SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) અથડામણની સામે... ૧૯૭ ૧૯૮ પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : એટલે આ સૂક્ષ્મતર અથડામણ છે તે ઘડીએ સૂક્ષ્મ અથડામણ પણ જોડે હોય ને ? દાદાશ્રી : એ આપણે જોવાનું નહીં. સૂક્ષ્મ જુદું હોય. અને સૂક્ષ્મતર જુદું હોય. સૂક્ષ્મતર એટલે તો છેલ્લી વાત. પ્રશ્નકર્તા ઃ એક વખત સત્સંગમાં જ વાત એવી રીતે કરી હતી કે, ચંદુલાલ જોડે તન્મયાકાર થવું એ સૂક્ષ્મતમ અથડામણ કહેવાય. દાદાશ્રી : હા. સૂક્ષ્મતમ અથડામણ ! એને ટાળવી. ભૂલથી તન્મયાકાર થયું ને. પછી ખબર પડે છે ને કે, આ ભૂલ થઈ ગઈ ? પ્રશ્નકર્તા : હવે કેવળ શુદ્ધાત્મા તત્ત્વ સિવાય આ જગતની કોઈપણ વિનાશી ચીજ મારે ખપતી નથી, છતાં પણ આ ચંદુભાઈને તન્મયાકારપણું અવારનવાર રહે છે. એટલે એ સૂક્ષ્મતર અથડામણ થઈને ? દાદાશ્રી : એ તો સૂક્ષ્મતમ કહેવાય. પ્રશ્નકર્તા : એક ભાવના એવી છે કે, એક શુદ્ધાત્મા તત્ત્વ સિવાય અને દાદાની પાંચ આજ્ઞા સિવાય બીજી કોઈ વસ્તુમાં કંઈ જ ઇચ્છા નથી. દાદાશ્રી : આ તો મુખ્ય વસ્તુ જ હોયને બધાને. એટલે ધીમે ધીમે શું કરતાં જવાનું છે કે એ દેખાવું જોઈએ. પ્રશ્નકર્તા : એ દેખાય છે એ, કે આપણે આ ત્રીજી આજ્ઞાનો ભંગ થયો, બીજી આજ્ઞાનો ભંગ થયો, એવું રીતસર દેખાય છે. દાદાશ્રી : હા, રીતસર દેખાય. બરાબર છે. પ્રશ્નકર્તા : એ ભંગ થયો એ અથડામણ થઈ કહેવાય ? દાદાશ્રી : એ તો ફાઈલ ફરી તપાસવાની જરૂર છે. પ્રશ્નકર્તા : સૂક્ષ્મતર અથડામણની વાત કરી કે, સામાવાળો આપણા અભિપ્રાયમાં નિર્દોષ જ છે છતાં દોષિત ઠરાવાઈ જાય છે. એટલે એની સાથે અથડામણ થઈ જાય છે ને ? દાદાશ્રી : દોષિત ઠરાવાઈ જાય છે. એ ગુનો લાગુ થાય છે ને? પ્રશ્નકર્તા : એમાં થોડેઘણે અંશે તન્મયાકાર થયો અને પાછા આવી ગયા. દાદાશ્રી : પાછા આવી જાય. પ્રશ્નકર્તા : તો એ અથડામણ ટાળવાનો ઉપાય ફક્ત પ્રતિક્રમણ એકલો જ છે કે બીજું કોઈ છે ? દાદાશ્રી : બીજું કોઈ હથિયાર છે જ નહીં. પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આ આપણી નવ કલમો, એય પ્રતિક્રમણ જ છે. બીજું કોઈ હથિયાર નથી. આ દુનિયામાં પ્રતિક્રમણ સિવાય બીજું કોઈ સાધન નથી. આ ઊંચામાં ઊંચું સાધન. કારણ કે અતિક્રમણથી ઊભું થયું છે જગત. પ્રશ્નકર્તા : પણ દાદા, પ્રતિક્રમણ તો એટલા ઝડપથી થઈ જાય છે, એ જ ક્ષણે ! દાદાશ્રી : હા, એ જ ક્ષણે થઈ જાય. પ્રશ્નકર્તા : આ તો ગજબ છે, દાદા ! દાદાશ્રી : આ ગજબ જ છે ! પ્રશ્નકર્તા : એ દાદાની કૃપા ગજબ છે ! દાદાશ્રી : હા, એ ગજબ છે. વસ્તુ સાયન્ટિફિક છે ફક્ત. શું એ અહંકાર નથી ? પ્રશ્નકર્તા : એ તો એટલું બધું વિસ્મયકારી છે. ‘બન્યું તે જ
SR No.008868
Book TitlePratikramana Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherMahavideh Foundation
Publication Year2008
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size79 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy