે જે દશા વર્તે છે, એ અક્રમની વિશેષતા છે. દાદાશ્રી : એટલે જ અહીં પ્રતિક્રમણ કરવું પડે છે. અકાળ દશાએ જ્ઞાન પ્રાપ્ત થાય છે. મોક્ષ માટે મોટામાં મોટું સાધત પ્રશ્નકર્તા : મેડે જવું હોય તો દાદરો એક જ સાધન છે. તેમ મોક્ષે જવું હોય તો, જ્ઞાન મળ્યા પછી, પ્રતિક્રમણ એક જ સાધન છે. એવું હું માનું છું. દાદાશ્રી : નહીં, એવું નહીં. પ્રતિક્રમણ તો આ બધાં સાધનોમાંનું એક સાધન છે. મોક્ષે જવું તે પોતાના સ્વરૂપનું જ્ઞાન એટલું જ સાધન છે, બીજું સાધન નથી. પ્રશ્નકર્તા : હા, એ જ્ઞાન તો તમે આપ્યું, પણ પછી મુખ્ય વસ્તુ તો પ્રતિક્રમણ જ છે ને ? દાદાશ્રી : કેટલાકને પ્રતિક્રમણ ના કરવાં પડે. પ્રશ્નકર્તા : ભૂલ ના થાય તો પ્રતિક્રમણ ના કરવાં પડે. દાદાશ્રી : એવું કેટલાય માણસોને પ્રતિક્રમણ ના કરવાં પડે. એટલે એ સાધન તો કો'કને જરૂર હોય તો એ વાપરે. મુખ્યતાએ જ્ઞાન છે. જ્ઞાન હોય તો મોક્ષે જવાનું બને. બાકી જ્ઞાન ના હોય તો ગમે એ પ્રતિક્રમણ કરે તોય બધા સંસારમાં હોય. પ્રશ્નકર્તા : પણ જ્ઞાન મળ્યા વગર પ્રતિક્રમણ કેમનું કરે ? દાદાશ્રી : કરે છે ને લોકો ! એ અહંકારથી પ્રતિક્રમણ કરે કે ફરી એવું નહીં કરું, એવું કરે જ છે ને ! ને તે પેલાનું ગાડું ચાલે પ્રતિક્રમણ છેય ખરું ને ! જેમ અતિક્રમણ અહંકારથી કરે છે, એવું પ્રતિક્રમણ અહંકારથી કરે છે. એ બધી પૌદ્ગલિક રચના છે. પુદ્ગલની રચના છે, એમાં કંઈ આત્મા નથી. ૪૮૮ અક્રમતાં પ્રતિક્રમણોથી જ મોક્ષ પ્રશ્નકર્તા : પણ દાદાજી, એવું છે કે આ જ એક શસ્ત્ર છે જેનાથી મોક્ષ થવાનો છે. દાદાશ્રી : આ એક રસ્તો છે. અને આ અક્રમ છે, એટલે મોક્ષ સ્વભાવ જ છે. પ્રશ્નકર્તા : એ તો બરોબર છે, પણ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરતાં રહેવું પડશેને ? દાદાશ્રી : કરવાં પડશે. તે પણ થાય તે કરે. ના થાય તે શું કરે ? એ તો ના ચાલતા હોય ત્યારે મારે ખભે બેસાડવા પડે. એ તો એની મેળે કરે પછી એનામાં શક્તિ આવે તો તો કરે પાછા. ના જ કરે એવા નફફટ નથી આ. દાદાને મળેલા બધા ફટ છે. પ્રશ્નકર્તા : દાદા, અમને એ વિસ્તારથી સમજાવો. દાદાશ્રી : એ તો તમારે માટે સમજાવવાનું હોય તો હું કહી દઉં કે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન ત્રણેય કરજો. તમને બધાને કળ વળેલી છે. આમને કળ વળે નહીં. કળિયુગમાં શી રીતે માણસને કળ વળે ? આ છે સાયન્ટિફિક શોધખોળ પ્રશ્નકર્તા : આપણે કંઈ ભૂલ કરી હોય અને પછી આપણને ખબર પડે, એટલે આપણે એનું પ્રતિક્રમણ કરીએ. તો આ પ્રતિક્રમણ કરવાથી કઈ રીતે આપણે દોષમુક્ત થઈ જઈએ છીએ ? દાદાશ્રી : આ ભૂલ થાય છે તે તો પરિણામ છે, ‘રિઝલ્ટ’ છે. અને દોષના કારણ ક્યા હતા ? એ કારણો ખરાબ હતા, એટલે અમેય
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy