SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) અથડામણની સામે.. ૧૯૯ [૧૧] પુરુષાર્થ, પ્રાત દુર્ગુણો સામે.. કરેક્ટ', ‘ભોગવે તેની ભૂલ’ આ બધાં એક-એક જે વાક્યો છે એ બધાં અદ્દભૂત વાક્યો છે. અને પ્રતિક્રમણ દાદાની સાક્ષીએ કરીએ છીએને, તો એનાં સ્પંદનો પહોંચે જ છે. દાદાશ્રી : હા. ખરું છે. સ્પંદન તરત જ પહોંચી જ જાય અને એનું ફળ આવે છે. આપણને ખાતરી થાય છે કે આ અસર થઈ લાગે છે. સ્પંદનો બધાં પહોંચી જાય. પ્રશ્નકર્તા : પણ દાદા, આપણે પ્રતિક્રમણ કરવું પડે, એ આપણો અહમ્ ના કહેવાય ? દાદાશ્રી : ના. એટલે આપણે પ્રતિક્રમણ નથી કરવાનું. એ ચંદુભાઈનો ગુનો છે, શુદ્ધાત્મા તો જાણે છે, શુદ્ધાત્માએ તો ગુનો કર્યો નથી. એટલે ‘એને’ એ ના કરવું પડે. ફક્ત ગુનો કર્યો હોય તેને’ અને ચંદુભાઈના નામનું કર્યું એ ચંદુભાઈ પ્રતિક્રમણ કરે અને અતિક્રમણથી જ સંસાર ઊભો થયો છે. અતિક્રમણ કોણ કરે છે ? અહંકાર ને બુદ્ધિ બેઉ ભેગાં થઈને. ગમાંથી દ્વેષ ને દ્વેષમાંથી રાગ પ્રશ્નકર્તા : અકારણ કોઈનો ડંખ હોય, અકારણ કોઈ દ્વેષ કરે, અકારણ કોઈ કપટ કર્યા કરતું હોય, તો એનો અર્થ એ કે કો'ક જન્મમાં આપણને એના માટે રાગ હતો ? દાદાશ્રી : હા, આપણે આ હિસાબ કર્યો છે. તેનું જ આ રીએક્શન (પ્રતિક્રિયા) છે. પ્રશ્નકર્તા: તો એ આપણો કયો હિસાબ હોય ? આપણા રાગનો કે દ્વેષનો ? દાદાશ્રી : કપટ એ બધું રાગમાં આવી જાય અને અહંકાર ને ક્રોધ એના અંગેનું હોય એ બધું ષમાં જાય. પેલું રાગમાં જાય, કપટ ને લોભ, લોભની ઇચ્છાઓ થયેલી હોય એ બધું રાગમાં જાય. હું શું કહેવા માગું છું એ પહોંચે છે ? પ્રશ્નકર્તા : હા. પહોંચે છે. દાદાશ્રી : આ રાગ કયો ? તો કહે, લોભ અને કપટ. અને માન અને ક્રોધ એ શ્રેષમાં કહેવાય. એટલે કોઈ કપટ કરતું હોય તો તે રાગમાં ગયો, રાગવાળો, જેની જોડે આપણે રાગ હોય ને એ કપટ કર્યા કરે. રાગ વગર તો લાઈફ જ કોઈ ગયેલી નહીં. જ્યાં સુધી જ્ઞાન મળે નહીં, ત્યાં સુધી રાગ ને દ્વેષ બે જ કર્યા કરે છે, ત્રીજી વસ્તુ જ ના હોય.
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy