SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર મહીં ચાંદીનું પડ્યું છેને તે આપજોને નવું બનાવ્યા કરતાં ! આ ચાંદીના વાસણ કબાટમાં પડી રહ્યાં છે નાના નાના, તે આપજોને એકાદ-બે !' એટલે એમણે મને શું કહ્યું જાણો છો ? અમારા ઘરમાં મારી-તારી શબ્દ ના નીકળે. આપણું-આપણાં જ બોલાય. તે એ એવું બોલ્યાં કે ‘તમારા મામાની દીકરાની છોડીઓ પૈણે છે, ત્યાં તો આવડા આવડા ચાંદીના તાટ આપો છો ને !” હવે મારા ને તમારા બોલ્યા તે દહાડે, કાયમ આપણું જ બોલે. મારા-તમારા ભેદ ના બોલે. પેલા બોલ્યા. મેં કહ્યું, આજે આપણે ફસાઈ ગયા ! હું તરત સમજી ગયો. એટલે હું લાગ ખોળું આમાંથી નીકળવાનો, હવે શી રીતે આને સમું કરી લેવું ! લોહી નીકળવા માંડ્યું એટલે પટ્ટી શી રીતે ચોડવી કે લોહી બંધ થઈ જાય, એ અમને આવડે ! એટલે મારી-તારી થઈ તે દહાડે ! ‘તમારા મામાના દીકરા’ કહ્યું, આટલે સુધી આ દશા થઈ, મારી અણસમજણ આટલી ઊંધી ! મેં કહ્યું, “આ ઠોકર વાગવાની થઈ આજ તો !” એટલે હું તરત જ ફરી ગયો ! ફરી જવાનો વાંધો નથી. મતભેદ પાડવો તેનાં કરતાં ફરી જવું સારું. તરત જ ફરી ગયો આખો ય. મેં કહ્યું, ‘એવું નથી કહેવા માંગતો.” હું જૂઠું બોલ્યો, મેં કહ્યું, “મારી વાત જુદી છે ને તમારી સમજણમાં જરા ફેર પડી ગયો. એવું હું નથી કહેતો !' ત્યારે કહે, ‘તો શું કહો છો ?” ત્યારે મેં કહ્યું, ‘આ ચાંદીનું વાસણ નાનું આપજો અને બીજા રોકડા પાંચસો રૂપિયા આપજો. એ એમને કામ લાગશે.” ‘તમે તો ભોળા છો. આટલું બધું અપાતું હશે ?” એટલે હું સમજી ગયો આપણે જીત્યા ! પછી મેં કહ્યું, ‘તો તમારે જેટલા આપવા હોય એટલા આપજો. ચારેવ ભત્રીજી આપણી છોડીઓ છે !” એટલે ખુશ થઈ ગયા. ‘દેવ જેવા છે' કહે છે ! જો પટ્ટી મારી દીધીને ! હું સમજું કે આપણે પાંચસો કહીએ તો આપે એવા માણસ નથી આ ! એટલે આપણે એમને જ કબજો સોંપી દો ને ! હું સ્વભાવ જાણું. હું પાંચસો આપું તો એ ત્રણસો આપી આવે. એટલે બોલો, મારે સત્તા સોંપવામાં વાંધો ખરો ? (૪) ખાતી વખતે ખીટપીટ ! પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કરનારની ભૂલ થાય કે ના કરનારની ? પ્રશ્નકર્તા : કરનારની. દાદાશ્રી : તો ‘કટું ખારું છે' એવી ના ભૂલ કઢાય. એ કઢી બાજુએ મૂકીને આપણે બીજું બધું ખઈ લેવાનું. કારણ કે એને ટેવ છે કે આવું કંઈક એ ભુલ ખોળી કાઢીને એને દબડાવવું. એ આદત છે એને એટલે. પણ તે આ બહેને ય કંઈ કાચી નથી. આ અમેરિકા આમ કરે, તો રશિયા આમ કરે. એટલે અમેરિકા-રશિયા જેવું થઈ ગયું આ, કુટુંબમાં, ફેમિલીમાં. એટલે કોલ્ડવૉર ચાલ્યા જ કરે નિરંતર મહીં. એવું નહીં, ફેમિલી કરી નાખો. એટલે હું તમને સમજાવીશ કે ફેમિલી તરીકે કેમ રહેવાય ! આ તો ઘેર ઘેર કકળાટ છે. કઢી ખારી થઈ, તે આપણે ના બોલીએ તો ના ચાલે ? ઓપીનીયન ના આપીએ તો એ લોકોને ખબર ના પડે કે આપણે જ કહેવું પડે ? આપણે ત્યાં મહેમાન આવ્યા હોયને, મહેમાનોને ય ખાવા ના દે. તે આપણે વળી એવા શું કરવા થઈએ ? એ ખાશે, તો એને ખબર નહીં પડે, તે વળી આપણે ભૂંગળું વગાડવું ?! પ્રશ્નકર્તા: કઢી ખારી હોય તો “ખારી’ કહેવી જ પડે ને ! દાદાશ્રી : પછી જીવન ખારું જ થઈ જાયને ! તમે “ખારી’ કહીને સામાને છે તે અપમાન કરો છો. એ ફેમિલી ના કહેવાય ! (૮૩) પ્રશ્નકર્તા પોતાના માણસ હોય તો કહેવાયને, બીજાને થોડું કહેવાય ? દાદાશ્રી : એટલે પોતાના માણસને ગોદા મારવા ! પ્રશ્નકર્તા : કહીએ તો બીજીવાર સારું કરેને એમ. દાદાશ્રી : એ સારું કરે કે ના કરે. એ વાત બધી ગપ્પાં છે. શા આધારે થાય છે ? એ હું જાણું છું. નથી બનાવનારના હાથમાં સત્તા કે નથી તમારા કહેનારના હાથમાં સત્તા. આ બધું સત્તા કયા આધારે ચાલે છે ? માટે અક્ષરે ય બોલવા જેવો નથી. (૮૫) તું થોડો ડાહ્યો થયો કે ના થયો ? થોડો ગણો ડાહ્યો થયો કે નથી થયો હજુ? થઈ જવાશેને ? ડાહ્યો ! સંપૂર્ણ ડાહ્યો થઈ જવાનું. ઘેર ‘વાઈફ’ કહેશે, (૭૫) ઘરમાં શું કરવા આ ડખલ કરું છું ? કંઈ ભૂલ ના થાય માણસની !
SR No.008867
Book TitlePati Patni No Divya Vyavahar Sankshipt
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2003
Total Pages61
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size129 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy